આપણો દેશ ભારત હોય કે દુનિયાનું બીજું કોઈપણ શહેર હોય… ગ્રામ પંચાયતથી લઈને વડાપ્રધાનની વરણી પણ લોકોના મત પ્રમાણે ચૂંટણી લડાઈને થાય છે. અમે આજે આપને એક અનોખી મેયર તરીકેની લડવામાં આવેલ ચૂંટણી અને જે ચૂંટાઈ આવ્યા છે એ કોણ છે આપને જણાવશું ને તો તમે હસી હસીને થાકી જશો…
આ આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ રીતે બની છે. આ મેયર તરીકે વિજેતા બનેલ નૂબિયન બકરો હજુ તો માત્ર ત્રણ જ વર્ષનો થયો છે. આ ચૂંટણીમાં લિંકન સિવાય બીજા પંદર પ્રતિસ્પર્ધિઓ હતા જેમને હરાવીને તેણે જીત મેળવી છે. તમને જાણીને વધુ મજા આવશે કે એના હરીફમાં કૂતરા, બિલાડી સહિત બીજાં પ્રાણીઓ હતાં.