પાકા કલરથી બેજીજક રમો હોળી,આ ઘરગથ્થુ નુસ્ખાથી ચહેરો એ કદમ સાફ થઈ જશે…

ચિંતામુક્ત થઈને રમો હોળી : આવતીકાલે ધૂળેટી છે એટલે હોળી-ધૂળેટી રવાનાં શોખીનોએ તો તૈયારી પણ પૂર્ણ કરી લીધી હશે.જાત-જાતનાં રંગ,પિચકારીઑ અને ફુગ્ગાઑ. આ તહેવારમાં કલરથી રમવાની ખૂબ મજા પડે છે.જો કે અમુક લોકો ડરતા-ડરતા રમતા હોય છે.જે ડર હોય છે પાકા કલર ન ઉતરવાનો.ધૂળેટી પર મસ્તીથી રમ્યા પણ બિજા દિવસે રંગવાળું મોં ઑ ફિસે લઈને જવામાં થોડો સંકોચ તો અનુભવાય છે.જો કે આ હોળી પર ચિંતા કર્યા વગર પાકા કલરથી રમજો.આ ૬ હર્બલ નુસ્ખાઑ થી કોઈપણ આડઅસર વિના રંગ ઉતરી જશે.કાકડી : જાણીને નવાઈ તો લાગશે જ કે સલાડમાં વપરાતી કાકડી કલર ઉતારવા માટે વાપરી શકાય છે.કલર કાઢવા માટે કાકડીનાં રસનાં થોડુંક ગુલાબજળ અને એક ચમચી વિનેગર મેળવી પેસ્ટ તૈયાર કરી લો.થોડીવાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.ચહેરા પરથી કલર નિકળી હશે અને ચમક આવશે.લીંબુ : લીંબુ અને બેસનનો પ્રયોગ કરીને શરીર પર લાગેલા કલર કાઢી શકો છો.બેસનમાં લીંબુ અને દૂધ મેળવીને પેસ્ટ તૈયાર કરી કો.આ પેસ્ટને ચહેરા પર ૧૫-૨૦ મિનિટ સુધી લગાવી રાખો.થોડીવાર પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો.બદામ : બદામ અને જવનો લોટ તેમજ બદામના તેલનો ઉપયોગ પણ હોળીનાં કલર ઉતારવા માટે કરવામાં આવે છે.બદામનું તેલ ત્વચા પર લગાવીને સાફ કરી શકાય છે.આ સિવાય દૂધની અંદર થોડું કાંચુ પપૈયું,મુલતાની માટી અને જરાક બદામનું તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.લગભગ ૩૦ મિનિટ પછી ચહેરો પાણી વડે ધોઇ લો.
ઝિંક ઑ ક્સાઈડ : પાકા કલરનાં ડાઘા સ્કીન પરથી દૂર કરવા માટે બે ચમચી ઝિંક ઑ ક્સાઈડ અને બે ચમચી દિવેલ મેળવીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ફેઈસ પર લગાવો.થોડીવાર પછી ચહેરો ઘસીને ધોઈ લો.૨૦-૨૫ મિનિટ પછી સાબુથી ચહેરો ધોઈ લો.ધ્યાન રાખવું કે ,આ લેપ ચહેરા પર લગાવતા સમયે વધારે ઘસવો નહિ.મૂળા : રંગ ઉતારવાનાં મુદ્દે મૂળાનો તો કોઈ જવાબ નથી.મૂળાનો રસ કાઢીને તેમા બેસન,દૂધ તથા મેંદો મેળવીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થઈ જશે.ફક્ત ચહેરો જ નહિ શરીરનાં કોઈપણ ભાગ પર લાગેલો રંગ ઉતારવામાં આ પ્રયોગ કારગર છે.સંતરા : સંતરાનાં છોતરા સાથે મસૂરની દાળ અને બદામને દૂધમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો.આ ઉબટણ સ્કીન પર લગાવ્યા પછી ધોઈ લો.સ્કીન સાફ થશે અને નિખાર આવશે.