પેટમાં ગેસ થવા પાછળ છે આ કારણો જવાબદાર, આ ઘરેલુ ઉપાયોથી મેળવો રાહત

અપચો કે કબ્જ થવાના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. પેટમાં કાંટાની જેમ ખૂંચવા લાગે છે અને હવા પસાર નથી થઈ શકતી. ખાટા ઓડકાર આવવા લાગે છે અને જીવ મચલવા લાગે છે. અપચો થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. જેમ કે વધારે પાણી પીવું, સમયસર ભોજન ના કરવું, ખૂબ વધારે ઠુંસીને ભોજન કરવું, મળ-મૂત્રનો ત્યાગ ના કરવો, રાતના મોડા સુધી જાગવું, ચા, સીગરેટ કે ચરસ વગેરેનો નશો કરવો, દિવસ દરમિયાન ખૂબ વધારે સૂતા રહેવું આવા ઘણા પ્રકારના કારણ હોય છે.

image source

જેનાથી કબ્જ કે અપચાની સમસ્યા થવાના કારણ હોઈ શકે છે. જો માનસિક કારણોની વાત કરીએ તો ઈર્ષ્યા, ભય, ક્રોધ, લોભ, શોક, ચિંતા, હીન ભાવના વધારે થવાથી પણ અપચાનું કારણ હોય છે. ગેસ બનવાની બીમારી એક સામાન્ય બીમારી છે, જે કોઈને પણ અને કોઈપણ ઉમરમાં થઈ શકે છે. હવે અમે આપને ગેસ અને અપચાથી બચવાના ઉપાયો અને કેટલાક ઘરેલુ ઉપચારો પણ જણાવીશું.

૧. આદુંમાં મીઠું નાખીને ચટણીની જેમ બનાવીને ચૂસવાથી કબ્જ ખતમ થઈ જાય છે અને ગેસ પણ ખતમ થઈ જાય છે.

૨. સૂંઠ(સૂકું આદું) કાળી મરચી અને પીપળીને બરાબર પ્રમાણમાં પીસીને રાખી લો આયુર્વેદમાં આને ત્રિકૂટા યોગ કહે છે. સવાર સાંજ લેવાથી કબ્જ દૂર થઈ જાય છે.

image source

૩. લાંબા સમયથી આવી રહેલ ખાટા ઓડકાર અને અપચામાં આદું અને ધાણાનો ઉકાળો બનાવીને પીવાથી જલ્દી તેમાં રાહત મળે છે.

૪. બિલીનો ગરની સાથે વરિયાળીનું ચૂર્ણ ભેળવીને ખાવાથી અપચાનો નાશ થઈ જાય છે.

૫. ભોજન કર્યા પછી શેકેલા જીરાને થોડો મોંમાં રાખો. આમ કરવાથી પાચન ક્રિયા ઝડપી થાય છે અને અપચો થતો નથી ઉપરાંત પેટમાં ગેસ પણ બનતી નથી.

image source

૬. કબ્જ તોડવા માટે રાતે સૂતા પહેલા દૂધની સાથે ઇસબગુલની ભૂસી લેવાથી આરામ મળે છે.

૭. અપચો અને ગેસમાં નાની પીપલીને પાણીમાં ઘસીને મધ સાથે ચાટવાથી તરત જ આરામ મળે છે.

૮. દેશી ઘીની સાથે ૨ ગ્રામ ગળોનું સત્વ લેવાથી કબ્જ અને ગેસના પ્રકોપથી છુટકારો મળે છે.

૯. અપચો, જીવ મચલવો, ખાટા ઓડકાર, પેટ ફૂલવું વગેરેમાં ટામેટાંનો સૂપ ખૂબ લાભકારક સાબિત થાય છે.

image source

૧૦. સૂંઠ, ઈલાયચી અને તજની છાલને પીસીને ૫ રતીભાર જેટલી ખુરાક દિવસમાં બે વાર લેવાથી કબ્જ મટે છે અને ભૂખ વધી જાય છે.

૧૧. કારેલાંનું શાક ખાવાથી પેટના રોગમાં લાભ મળે છે. સતત ૮ દિવસ સુધી ખાલી પેટ ગુલાબના ચાર તાજા ફૂલ ખાવાથી કબ્જ ઠીક થઈ જાય છે.

૧૨. એક ગ્લાસ ગરમ પાણીમ એક લીંબુનો રસ નીચવીને પીવાથી અપચો અને કબ્જ દૂર થઈ જાય છે.

૧૩. રોજ સવારે ખાલી પેટ રાતે ભરી રાખેલ તાંબાના વાસણનું પાણી પીવાથી જૂનામાં જૂની કબજિયાત પણ દૂર થઈ જાય છે.

image source

૧૪. ૧૦ ગ્રામ ત્રિફલા, હરડે, બહેડા અને આમળાનું ચૂર્ણ રોજ રાતના ગરમ દૂધ સાથે લેવાથી કબ્જ ક્યારેય નહિ થાય.

૧૫. પીપલનું ચૂર્ણ જૂના ગોળ સાથે ભેળવીને ખાવાથી અપચો ખતમ થઈ જાય છે.

૧૬. ટેટી અને પાકેલું પૈપયુ ખાવાથી અપચો દૂર થઈ જાય છે આ ફળોનું સેવન ભોજન કરી લીધા પછી કરવું જોઈએ. જેથી કરીને ભોજન જલ્દી પચી જાય અને આપને કબ્જ અને અપચો થાય નહિ.

૧૭. અજમાનો અર્ક કે મીઠાની સાથે અજમાને ગરમ પાણી સાથે લેવાથી કબ્જ અને અપચો થતાં નથી.

image source

૧૮. જો ચોખા ખૂબ વધારે ખાવ છો અને અપચો થઈ જાય છે તો તાજા નારીયેળની ચીરી ખાઈ લેવી જોઈએ અને પાણી ભેળવેલ થોડું દૂધ પણ પી લેવું જોઈએ.

૧૯. મીઠાઈ ખાવાથી જો અપચો થાય છે તો પીપળાનું ચૂર્ણને મીઠા સાથે ભેળવીને પાણી સાથે લેવું જોઈએ.

૨૦. ઘીની ચિકાશથી થનાર અપચો (stomch deaseases)ને દૂર કરવા માટે લીંબુના રસમાં મીઠું અને કાળું મરચાનું ચૂર્ણ ભેળવીને પીવાથી અપચો દૂર થાય છે.

૨૧. કેળાં ખાવાથી થતો અપચોને દૂર કરવામાં મોટી ઈલાયચી પીસીને રાંધી લીધા પછી થોડીક જ ખાવાથી અપચો દૂર થઈ જાય છે.

૨૨. કબ્જની તકલીફ થાય ત્યારે રોજ રાતે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે સૂંઠનું ચૂર્ણ લેવું જોઈએ.

image source

૨૩. એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ ભેળવીને સવારે ખાલી પેટે પીવાથી કબ્જ દૂર થઈ જાય છે.

૨૪. શેકેલી હીંગ, શેકેલું જીરું અને સિંધવ મીઠું, બધાને એકસરખા ભાગે લઈને પીસી લો. આ ચૂર્ણની ફાકીને હુંફાળા કે તાજા પાણી સાથે લેવાથી અપચો દૂર થઈ જાય છે.

૨૫. રોજ કાચા ગાજર ચાવીને ખાવાથી આંતરડાનો સડો અને ગંદગી અને કબ્જ થી છુટકારો મળી જાય છે ગાજર રક્તશોધક પણ હોય છે.

૨૬. કબ્જ(constipation) થાય ત્યારે પેટ સાફ થતું નથી. ગળામાં ખારાશ લાગે છે અને ખાંસીની સાથે માથું ભારે થઈ જાય છે. ગેસ (gastric) અટકી જાય છે અને વાયુ પ્રકોપ વધી જાય છે. આવામાં ૨૦ ગ્રામ તુલસી પાવડરની સાથે ૫૦ ગ્રામ ગુલાબી ફટકડીને ખાંડીને ચણાને બરાબર ગોળીઓ બનાવીને છાયડામાં સૂકવી લેવી. ગોળી સુકાઈ જાય પછી એક એક ગોળી સવાર -સાંજ પાણીની સાથે લેવાથી કબ્જ ખતમ થઈ જાય છે અને સૂકી ખાંસી પણ મટી જાય છે.

૨૭. જો પેટમાં ગેસનો પ્રકોપ વધી જાય તો પાનમાં લગાવવામાં આવતો ચૂનો એક બોર બરાબર ગોળની અંદર રાખીને પાણીની સાથે ગળી જાવ. ગોળીની અંદર પહોંચતા જ ગેસથી નિશ્ચિત રીતે આરામ આપે છે.

૨૮. કબ્જ થાય ત્યારે ગોળની સાથે ગળોનું ચૂર્ણ મેળવીને ખાવાથી લાભ થાય છે.

image source

૨૯. ગેસ, પિત્ત અને કફ જો આ ત્રણે દોષ એકસાથે ઉત્પન્ન થઈ જાય છે તો આમળાનો મુરબ્બો સ્વાદ લઈને અને સારી રીતે ચાવીને ખાવો. ૮ દિવસમાં જ આપને બદલાવ જોવા મળી શકે છે.

૩૦. જો ઘઉની રોટલી ખાવાથી અપચો થઈ જાય છે તો સૂંઠ અને કાળા મીઠાને પીસીને ખાઈ લેવો જોઈએ. આથી આપને અપચામાં રાહત મળી શકે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ