પેટ અને સાથળ પરની ચરબીને માખણની જેમ ઓગાળવા ફોલો કરો આ ટિપ્સ

કેટલીક વાર વ્યક્તિઓના શરીરના પેટ અને સાથળના ભાગ પર ચરબીના થર જામવા લાગે છે. જેના લીધે તે વ્યક્તિને ઉઠવા અને બેસવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જયારે આપનું વજન એકાએક વધવાનું શરુ થઈ જાય છે ત્યારે વ્યક્તિના શરીર પર સૌથી પહેલા પેટના ભાગે અને સાથળના ભાગ પર ચરબીના સ્તર જામવાની શરુઆત થવા લાગે છે. વજન વધવાની સાથે જ પેટ અને સાથળના ભાગની સ્કિન પર સ્ટ્રેચ માર્ક્સ પડવા લાગે છે. આ એવો સમય હોય છે જયારે આપ પોતાના વજનને નિયંત્રણમાં કરી શકો છો. જો આપ પહેલેથી જ તેના વિષે સંભાળ રાખો છો તો આપ આપની કમરને પાતળી રાખવામાં સક્ષમ થશો. તો ચાલો જાણી લઈએ કે આપના વધતા જતા વજનને શરુઆતથી જ નિયંત્રણમાં રાખવા માટે આપે શું કરવું જોઈએ.

-મધ:

image source

મધમાં ઘણા બધા ગુણો રહેલા છે આ વાત આપણે બધા જાણીએ જ છીએ. મધમાં શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે આપે રોજ નિયમિતપણે એક ગ્લાસ હુફાળા પાણીમાં એક ચમચી મધ નાખીને ખાલી પેટે સેવન કરવું જોઈએ. મધનો આ પ્રયોગ કરીને આપ જલ્દી જ પોતાની કમર, પેટ અને સાથળના ભાગની ચરબીને ઘટાડી શકો છો.

-ફળાહાર:

image source

આપે અઠવાડિયામાં એક ફળનું સેવન કરવું જોઈએ. આપ ફળની સાથે લીબું પાણી, દૂધ, ફ્રુટ જ્યુસ, સૂપનું સેવન કરીને એક દિવસ વિતાવવો જોઈએ.

-દૂધ વગરની ચા:

image source

આપ પોતાના વજનને ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. આ સાથે જ આપે દૂધવાળી ચા પીવાને બદલે નિયમિતપણે ગ્રીન ટી, લેમન ટી કે પછી બ્લેક ટીનું સેવન નિયમિતપણે કરવાનું શરુ કરી દેવું જોઈએ.

-હળવી કસરત:

image soucre

આપે પોતાના વધતા જતા વજનને નિયંત્રણમાં રાખવા માટે રોજ સવારે નિયમિતપણે વહેલા ઉઠીને યોગ કરવા જોઈએ કે પછી હળવી કસરતો કરવી જોઈએ. આપ સવારના સમયે સૂર્ય નમસ્કાર સહિત સર્વાંગાસન, ભુજંગાસન, પદ્માસન, શલભાસન જેવા સરળ આસનો કરવા જોઈએ. આ આસનો કરીને આપ પોતાના શરીર પર જામી જતા ચરબીના સ્તરને અટકાવી શકો છો.

image source

-આપે પોતાનું વજન ઘટાડવા માટે સંતુલિત ભોજન કરવું જોઈએ અને આપે ફાસ્ટફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આપે તળેલા અને મસાલેદાર ભોજનથી દુર રહેવું જોઈએ. આપ ભોજનમાં જે રોટલી રોજ બનાવો છો તેમાં રોજ થોડાક પ્રમાણમાં ચણાનો લોટ ઉમેરીને બનાવશો તો આપને શરીરની ચરબીને ઘટાડવામાં મદદ મળશે.

-વોકિંગ: આપે રોજ નિયમિતપણે ૩૦ મિનીટ જેટલો સમય ચાલવા માટે કાઢવો જોઈએ. રોજ નિયમિતપણે સવારે અને રાતના સમયે જમી લીધા પછી ૩૦ મિનીટ જેટલો સમય ચાલવાનો નિયમ રાખવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત