શિયાળામાં ભૂલ્યા વગર અચુક પીવો આ શાકભાજી અને ફળના જ્યૂસ, શરીરમાંથી દૂર ભાગી જશે આ બીમારીઓ

મિત્રો, શિયાળો એટલે કે હેલ્ધી વસ્તુઓ ખાવાની સીઝન. આ ઠંડીની ઋતુમા ગાજર, પાલક, ટમેટા, આમળા, બીટ, કોથમીર, આદુ વગેરે જેવી વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઠંડીની ઋતુમા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે લોકો અનેકવિધ પ્રકારના નુસખાઓ અજમાવી રહ્યા છે, જેનાથી તેમનુ શરીર કસાયેલુ રહે.

image source

લોકો પોતાનું શરીર કસાયેલુ રાખવા માટે કસરત તો કરે જ છે પરંતુ, તેની સાથે જો તે પોતાના આહારનુ પણ ધ્યાન રાખે તો તેને બે ગણો ફાયદો મળી શકે છે તો ચાલો આજે આ લેખમા આપણે અમુક એવા ફળ અને સબજીના રસ વિષે માહિતી મેળવીશુ કે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

પાલક :

image soucre

આ વસ્તુમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોવાથી તેને ભરપૂર પ્રમાણમા ઊર્જા મળી રહે છે. આ સબ્જીનુ જ્યૂસ નિયમિત સેવન કરવાથી તે આપણા શરીરને મજબૂત બનાવે છે. ખાસ કરીને બાળકોને આ જ્યુસ પીવડાવવામા આવે તો તેનો ઝડપથી વિકાસ થાય છે તેમજ કોલેસ્ટેરોલની સમસ્યાને પણ શરીરની બહાર કાઢે છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ રેસા તમારા પેટ અને આંતરડાને સાફ રાખે છે.

મોસંબી :

image source

આ ફળનુ જ્યૂસ પીવાથી તમને તાજગી અને સ્ફૂર્તિનો એહસાસ થાય છે. તે તમારા શરીરની અંદર ભૂખ લગાડે છે. આ ઉપરાંત તમારા શરીરમા રહેલા વાયુ , તાવ , બળતરા અને નબળાઇ જેવી સમસ્યાઓનો નાશ કરે છે. જો બાળકો આ જ્યુસનુ નિયમિત સેવન કરે તો તેમની પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત આ ફળમા વિટામીન-સી પુષ્કળ માત્રામા મળી રહે છે, જે તમારી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓને દૂર કરે છે.

ટમેટા :

image source

આ વસ્તુ પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાથી પુષ્કળ માત્રામા વિટામીન અને મિનરલ્સ પણ મળી રહે છે. આ સિવાય મોઢામા ચાંદી પડી હોય તો તે પીડાને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. ટમેટાનો ગરમ સૂપ પીવામા આવે તો આપણને શરદી જેવી બીમારીમા પણ રાહત મળી રહે છે. આ સિવાય પાચનને સુવ્યવસ્થિત બનાવવા માટે પણ ટમેટાનો ગરમ સૂપ શ્રેષ્ઠ ગણાય છે.

ગાજર :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામીન-એ સમાવિષ્ટ હોય છે. આ જ્યૂસનુ નિયમિત સેવન કરવાથી પેનક્રિયાસના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. આ સિવાય તે સાંધા સાથે સંકળાયેલ સમસ્યાઓને પણ દૂર કરે છે. તે દાંતની મજબૂતાઇ વધારે છે અને પેટ પણ સાફ રાખે છે. આ ઉપરાંત તે તમારા ચહેરાને ચમકતો રાખે છે અને વૃધ્ધાવસ્થાને દૂર રાખે છે.

બીટ :

image source

બ્લડપ્રેશર નિયંત્રણમા રાખવા માટે આ ફળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળનો જ્યૂસ પીવાથી રક્તપ્રવાહ સપ્રમાણ રહે છે. આ સિવાય આ ફળમાંથી લોહતત્વ મળે છે, જેને લીધે હિમોગ્લોબિન મળે છે. લાંબાગાળે રક્તવાહિનીઓ સાંકડી થતી અટકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત