જાણો કેમ માસિક પહેલા તમને ચહેરા પર થવા લાગે છે ખીલ..

શું તમને પણ માસિક પહેલા ખીલ નીકળી આવે છે ?

image source

યાદ કરો એ સમયે સૌથી પહેલાં તમે તમારા ચહેરા ઉપર ખીલ જોયો હતો.કેટલી ચિંતા થઈ હશે?વારંવાર ધ્યાન ત્યાં જ જતું હશે અને ઘરના અન્ય સભ્યો વારંવાર જણાવતા પણ હશે કે ખીલને અડશો નહીં ,ખીલ ફેલાઈ જશે, એને ફોડવા નહીં ,ખીલના નિશાન રહી જશે અને ઘણા બધાને ખીલના નિશાન રહી પણ જતા હોય છે.

એટલે પરિવારજનોનો ભય પણ યોગ્ય હોય છે.અને ખીલ થયા બાદ એક દિવસ અચાનક એવું પણ લાગ્યું હશે કે કશું જ પણ ન કર્યું તો પણ ખીલ અને જાતે ગાયબ પણ થઇ ગયા.

image source

હોર્મોન્સમાં થતા અસંતુલનને કારણે ચહેરા પર ખીલ ની સમસ્યા સર્જાતી હોય છે પરંતુ ઘણી મહિલાઓ દર મહિને આ સમસ્યાથી પીડાતી હોય છે.

જો તમને પણ એવું લાગે છે કે માસિક આવવાના થોડા સમય પહેલા તમને પણ દર મહિને ચહેરા પર ખીલ ની સમસ્યા થાય છે તો એના કારણો જરૂર જાણો.

આમ તો માસિક ધર્મ આવવાની વયમાં પ્રવેશતાની સાથે જ ચહેરા ઉપર ખીલ થવા લાગે છે.જેને ટીન-એજ એકને કહેવામાં આવે છે .તેની પાછળનું મુખ્ય કારણ હોર્મોન્સમાં આવતો બદલાવ હોય છે.

image source

સમયની સાથે હોર્મોન્સમાં બદલાવ ફરીવાર સામાન્ય થઈ જાય છે અને શરીરને ધીરે ધીરે એની ટેવ પડી જાય છે જેને કારણે પ્રત્યેક મહિને ખીલ થતા બંધ પણ થઈ જાય છે.

પણ દરેકના કેસમાં એવું બનતું નથી.ઘણી યુવતીઓને લાંબા સમય સુધી માસિક ધર્મ આવવાના સમય દરમ્યાન ચહેરા ઉપર ખીલ થાય છે.ચહેરા પર લાલ દાણા ઉપસી આવે છે ત્યારે તેમાં બળતરા અને પીડા પણ થાય છે જેને મેનસ્ટ્રૂઅલ એકને કહેવામાં આવે છે.

image source

આર્કાઇવ્સ તથા ડર્મેટોલૉજી દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ૬૩ ટકા સ્ત્રીઓને માસિક ધર્મ સમયે ખીલની સમસ્યા સામે લડવું પડે છે.આ સ્ત્રીઓ એવી છે જેને સામાન્ય સમય દરમ્યાન પણ ખીલની સમસ્યા રહે છે પરંતુ માસિક ધર્મ સમયે આ સમસ્યા વધી જાય છે.

ખીલ કેવી રીતે થાય છે?

image source

ચામડી નીચે છિદ્રો આવેલા હોય છે .આ છિદ્રો ની નીચે સીબમ ગ્લેંડ આવેલી છે જેમાંથી સીબમ નામનો પદાર્થ નીકળે છે જે ચહેરાને મોઈશ્ચર પૂરો પાડે છે અને ચામડીને મુલાયમ બનાવે છે.

જ્યારે હોર્મોન્સમાં બદલાવ આવે છે ત્યારે આ ગ્રંથિઓ વધુ પડતા સીબમનો સ્ત્રાવ કરે છે જેના કારણે ચામડીના છીદ્રો બ્લોક થાય છે અને તેમાં કેટલાક બેક્ટેરિયા પણ જમા થાય છે જેને કારણે ખીલની સમસ્યા સર્જાય છે.

શા માટે માસિક ધર્મ દરમિયાન વધારે ખીલ થાય છે?

image source

આમ તો વિચાર આવે કે પિરિયડ અને ખીલને શું લેવાદેવા ?આપણે સૌ જાણીએ છીએ કે માસિક ધર્મની સાઇકલ સામાન્ય રીતે 28 દિવસની હોય છે.આ સમય દરમિયાન શહેરના હોર્મોન્સમાં સતત બદલાવ રહેતો હોય છે.

શરીરના મુખ્ય હોર્મોન્સ એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન માં વધઘટ થતી રહે છે.પીરિયડ્સ આવતા પહેલા એસ્ટ્રોજન ઓછું થાય છે અને ટેસ્ટોસ્ટેરોન વધે છે.જોકે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વધારે હોય છે પરંતુ સ્ત્રીઓના શરીરમાં પણ તેનું નિર્માણ થાય છે.

image source

એસ્ટ્રોજન હોર્મોનમાં ઘટ્ટ થવાથી તેની તુલનામાં ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન ની માત્રા વધે છે.તેને કારણે સીબમ નિર્માણ કરતી ગ્રંથિઓમાંથી સીબમના સ્ત્રાવનું પ્રમાણ પણ વધે છે જે ખીલ સ્વરૂપે બહાર આવે છે.

આજકાલ યુવતીઓમાં ઇન્ટરનેટ પર વાંચીને જાતે જ સારવાર કરવાનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ તે જોખમકારક છે.જ્યારે ચહેરા ઉપરના ખીલ વધી રહ્યા હોય તેવું લાગે ત્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો.

image source

ચામડીના નિષ્ણાત ડોક્ટર હોર્મોન લેવલ ચેક કરે છે અને તેને અનુરૂપ સલાહ આપે છે.ત્વચાની જાળવણી માટે વિપુલ માત્રામાં પાણી પીવું.જે પ્રસાધનોમાં સેલી સાઈલિક એસિડનું તત્વો મોજુદ હોય તેવા સૌંદર્ય પ્રસાધન અને સ્કિન કેર પ્રોડક્ટ વાપરવી.જોકે આવી પ્રોડક્ટ વાપર્યા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

ખોરાકમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી તથા ફાઇબર ધરાવતા ફળોનો ઉપયોગ પણ કરવો.

image source

પ્રોસેસ ફૂડનો ઉપયોગ બંધ કરવો .સફેદ ખાંડ પણ બંધ કરવી.ફાસ્ટ ફૂડ તેમજ જંકફૂડ સેવન આરોગ્ય માટે હાનિકારક છે.

વધુ પડતા અસંતુલિત હોર્મોન્સ ને નિયંત્રણમાં લેવા માટે દવા લેવી જરૂરી હોય છે પરંતુ તે પણ ડોક્ટરની સલાહ અનુસાર જ લેવી.સામાન્ય રીતે હોર્મોન્સ કંટ્રોલ કરવા વાળી દવાઓ ગર્ભનિરોધક દવાઓના રૂપમાં પણ વાપરવામાં આવે છે.માટે ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા લેવી નહીં.

image source

નિયમિત પણે ચહેરાની સાફ-સફાઈ કરવી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મોઈશ્ચરાઈઝર ક્રીમ નો ઉપયોગ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ