પ્રેગનન્સી સમયે બહુ થાય છે ઉલટી? તો આ ઘરેલુ ઉપાયો અજમાવો અને મેળવો રાહત

ગર્ભાવસ્થા દરમિયાન થતા ઉબકા ઉલટી ને એકદમ સામાન્ય ભાષામાં મોર્નિંગ સીક્નેસ્સ તરીકે ઓળખીએ છીએ.આમતો આ તકલીફને તકલીફ ન કહેતા ખુબ સામાન્ય રીતે જોવા મળતું ગર્ભાવસ્થાનું પહેલું લક્ષણ છે .આ પ્રકારની સમસ્યા તમામ સગર્ભા સ્ત્રીઓ પૈકી 50% થી પણ વધુ સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે જ જોવા મળે છે. મોર્નિંગ સીક્નેસ્સના લક્ષણો સામાન્ય રીતે ગર્ભ રહેવાના 4 થી 6 અઠવાડિયાથી શરુ કરીને લગભગ 14 થી 16 અઠવાડિયા સુધી રહેતા હોય છે .અમુક માતાઓમાં ગર્ભાવસ્થાના તમામ 9 મહિના દરમિયાન પણ થોડી ઘણી માત્રામાં રહેતા હોય છે. આમતો મોર્નિંગ સીક્નેસ્સના લક્ષણોમાં મોટે ભાગે ઉબકા ઉલટીની ફરિયાદ જોવા મળે છે .સાથે સાથે અમુક સ્ત્રીમાં કોકવાર હળવો માથાનો દુખાવો પણ રહેતો હોય છે . જે સવારે વહેલા ઉઠતાની સાથે જ શરુ થઇ જાય છે ,ને જેમ જેમ દિવસ ચડે છે એમ ઓછા થતા જોવા મળે છે.

image source

તેના નામ પ્રમાણે ફક્ત સવારના ગાળા પુરતું માર્યાદિત ન રહેતા એના લક્ષણો દિવસના કોઈ પણ સમયગાળામાં જોવા મળી શકે છે . કોઇક સ્ત્રીઓમાં તો રંધાતા ખોરાક કે બીજ કોઈ ખાદ્ય પદાર્થ ની ગંધ નાકે પડતાની સાથે જ વોમીટીંગ થશે એવું અનુભવતી હોય છે. ઘણી વખત અમુક કિસ્સામાં જયારે ઉલટીનું પ્રમાણ એટલું વધારે હોય કે જેને પરિણામે કૈઇ પણ ખાય ને તરત જ એ ઉલટી રૂપે બહાર નીકળી જાય એવું પણ બનતું હોય છે .આ પ્રકારના લક્ષણને હાઇપરઈમેસીસ ગ્રેવીડેરમ કહે છે . જે શરીરમાં પાણીનું અપૂરતું પ્રમાણ ,પોષણ સંબંધી સમસ્યા કે બીજા જોખમી પરિણામો પણ ઉભા કરી શકે છે .આ પ્રકારની સમસ્યા જુજ જોવા મળે છે છતાં તુરંત જ યોગ્ય સારવાર માગી લેનારી છે . ઘણી વખત હળવી માત્રામાં થતા ઉબકા ઉલટી પણ જો આખો દિવસ યથાવત રહે તો એ માતા માટે થકવી નાખતી તકલીફ બની રહે છે .

image source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી ખૂબ જ વધી જાય છે. તેનુ કારણ છે કે, તેમને ખુદની સાથે પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુનું પણ ધ્યાન રાખવાનુ હોય છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓમાં શારીરિક, માનસિત અને ભાવનાત્મક રૂપથી ઘણા ફેરફાર આવે છે. તેમને થોડા-થોડા સમયના અંતર પર જમવાની ક્રેવિંગ થતી રહે છે. આ ક્રેવિંગને મટાડવા માટે જો મહિલાઓ અનહેલ્દી ભોજન કરે છે તો, તેનાથી પ્રેગ્નેંસી અથવા લેબના સમયે કોમ્પ્લિકેશનનો ખતરો વધી જાય છે. સાથે જ આ દરમિયાન ઉલ્ટી અથવા મતલીની સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. ઉલ્ટીના કારણે મહિલાઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો આ પરેશાનીથી બચવા માટે ઘરેલુ ઉપાયો વિશે જાણીએ…

આદુ

image source

પ્રેગ્નેંસીના કારણે ઉલ્ટીની સમસ્યાઓને રોકવામાં આદુ ખૂબ જ ફાયદાકાર છે. એક કપમાં ગરમ પાણીમાં 1 થી 2 ઈંચના આદુના ટુકડાને ઉકાળ અને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તેને ગાળી લો અને આ મિશ્રણમાં મધ ભેળવી પી લો, ઉલ્ટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દિવસમાં 2 થી 3 વખત આ ચા પીવો.

લીંબુ

image source

લીંબુ પણ મતલીની પરેશાનીને રોકવામાં સક્ષમ છે. એક બાઉલમાં થોડુ જીરી, સેંધા નમક અને લીંબના રસને નાખીને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે પણ વોમિટિંગનુ મન થાય તો, તેને થોડુ ખાઈ લો. તે સિવાય લીંબુ પાણીમાં મધ નાખી પીવાથી પણ ફાયદો થાય છે.

ફુદીનો

image source

ફુદીનો પેટ માટે ખૂબ જ પ્રભાવી સાબિત થઈ શકે છે. એવામાં પ્રેગ્નેંસી દરમિયાન તેનુ સેવન કરવાથી મતલીની પરેશાનીમાંથી પણ રાહત મળી શકે છે. સૂકાયેલા ફુદીનાના પાંદડાને પાણીમાં નાખી મધ ભેળવી તમે તેની ચા બનાવી સેવન કરી શકો છો. તે સિવાય પેપરમિંટના સેવનને સૂંઘવાથી પણ ઉલ્ટી રોકાઈ જાય છે. તમે ઈચ્છો તો ફુદીનાના પાંદડાને ચાવી શકો છો અથવા પેપરમિંટ કેન્ડીજનો વપરાશ પણ કરી શકો છો.

સંતરા

image source

સંતરામાં સિટ્રિક એસિડ હોય છે જે સ્મેલ કરવાથી વોમિટિંગ રોકવામાં મદદ મળે છે. ઉલ્ટી રોકવા માટે તમે સંતરાનું જ્યુસ પણ પી શકો છો અને ફરી તેને સૂંઘી આ સમસ્યાને કંટ્રોલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત