મહર્ષિ વેદવ્યાસના જન્મ સાથે જોડાયેલી રહસ્યમયી અને રોચક ગાથા, જે ભાગ્યે જ કોઈ જાણતુ હશે….

મિત્રો, આપણા દેશમા ઘણા મોટા ઋષિનો જન્મ થયો છે, જેમાંથી વેદવ્યાસ એક મહાન મહાત્મા ઋષિ છે. આપણા દેશ દ્વારા આજે પણ કેટલીય બાબતો પ્રકાશિત કરવામા આવી રહી છે? વેદવ્યાસ એ મહાભારત લખનાર મહાન સર્જક હતા. તેમનુ આખુ નામ કૃષ્ણ વેદવ્યાસ હતુ. તે શ્યામ વર્ણના હતા તેથી, તેમની પાછળ કૃષ્ણ નામ લાગતુ હતુ. તો વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો? તેની માતા કોણ હતી? તે વિશેની તમામ માહિતી તમે શીખી શકો છો. તો ચાલો વેદવ્યાસના જન્મની વાર્તા પર જઈએ.

image source

વેદવ્યાસના જન્મની કથા :

એક ઉપરીચર નામનો રાજા હતો. તે એક ખુબ જ મોટો ધર્માત્મા અને સત્યવાદી હતા. તેણે દેવરાજ ઇન્દ્રને પોતાની તપથી ખુશ કર્યા અને વિમાન અને એક સુંદર માળા લીધી જે સુકાઈ રહી ના હતી. આ માળા તેના હૃદયમાં રાખવામાં આવી હતી અને તે વિમાનમાં અને આકાશમાં પરિભ્રમણ કરી રહ્યા હતા.

image source

તેને શિકારનો ખૂબ શોખ હતો. તે ઘણીવાર જંગલોમાં શિકાર માટે જતો હતો. તેની રાણીનુ નામ ગિરિકા હતું. તે ખૂબ જ સુંદર અને પવિત્ર હૃદય હતી. તે તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. તેમને ઈશ્વરમાં ખૂબ વિશ્વાસ હતો. તેથી, તે હંમેશા ગીતશાસ્ત્ર અને કીર્તનમા રોકાયેલા રહેતા હતા.

image source

રાજા એકવાર શિકાર માટે ગયો, પરંતુ તેનું ધ્યાન રાણી સાથે રમણ કરવામા હતુ. રાજા જંગલમાં અશોકના ઝાડ નીચે બેઠો હતો. તે સમયે ઠંડી અને સુગંધિત હવા ચાલી રહી હતી. પક્ષીઓ મૃદુલ અવાજમાં ગાઈ રહ્યા હતા. પછી રાજાનું ધ્યાન રાણી તરફ ગયું. તે રાણી સાથે રમણ કરવા વિશે વિચારવા લાગ્યો અને તેનુ વીર્ય સ્ખલન થઈ ગયું.

image source

રાજાએ એક બોક્સમા તેમના વીર્યનો સંગ્રહ કરી ગરુડને બોલાવ્યુ અને તે બોક્સ રાણીને આપવા માટે જણાવ્યુ. રસ્તામા એક બીજું ગરુડ આ ગરુડના મુખમા કોઈ વસ્તુ જોઇને તેની તરફ આકર્ષાયુ અને તે વસ્તુ મેળવવા માટે પ્રયાસ કર્યો પરંતુ, બંનેના દ્વંદ વચ્ચે આ બોક્સ યમુના નદીમા પડી ગયુ અને તેમા રહેલુ વીર્ય યમુનામા વહી ગયુ.

image source

ત્યારબાદ એક માછલીની નજર આ વીર્ય પર પડી અને તે તેને ગળી ગઈ, જેના લીધે તે ગર્ભવતી થઈ ગઈ. આ માછલીએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો, જે દાસરાજ નામના એક માછીમારને મળ્યા. દાસરાજે આ બંને બાળકો રાજાને અર્પણ કર્યા ત્યારે તેમણે પુત્ર લઈને પુત્રીને દાસરાજને પરત આપી. આ પુત્રીની દાસરાજે પોતાની પુત્રીની જેમ સાર-સંભાળ રાખી અને તેનુ નામ સત્યવતી રાખ્યુ.

image source

માછલીના પેટમાંથી માછલી ઉત્પન્ન થઈ હોવાથી તેના શરીરમા માછલીની વાસ બહાર આવતી હતી, જેથી લોકો તેને મત્સ્યગંધા તરીકે પણ ઓળખતા હતા, તે ખૂબ જ સુંદર હતી. તે પોતાની હોડી પર લોકોને કિનારાની પેલે પાર લઈ જતી હતી. એક દિવસ મહર્ષિ પરાશર ત્યાં ત્યાં પહોંચ્યા.

image source

મહર્ષિ તેનાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેમણે તેને પોતાની સાથે રમણ કરવા માટે પ્રસ્તાવ મુક્યો. આ સમયે મત્સ્યગંધાએ ઋષિ સાથે રમણ કર્યુ અને તેનાથી જે પુત્રની પ્રાપ્તિ થઇ તે હાલ પ્રવર્તમાન સમયમા વેદવ્યાસ તરીકે ઓળખાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ