સુષ્મિતા સેન જેવી આ અનેક એક્ટ્રેર્સ પોતાનો ધંધો સંભાળો છે જોરદાર, ખબર છે તમને?

બોલીવૂડના જાણીતા સિતારાઓ અભિનયની સાથે કરે છે અન્ય વ્યવસાય પણ

બોલીવૂડમાં જો તમે સફળ થયા તો તમે કરોડો રૂપિયા કમાવી લો છો પણ જો તમે નિષ્ફળ થાઓ છો તો તમને કોઈ યાદ પણ નથી કરતું. અને માટે જ બોલીવૂડના અભિનેતા અભિનેત્રીઓએ પોતાની કમાણીનું યોગ્ય ઇનવેસ્ટમેન્ટ કરવું પડે છે જેથી કરીને તેઓ પાસે જ્યારે કામ ન હોય ત્યારે પણ તેઓ પોતાની આવક ચાલુ રાખી શકે છે. જો તમને સફળતા મળે તો પણ બોલીવૂડની કારકીર્દી ગણતરીના વર્ષો પુરતી જ મર્યાદીત હોય છે. માટે આ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિએ પોતાના જીવનભરના નિર્વાહ માટે બીજી આવકના સ્રોત વિષે પણ વિચારવું પડે છે.

image source

તમે સાંભળ્યું જ હશે કે આ કારણસર જ શાહરુખ, આમીર, સલમાન, અનુષ્કા, પ્રિયંકા અને હવે દીપીકા પદુકોણ પણ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલે. દિપીકા અનુશ્કાએ તો પોતાની ફેશન રેંજ પણ શરૂ કરી છે તો કેટરીનાએ પણ પોતાની મેકઅપ રેંજ લોન્ચ કરી છે.

image source

શાહરુખ ખાનની વાત કરીએ તો તે રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ નામની પ્રોડક્શન કંપની ધરાવે છે અને સાથે સાથે વીએફએક્સ અને સ્પેશિયલ ઇફેક્ટનું કામ પણ તેની કંપની કરે છે. આજે અમે તમને વા જ કેટલાક બોલીવૂડ આંતરપ્રિન્યોર વિષે જણાવીશું જેઓ ફિલ્મોમાં કામ નથી કરતાં તેમ છતાં સફળ બિઝનેસ ધરાવે છે અને લાખો-કરોડોની આવક ધરાવે છે.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટીને તમે નાના પરદા પર ડાન્સ રિયાલીટી શોના જજ તરીકે જોઈ શકો છો પણ મોટા પરદા પણ તેણી ઘણા લાંબા સમયથી જોવા નથી મળી. તેણી વચ્ચેનો ઘણો લાંબો સમય લાઇમલાઇટથી દૂર રહી પણ યુ.કેનો શો બિગ બ્રધર જીત્યા બાદ તેણી ફરી ચર્ચામાં આવી ગઈ અને તેણે જાણે પોતાની કેરિયરની એક નવી જ ઇનિંગ શરૂ કરી જેમાં તેણી ખુબ જ સફળ રહી છે. તેણી એક ક્રિકેટ ટીમ ધરાવે છે, તેણી સલોન તેમજ કેટલાક સ્પાની પણ માલિક છે, આ ઉપરાંત તેણીએ 2005માં તેણીએ પોતાની યોગા સીડી લોન્ચ કરી હતી જેમાંથી પણ તેણી ઘણા રૂપિયા કમાણી કરી ચૂકી છે.

ટ્વિંકલ ખન્ના

image source

ટ્વિંકલ ખન્નાનો પતિ એટલે કે અક્ષય કુમાર ભલે અવારનવાર ફોર્બ્સ મેગેઝિનમાં બોલીવૂડનો સૌથી વધારે કમાણી કરતા અભિનેતા તરીકે પોતાનું નામ નોંધાવતો હોય પણ તેની પત્ની અને ભારતના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્ના એક ઇન્ડિપેન્ડન્ટ વૂમન છે અને પોતાની આવડતથી તેણી પોતે પણ લાખોની કમાણી કરી લે છે.

image source

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્ના એક સફળ બિઝનેસવુમન છે, ટ્વિંકલ ખન્ના એક સફળ ઇન્ટિરિયર ડિઝાઈનર છે તેણી પોતાની કંપની ધ વ્હાઇટ વિન્ડોથી પુષ્કળ કમાણી કરી રહી છે. આ ઉપરાંત તેણી એક સફળ કેન્ડલ બિઝનેસ પણ ધરાવે છે તેમજ તેણી એક સારી લેખીકા હોવાથી પોતાની લેખન કલામાંથી પણ ગણી આવક ઉભી કરી લે છે.

સુષ્મિતા સેન

image source

સુષ્મિતા સેન ઘણા લાંબા સમયથી ફિલ્મી પરદા પરથી ગાયબ છે. તેમ છતાં આજે સોશિયલ મિડિયાના કારણે આજે પણ તેના કરોડો ફેન્સ છે. તેણીએ તાજેતરમાં પોતે મિસ યુનિવર્સ બની તેના 25માં વર્ષની ઉજવણી કરી હતી. તેણીએ ફિલ્મોમાં ઘણો ઓછો સમય કામ કર્યું પણ તેણી એક સફળ અભિનેત્રી રહી ચૂકી છે. પણ પોતાની ફિલ્મો ઉપરાંત તેણી એક સફળ વ્યવસાય પણ ચલાવે છે. તેણીએ પોતાની ફિલ્મોની કમાણીનું યોગ્ય રોકાણ કર્યું છે અને સેન્સેઝિયન (Sensazione) પણ લોન્ચ કર્યું છે.

image source

ત્યાર બાદ તેણીએ લોન્જ, સ્પા તેમજ હોટેલ શરૂ કરવાનું પણ નક્કી કર્યું. તેણી કોલકાતામાં 12000 સ્ક્વેર ફૂટનો પ્લોટ ધરાવે છે. તેણી એક બેન્ગાલી માશીઝ કીચન રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. આ ઉપરાંત પણ તેણી બીજી ઘણી પ્રવૃત્તિઓ કરી રહી છે જેનાથી પણ તેણીને પુષ્કળ આવક થાય છે.

ડીનો મોરિયા

image source

ડીનો મોરિયા ભલે બોલીવૂડનો વનફિલ્મ વન્ડર હોય. પણ તેના ચાહકોની આજે પણ કોઈ કમી નથી. તે ભારતનો એક સુપર મોડેલ છે અને હજુ પણ રનવે પર તેનો જાદૂ બરકરાર છે. તે ભારતમાં એક સૌથી ઝડપથી વિકસી રહેલી ચેઇન ધરાવે છે. જેમાં Crepe Station Café ધરાવે છે જે યુરોપિયન ક્યુઝિન માટે ઘણું લોકપ્રિય છે. તેનો ભાઈ પણ તેના આ સફળ બિઝનેસમાં તેનો પાર્ટનર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ