પેટ પકડીને હસવું આવશે જ્યારે જાણશો, કોણ બન્યું મેયર. વાંચો ક્યાં બન્યો છે આ કિસ્સો…

આપણો દેશ ભારત હોય કે દુનિયાનું બીજું કોઈપણ શહેર હોય… ગ્રામ પંચાયતથી લઈને વડાપ્રધાનની વરણી પણ લોકોના મત પ્રમાણે ચૂંટણી લડાઈને થાય છે. અમે આજે આપને એક અનોખી મેયર તરીકેની લડવામાં આવેલ ચૂંટણી અને જે ચૂંટાઈ આવ્યા છે એ કોણ છે આપને જણાવશું ને તો તમે હસી હસીને થાકી જશો…આ રમૂજ પમાડે એવી ઘટના બની છે અમેરિકાના શહેર વરમોન્ટના વિસ્તારમાં. ત્યાં એક અનોખો કિસ્સો સામે આવેલ છે. થયું એવું કે વરમોન્ટમાં થોડા અઠવાડિયા પહેલાં લિંકન નામના એક બકરાને અપાયું મેયરનું પદ. આ પ્રકારની રસપ્રદ ઘટના પહેલીવાર બની કે કોઈ પાલતુ જનાવરને કોઈ શહેરના મેયરના મેયર તરીકેનું બીરુદ મળ્યું છે.
આ આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ રીતે બની છે. આ મેયર તરીકે વિજેતા બનેલ નૂબિયન બકરો હજુ તો માત્ર ત્રણ જ વર્ષનો થયો છે. આ ચૂંટણીમાં લિંકન સિવાય બીજા પંદર પ્રતિસ્પર્ધિઓ હતા જેમને હરાવીને તેણે જીત મેળવી છે. તમને જાણીને વધુ મજા આવશે કે એના હરીફમાં કૂતરા, બિલાડી સહિત બીજાં પ્રાણીઓ હતાં. તે ગામના ઉચ્ચ અધિકારીઓને એવી આશા છે કે આ ત્રણ વર્ષના આ બકરાની મેયર તરીકેની પસંદગી કરવાથી લોકતંત્રમાં એક પ્રકારની જાગૃતિ આવી શકે છે. આવું કરવ પાછળ એક ખાસ કારણ પણ બહાર આવ્યું છે. ફેયર હેવન લગભગ ૨૫૦૦ લોકોની વસ્તી ધરાવતું શહેર છે જ્યાં કોઈ સત્તાવાર રીતે ગ્રામસેવક નથી પરંતુ તે સ્થળનો એક રહેવાસી જોસેફ ગુંટેર મેયર તરીકેની બધી ફરજો અને બધો કાર્યભાર રાખે છે. આ ગુંટેરને પણ આવું કરવાનું ત્યારે સૂઝ્યું જ્યારે તેણે એક ન્યૂઝપેપરમાં વાંચ્યુ કે મિશિગનના ઓમેના નામના એક ગામમાં બિલાડીને ત્યાંની ‘મુખ્ય અધિકારી’ તરીકે ચૂંટી લેવામાં આવી છે! આવું કરવા પાછળનું કારણ એ હતું કે ત્યારે તે સ્થળના રમતના મેદાનના સમારકામ માટે દાન એકઠ્ઠું કરવાના હેતુથી આવું રમૂજ ઊભી કરે એવું આયોજન કરવાનો વિચાર હતો. રમતના મેદાન માટે દાન એકઠું કરવાના આ પ્રયત્નમાં ફકત ડોલર જ એકઠાં થયા હતાં પરંતુ ત્યાંના વ્યવસ્થાપકોને આ વાતનો અફસોસ નથી. આ ચૂંટણીના પરિણામમાં લિંકને સૈમી નામના એક કૂતરાને હરાવીને જીત મેળવી. ત્યાં સ્થાનિકો અને બાળકોએ પણ વોટિંગનો આનંદ લીધો હતો. તેમનું માનવું છે કે આ ચૂંટણીના આયોજન દ્વારા ત્યાંની સરકારના કાર્યોમાં બાળકોને પણ સારી રીતે રસ લેતાં થઈ જશે.