ભાગ્યે જ જાણતા હશો કે પીપળાના ઝાડ પર હોય છે કોનો વાસ, જાણીને થશે આશ્ચર્ય

તમે બાળપણથી આજ સુધી સાંભળ્યું હશે કે પીપળાના ઝાડ પર ભૂત પ્રેત રહે છે. જેના કારણે કોઈને પણ નુકસાન થઈ શકે છે. આ માટે મોટા ભાગે લોકો રાતના સમયે પીપળાના ઝાડ નીચે જવાથી બચવાના ઉપાય કરે છે. ઉલ્લેખનીય છે કે પીપળાના ઝાડ પર ભૂત પ્રેતનો નહીં પણ દેવતાઓનો વાસ રહે છે. કહેવાય છે કે પીપળાના ઝાડ પર ભૂત રહે છે પણ તેને કોઈએ જોયું નથી. એટલું જ નહીં અનેક લોકો પીપળાના ઝાડ નીચે દીવો કરે છે તો કેટલાક લોકો માને છે કે તે ભૂતને ખુશ કરવા માટે આવું કરે છે. અનેક એવા સવાલ છે જેના કોઈની પાસે જવાબ નથી. તો આજે જાણો આવા જ સવાલોના ખાસ જવાબો.

image source

વૈદિક માન્યતા અનુસાર કેટલાક ઝાડ અને છોડને ખાસ મહત્વ આપવામાં આવે છે. જેમ કે પૂજા -પાઠના કામમાં તુલસીનો પ્રયોગ પણ કરાય છે. જેમ કે વ્રત વિધાનમાં પીપળો, લીમડો, બરગદનું ઝાડ પણ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે પીપળામાં દેવતાનો વાસ હોય છે. સ્કંધ પુરાણમાં કહેવાયું છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. પીપળાના વૃક્ષને અક્ષય વૃક્ષ પણ કહેવામાં આવે છે જેના કારણે તેના પાન ક્યારેય ખતમ થતા નથી.

image source

જ્યોતિષના અનુસાર પીપળાના પાન ખૂબ જ શુભફળ આપનારા હોય છે. શનિ સાથે સંબંધિત સમસ્યાઓના ઉપાય માટે પીપળાનું વૃક્ષ લગાવવાનું શુભ રહે છે. પીપળામાં રાતે એક ખાસ પ્રક્રિયા કરવાનો ગુણ રહેલો હોય છે જેના કારણે પીપળો રાતે પણ ઓક્સીજન આપે છે જ્યારે અન્ય ઝાડ આવું કરતા નથી.

image soucre

આ ઝાડના મૂળમાં જેટલું પાણી અપાય તેટલો વધારે ઓક્સીજન તે આપે છે. આ માટે પીપળાના ઝાડ પર જળ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. આ પ્રકૃતિ માટે પણ સારું માનવામાં આવે છે. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં પાણી આપવાથી વ્યક્તિ જનમ જનમના પાપથી મુક્ત થઈ જાય છે.

image soucre

આ સિવાય હંમેશા યાદ રાખવું કે પીપળાના ઝાડને ક્યારેય કાપવું નહીં આમ કરવાથી પિતૃદોષ લાગે છે. પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવીને રાખ્યા બાદ ફરીથી પાછળ ફરીને જોવું નહીં.પીપળાનું ઝાડ શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને આ વૃક્ષ પ્રિય હોય છે. ગીતામાં શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું. શાસ્ત્રોમાં તેને એક દૈવીય વૃક્ષ કહેવાયું છે. વેદમાં પીપળાનું ઝાડ પૂજનીય કહેવાયું છે. એમ કહેવાય છે કે તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે. સ્કંધ પુરાણમાં કહેવાયું છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, તનોમાં કેશવ, શાખાઓમાં નારાયણ, પાનમાં શ્રીહરિ અને ફળમાં દરેક દેવતાઓની સાથે અચ્યુત ભગવાન નિવાસ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ