શું તમને વારંવાર શેરબજારમાં થાય છે નુકસાન, તો જાણી લો આ 7 કારણો પહેલા

– શેર બજારમાં નુકશાન કેમ થતું હોય છે? જાણો ૭ મહત્વના કારણો!

image source

– મિત્રો, શું તમે ક્યારેય શેર બજાર વિષે સાંભળ્યું છે? જો સાંભળ્યું છે તો તમને એ પણ ખબર હશે કે શેર બજારમાં ઈન્વેસ્ટ કરવાવાળા મોટાભાગના લોકોને નુકશાન વેઠવું પડતું હોય છે.

પરંતુ શું તમે જાણો ચો કે કેટલાક લોકો એવા પણ છે જે શેર બજારથી સારા એવા રૂપિયા કમાતા હોય છે. તો શું તમે જાણવા માંગશો કે એવું કમ થતું હોય છે? તો આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવશું કેટલાક કારણો વિષે જેનાથી શેર બજારમાં નુકશાન થતું હોય છે.

image source

– જો તમે શેર માર્કેટને સરખી રીતે સમજી લેશો તો તમને તેમાં કોઈ નુકશાન નહીં થાય. તેની જગ્યાએ તમને તેનાથી સારો એવો નફો પણ થઈ શકે છે. પરંતુ જો તમે વિચાર્યા વગર કે સમજ્યા વગર શેર માર્કેટમાં રોકાણ કર્યું તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

તેથી તમારે શેરબજારમાં નુકસાન થવાના કેટલાક કારણો વિશે સારી રીતે જાણી અને સમજી લેવું જોઈએ. અહીંયા આજે અમે તમને આ આર્ટિકલમાં શેર બજારમાં થવાવાળા નુકસાનના સાત કારણો જણાવશું.

– શેરબજારમાં નુકસાન થવાના 7 મોટા કારણો!

image source

– જો તમે આ કારણો વિશે જાણીને તેને સમજી લેશો, તો તમે પણ શેર બજારમાં થવાવાળા નુકસાનથી બચી શકશો. અને જેથી તમે શેર બજારમાં રોકાણ કરીને સારા એવા પૈસા કમાઈ શકશો.

– ૧. શીખ્યા વગર રોકાણ કરવું!

– શેરબજારમાં નુકસાન થવાનું સૌથી પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે લોકો શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં શેર બજાર વિશે જાણતા નથી કે શેરબજાર વિષે શીખતાં નથી.

image source

– લોકો એ નથી સમજતા કે જે નોકરી અથવા વ્યાપારથી આજે તેઓ તેમનું જીવન ચલાવી રહ્યા છે, તેના માટે તેમણે લગભગ ૧૨ થી ૧૫ વર્ષ સુધી મહેનત કરી છે.

– તો શું તે પૈસા પર સારું રિટર્ન મેળવવા માટે રોકાણ કરતા પહેલા તેઓ થોડા દિવસોનો સમય કાઢીને શેરબજાર વિષે ન શીખી શકે? જો તેઓ ઈચ્છે તો તેઓ દરરોજ થોડો – થોડો સમય કાઢીને પણ શેર બજાર વિશે શીખી શકે છે.

image source

– પરંતુ લોકો એમ નથી કરતા અને તેઓ વગર કઈ જાણ્યા – કે સમજીને રોકાણ કરી દે છે અને પછી તેમને નુકસાન ભોગવવું પડે છે. તેથી તમે જરૂર આ ભૂલ કરવાથી બચો અને શીખવામાં પોતાનો સમય ફાળવો.

– કેમકે લાખો રૂપિયાનું એમ જ નુકસાન કરી દેવા કરતાં સારું છે કે થોડા રૂપિયા અને સમય લગાવીને શેરબજારમાં રોકાણ કરવાનું શીખાય જેથી કરીને તમે તે લાખો રૂપિયા ને ડૂબતા બચાવી શકો.

image source

– Never invest in anything that you don’t understand!

– Warren Buffet

– ૨. સમજમાં ન આવવાવાળા વ્યાપારમાં રોકાણ કરવું!

image source

– શેરબજારમાં નુકસાન થવાનું બીજું કારણ એ છે કે કેટલીક વાર લોકો ન સમજમાં આવવાવાળા વેપારમાં પણ રોકાણ કરી દેતા હોય છે. ઘણા બધા લોકો આવી ભૂલ કરતા હોય છે કે તેઓ ખુદ તો એક ડોક્ટર છે, પરંતુ બીજી કોઇ બેન્કમાં શેરમાં રોકાણ કરવા માંગે છે.

– જ્યારે કે તેમને તેમનું રોકાણ કોઈ ફાર્મા કંપનીમાં કરવું જોઈએ જેના વ્યાપાર વિશે તેઓ સંપૂર્ણ જાણકારી અને સમજ રાખતા હોય. એવું નથી કે એક ડોક્ટરને બેન્કના શેરનો વિશ્લેષણ કરતા ન આવડે પરંતુ ફાર્મા કંપનીઓના વ્યાપારને સમજવું તેમના માટે ખૂબ જ આસાન હોય છે.

image source

– અને એવા જ કેટલાંક આઈટી એન્જીનીયર પણ હોય છે જે કોઈ આઇટી કંપનીમાં રોકાણ કરવાની જગ્યાએ કોઈ ફાર્મા કંપનીમાં રોકાણ કરવા પાછળ પડી રહેતા હોય છે. જો તેઓ તે ફાર્મા કંપનીના વ્યાપાર યોગ્ય રીતે સમજતા હોય તો જ તેમાં રોકાણ કરવું જોઇએ. પરંતુ જો તેઓ તેના વ્યાપારને ન સમજતા હોય તો તે કંપનીમાં ક્યારેય રોકાણ ન કરવું
જોઈએ.

– અમારા કહેવાનો મતલબ ફક્ત એ જ છે કે તમને જે વ્યાપાર વિશે સારી એવી સમજણ હોય તે જ વેપાર કરવાવાળી કંપનીમાં જ નિવેશ કરવું જોઈએ. પરંતુ જો તમે કોઇ બેન્કમાં રોકાણ કરો છો અને તમને તે બેન્કના નેટ NPA વિશે જાણકારી નથી તો તમે ખોટી જગ્યાએ રોકાણ કરી રહ્યા છો.

image source

– Risk comes from not knowing what you’re doing!

– Warren Buffet

– ૩. ખોટા સમય પર રોકાણ કરવું!

– ત્રીજું કારણ એ છે કે ખોટા સમય પર રોકાણ કરવું. ઘણીવાર લોકો જ્યારે કપડાં પર ડિસ્કાઉન્ટ અથવા સેલ લાગેલી હોય છે ત્યારે તે કપડાં જરૂરથી ખરીદતા હોય છે. પરંતુ, જ્યારે શેરબજારમાં મંદી હોય એટલે કે સેલ લાગેલો હોય ત્યારે તેઓ નુકસાનના થવાના ડરથી કેટલીક સારી કંપનીઓમાં રોકેલા શેર વેચવા લાગે છે. જ્યારે કે તેમને મંદીના સમયે શેર ખરીદવા જોઈએ.

image source

– કેમકે સારામાં સારી કંપનીના શેર પણ મંદીના સમયે ખૂબ જ સસ્તા ભાવે મળતા હોય છે. પરંતુ કેટલાક લોકો આનાથી બિલકુલ ઉંધુ કરતા હોય છે. જ્યારે બજારમાં તેજી ચાલી રહી હોય ત્યારે ઘણા બધા શેર દરરોજ ૫%,૧૦% અને ૧૫% જેવા અલગ-અલગ માર્જિનથી વધતા હોય છે. એક દિવસ માં આવી તેજી જોવાથી લોકો તે દિવસમાં ઘણું વધુ રોકાણ કરી દેતા હોય છે.

– આનાથી તેમને થોડા સમયમાં સારો એવો લાભ મળતો હોય છે. પરંતુ જલ્દી જ તે લાભ નુકસાન બદલાઈ જતું હોય છે. કારણ કે તેઓ તે શેર ખૂબ જ મોંઘા ભાવમાં ખરીદવા માટે નિવેશ કરી ચુક્યા હોય છે આ જ કારણથી મંદીના સમયે તેમની પાસે પૈસા નથી હોતા અને મોટી મોટી કંપનીઓના શેર ડીસકાઉન્ટ પર મળતા હોય છે ત્યારે જ ખરીદી નથી શકતા.

image source

– તેથી બજાર જ્યારે ખૂબ જ તેજ હોય છે જ્યારે બધા જ લોકો શેર ખરીદી રહ્યા હોય તો તે જોઈને તમારે પણ શેર ખરીદવાનું ટાળવું જોઈએ. પરંતુ જ્યારે અલગ – અલગ કંપનીઓ નું વિશ્લેષણ કરીને શેર ડિસ્કાઉન્ટના ભાવે મળતા હોય ત્યારે જરૂર થી શેર ખરીદવા જોઈએ.

– I will tell you how to be rich. Close the door. Be fearful when other are greedy. Be greddy when others are fearful.

– સાવધાની:-

image source

– શેરબજારમાં સેલ લાગવા પર પણ તમે કોઈપણ કંપનીમાં રોકાણ ન કરો. પરંતુ તમારા દ્વારા શોધવામાં આવેલી, યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવેલી કંપનીમાં જ મંદીના સમયે રોકાણ કરો.

– ૪. બીજા કોઈની સલાહ પર રોકાણ કરવાથી!

– શેરબજારમાં નુકસાન થવાના સાત કારણોમાંનું ચોથું કારણ એ છે કે લોકો તેમના કોઈ દોસ્ત, મિત્ર અથવા બ્રોકર લોકોની સલાહ પર રોકાણ કરતા હોય છે.

image source

– બીજા કોઈની સલાહ પર રોકાણ કરવું કઈ ખોટું નથી પરંતુ તેમાં એક જોખમ પણ રહેલું છે. થઇ શકે છે કે જેની સલાહ પર તમે રોકાણ કરી રહ્યા છો તે વ્યક્તિ પોતે જ તે કંપની વિશે ઓછી જાણકારી રાખતું હોય અને ફક્ત જલ્દીથી શેરનો ભાવ વધવાના કારણે તે વ્યક્તિ તે કંપનીનો શેર ખરીદવા માટેની સલાહ આપી રહ્યું હોય.

– તેથી આવતી વખતે જ્યારે પણ તમે કોઈની સલાહથી સીધુ રોકાણ ન કરી દો. પરંતુ તે વ્યક્તિને તે કંપની વિશે પૂછો, જાણકારી માંગો અને જાતે વિશ્લેષણ કરો.

image source

– જ્યારે તમને બધું જ ઠીક લાગે ત્યારે જ તેમાં રોકાણ કરો. આમ કરવાથી તમે બીજાની ભૂલો થી પોતાનું નુકસાન થતાં બચાવી લેશો. કેમ કે જો તમારું નુકસાન થયું તો સલાહ આપું આપવા વાળો વ્યક્તિ પણ તમારું નુકસાનની ભરપાઈ નહીં કરી શકે.

– ૫. વધારે ઉધારવાળી કંપનીઓમાં રોકાણ કરવાથી!

image source

– બીજા કોઈની સલાહ રોકાણ કરવાથી એ ડર પણ બની રહે છે કે ક્યાંક આપણે વધારે ઉધારવાળી કંપનીમાં રોકાણ તો નથી કરી દીધું ને! કેમ કે વધારે ઉધારવાળી કંપનીની આર્થિક સ્થિતિ કયારેય પણ બગડી શકે

– વધારે ઉધારવાળી કંપની નો વ્યાપાર જ્યાં સુધી સારો ચાલી રહ્યો છે ત્યાં સુધી તમે તેનાથી સારો નફો કમાઈ શકો છો. પણ જયારે તે વેપારમાં મંદી આવે છે ત્યારે તે કંપનીએ લીધેલા ઉધારનું વ્યાજ ચૂકવવામાં કંપની નું બધું જ પ્રોફિટ જતું રહે છે.

image source

અને પછી તે કંપનીના શેરના ભાવ નિશ્ચિત નથી રહેતા. આવી કંપની જ્યાં સુધી તેમનું ઉધાર ઓછું ન કરે અને નફો વધારે ન કરે ત્યાં સુધી તે રિસ્કી હોય છે.

– કેટલાક લોકો ખુબ જ સરસ રીતે શેરનું વિશ્લેષણ કરીને સારી એવી કંપનીઓ શોધતા હોય છે. પરંતુ તેમ કરવા છતાં પણ તેમને નુકસાન ભોગવવું પડતું હોય છે. અને તેનું કારણ છે કે તેઓ “માર્જિન ઓફ સેફ્ટી” નથી રાખતા.

image source

– એટલે કે જો તેમના અનુસાર કોઇ શેર નો ભાવ ૧૦૦ રૂપિયા હોવો જોઈએ તો તેઓ તેને ૧૦૦ રૂપિયામાં જ ખરીદી લેશે. જ્યારે કે તેઓએ તે શેરને ૧૦૦ રૂપિયાથી કેટલાક ઓછા ભાવમાં ખરીદવા જોઈએ. જેમ કે ૭૦ થી ૮૦ રૂપિયા માં.

– આ બંનેના બંને વચ્ચેના અંતરને જ માર્જિન ઓફ સેફટી કહેવાય છે. આ એટલા માટે જરૂરી છે કે કદાચ શેરના ભાવની ગણતરી કરવામાં તેનાથી કોઇ ભુલ થઇ હોય તેથી જો તેઓ તે શેરના ભાવ કરતા પણ તેને થોડાક ઓછા ભાવમાં ખરીદે તો તેમના નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

image source

– Price is what you pay. Value is what you get!

– Warren Buffet

– ૬. રોકાણની રકમ નિશ્ચિત ન કરવાથી!

– શેરબજારમાં નુકસાન થવાના 7 કારણોમાંનું એક કારણ એ છે કે લોકો તેમના રોકાણની રકમ નક્કી નથી કરતા. આ પણ એક બહુ મોટી ભૂલ છે.

image source

– કારણકે રોકાણની રકમ નક્કી ન હોવાથી તેઓ તેમના મોટા ભાગના પૈસા શેરબજારમાં રોકાણમાં રોકી દેતા હોય છે. જેથી કરીને તેમની પાસે ઈમરજન્સીના સમયમાં પૈસા નથી હોતા. અને જ્યારે તેમને પૈસા જોઈતા હોય છે, અને જો કદાચ તે જ સમયે બજારમાં મંદી ચાલી રહી હોય તો તેમને તે વખતે શેર વેચીને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે છે.

– તેથી તમારી કેટલીક રકમ ફિક્સ વ્યાજવાળા રોકાણમાં જ રોકો.

– Never test the depth of river with both the feet!

– Warren Buffet

image source

– ૭. નુક્શાનવાળા શેરને રાખીને લાભવાળા શેરને વેચવાથી!

– નુકસાન થવાનું સૌથી છેલ્લું કારણ છે નુકસાન થવા વાળા શેરને રાખીને લાભ અપાવવા વાળા શેરને વેચી દેવો.

– ઘણીવાર લોકો એવું કરતા હોય છે કે કોઈ શેરમાં નુકસાન થઈ રહ્યું હોવા છતાં પણ તે શેરને રાખી મૂકે છે જ્યારે બીજી બાજુ તેઓ કેટલાક લાભ થવાવાળા શેરને વેચી દેતા હોય છે. જ્યારે કે તેઓએ એમ ન કરવું જોઈએ.

image source

– કારણ કે કોઈ પણ શેર ને વેચવા માટે તેનો ભાવ ઓછી હોવો જરૂરી નથી. જો કોઈ શેરમાં તમારે એટલા માટે નુકસાન થઈ રહ્યું છે કેમકે તે કંપની સાથે કંઇક ખોટું થયું છે, તો તમે તેને વેચી શકો છો.

– પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે કોઈ કંપની ખુબ જ સારો એવો નફો કરી રહી છે અને તેનો વ્યાપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમ છતાં તેના શેરના ભાવ નથી વધી રહ્યા તો તમારે તે કંપનીઓ વિશે યોગ્ય વિશ્લેષણ કરવું જોઈએ. કારણ કે એવું પણ હોઈ શકે છે કે કદાચ શેરબજારમાં મંદીને કારણે તે કંપનીના શેરનો ભાવ નથી વધી રહ્યો.

– Selling your winners and holding your losers is like cutting the flowers and watering the weeds!

– Peter Lynch

image source

– તો મિત્રો આ 7 મોટા કારણો થી ઘણા બધા લોકોને શેરબજારમાં નુકસાન થતું હોય છે. આશા કરીએ છીએ કે અમે તમને આ 7 કારણો વિશે યોગ્ય રીતે સમજાવી શક્યા હોઈશું.

– હવે તમારો વારો છે કે શું તમે આ કારણોને યોગ્ય રીતે સમજીને, વિચારીને નિવેશ કરો છો કે નહીં! જેથી કરીને તમે શેરબજારમાં ઓછું નુકસાન વેઠીને પણ સારો એવો નફો કમાઈ શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ