મકરસંક્રાંતિથી શરૂ થશે ગ્રહોનું રાશિ પરિવર્તન, થઇ શકે છે આવી ઉથલ-પાથલ

મકરસંક્રાંતિએ અશુભ ગ્રહોની સર્જાશે યુતિ, કરાવશે આવી ઊથલપાથલ

સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે, સામાન્ય રીતે આ સમયે 14 જાન્યુઆરીની આસપાસ આવે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસ આવે છે. આ વર્ષે પણ મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ આવશે. શાસ્ત્રો મુજબ આ દિવસથી કમુરતા પૂર્ણ થાય છે.

image source

આ વર્ષે 14 જાન્યુઆરી મંગળવારે રાત્રે બે વાગ્યે એટલે તારીખ 15 જાન્યુઆરીએ ભગવાન સૂર્ય નારાયણનો મકર રાશિમાં પ્રવેશ થશે. સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 15ના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ગણાશે.

આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

સામાન્ય રીતે લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણને એક જ માને છે પરંતુ ઉત્તરાયણ 21 જાન્યુઆરી આસપાસ આવે છે. મકર સંક્રાતિને શુભ દિવસ માનવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ગુજરાતમાં આ દિવસે પતંગોત્સવ પણ ઉજવાય છે. લોકો પરીવાર સાથે આ દિવસે પતંગ ઉડાવે છે. આ દિવસે દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.

વર્ષ 2020ની મકરસંક્રાંતિ

image source

આ વર્ષે મકરસંક્રાંતિની કુંડળી તુલા લગ્નની છે. લગ્નેશ શુક્ર પાંચમા સ્થાનમાં છે અને તેના પર કર્મેશ ચંદ્રની દ્રષ્ટિ પડે છે. ચોથે સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગ બનાવે છે, ત્રીજે શનિ, કેતુ, ગુરુની યુતિ અશુભ છે તો બીજે સ્વગ્રહી મંગળ તો નવમે ઉચ્ચનો રાહુ રહેશે.

ચોથે સૂર્ય સત્તા વિપક્ષ અને પ્રજા માટે દ્વિધા અને અજંપો કરશે તો ત્રીજે અશુભ યુતિ પાડોશી દેશ સાથે રાગદ્વેષ ઊભા કરાવશે.

મકરસંક્રાંતિથી શરૂ થશે ગ્રહોનું રાશિ પરિવર્તન

મકરસંક્રાંતિનો દિવસ આ વર્ષે દેશ અને રાજકીય ક્ષેત્રે ઊથલપાથલ સર્જે તેવો હશે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર આ વર્ષે સરકાર ગરીબ માટે નીતિ બનાવશે પણ તેનો ગરીબને ફાયદો થશે નહીં. મધ્યમ વર્ગ પર ભારણ વધશે, જૂનના મધ્યથી બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો વક્રી થશે. સાથે જ રાહુ, કેતુ સહિત કુલ 6 ગ્રહોનું વક્રી ભ્રમણ થશે.

રાજકારણમાં ઊથલપાથલ

image source

ગ્રહોની ચાલ જણાવે છે કે સત્તાપક્ષ, વિપક્ષ, તેમજ તેમના નેતા માટે રાષ્ટ્રીય સ્તર અને રાજ્ય સ્તરે અસંતોષ વધે તો ક્યાંક શાસન પણ બદલાઈ શકે છે, પ્રજાને આર્થિક બાબતમાં અસંતોષ વધશે. નવી નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન માટે યોગ્ય લોકોની સલાહ લેવી જરૂરી.

2020 દરમિયાન આગજની, ભૂકંપ, આંદોલન, સરકાર સામે અસંતોષ, વિરોધ પક્ષની ઉપેક્ષા, કુદરતી આફત, દુર્ઘટના વગેરે જેવી ઘટનાઓ થવાની સંભાવના પણ વધુ છે. જો કે હાલની સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતો સંઘર્ષ આવનારા સમયની સ્થિતિ તરફ સંકેત કરે જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ