તમારા ગમતા સ્ટાર્સના ઘરે 2019માં નન્હા મહેમાનનુ આગમન થયુ કે નહિં, જાણો તમે પણ

જાણો 2019માં કયા સ્ટાર્સને ત્યાં આવ્યા ખોળાના ખુંદનાર

2019નું વર્ષ હવે પુરું થવા જઈ રહ્યું છે અને આપણે પ્રવેશવા જઈ રહ્યા છે 2020માં. 2019માં ઘણી બધી મહત્ત્વની ઘટના ઘટી ગઈ. અને સાથે સાથે બોલીવૂડમાં પણ ઘણુંબધું બની ગયું. પણ આજે અમે તમારી સમક્ષ એવા સ્ટાર્સ વિષેની માહિતિ લાવ્યા છે જેમને ત્યાં આ વર્ષે ખોળાના ખૂંદનાર આવ્યા છે અને જે લોકો માતાપિતા બન્યા છે.

એકતા કપૂર

image source

એકતા કપૂરનું નામ સાંભળીને તમે ચોંકી જશો. તમને એમ લાગશે કે તેણીના તો લગ્ન પણ નથી થયાં તો તેને ત્યાં પારણું કેવી રીતે બંધાઈ ગયું. પણ તેણી સરોગસી દ્વારા 27 જાન્યુઆરીના રોજ માતા બની છે. તેણીએ તેનું નામ પોતાના પિતાના નામથી રવી કપૂર રાખ્યું છે.

કપીલ શર્મા

image source

તાજેતરમાં જ કપીલ શર્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતે એક દીકરીનો પિતા બની ગયો હોવાના સમાચાર આપ્યા હતા. કપીલની પત્ની ગિન્ની તેની પ્રેગ્નન્સી દરમિયાન ખુબ જ ચર્ચામા રહી હતી. અને તેણીના બેબી શાવર તેમજ બેબીમૂનની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

અર્જુન રામપાલ

image source

હજુ થોડા દિવસો પહેલાં જ અર્જુને પોતાની પત્નીથી ઓફિશિયલ છુટ્ટા છેડા લઈ લીધા છે. અને તે પહેલાં તો તે પોતાની નવી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સના દીકરાનો પિતા પણ બની ગયો છે. તેનો જન્મ 18 જુલાઈએ થયો હતો.

સુરવીન ચાવલા

image source

સુરવીન ચાવલા ટીવી તેમજ બોલીવૂડ એક્ટ્રેસ છે. તેણીએ 15 એપ્રિલ 2019ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. તેણી થોડા સમય પહેલાં જ સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી હતી. આ વેબ સિરિઝનું શુટિંગ તેણીએ પોતાની પ્રેગ્ન્ન્સી દરમિયાન કર્યું હતું. આ સિરિઝમાં તેણીના કામને ઘણું વખાણવામાં આવ્યું હતું.

સૌમ્યા ટંડન

image source

ભાભીજી ઘર પર હૈથી ભારતના ઘરઘરમાં જાણીતી બનેલી અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન પણ આ વર્ષની શરૂઆતમાં એટલે કે 14 જાન્યુઆરીએ દીકરીની માતા બની છે. તમને જણાવી દઈએ કે સૌમ્યાએ બેંકર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે 2016માં લગ્ન કર્યા હતા.

માહી વિજ

image source

ટીવીના જાણીતા કલાકાર જય ભાનુશાળી અને માહી વિજ પણ આ વર્ષે માતા-પિતા બની ગયા છે.તેમને ત્યાં 21 ઓગસ્ટે દીકરીનો જન્મ થયો હતો. જેની તસ્વીરો તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. અને લોકો તેમને ખુબ બધી શુભકામનાઓ પાઠવી હતી.

ઇશા દેઓલ

image source

ઇશા દેઓલે પણ આ વર્ષે 10મી જૂને બીજા બાળકને જન્મ આપ્યો છે. તેણીએ દીકીરને જન્મ આપ્યો છે અને તેણીનું નામ મિરાયા રાખવામાં આવ્યું છે.

સમીરા રેડ્ડી

image source

સમીરા રેડ્ડીએ ઘણા લાંબા સમયથી બોલીવૂડને ટાટા – બાયબાય કહી દીધું છે હાલ તેણી પોતાના સાંસારિક જીવનમાં ખુશ અને વ્યસ્ત છે. તેણીએ આ વર્ષની 12મી જુલાઈએ એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ તેણીએ નાયરા રાખ્યું છે.

છવિ મિત્તલ

image source

છવિ મિત્તલ એક ટીવી એક્ટ્રેસ છે જે હાલ ટીવી ચેનલ પર તો જોવા નથી મળતી પણ તેણી SIT નામની યુટ્યૂબ ચેનલ પર પતિ-પત્ની વચ્ચેની નોકઝોંક પર આધારીત સિરિઝ કરતી જોવા મળે છે. તેણીએ આ વર્ષે એક દીકારને જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યું છે અરહામ. આ પહેલાં છવીને ત્યાં એક છ વર્ષની દીકરી પણ છે. તમને જણાવી દઈએ કે છવીએ 14 વર્ષ પહેલાં મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ