આ રસ્તા પર ગાડી ચલાવતા પહેલા અનેક લોકો વિચારે છે સો વાર, શું તમે ચલાવી શકો ખરા?

દુનિયાભરમાં આવવા – જવા માટે લાખો રોડ – રસ્તાઓ બનેલા છે, અને બનાવવામાં આવી રહ્યા છે.

ક્યાંક કાચી સડકો છે તો ક્યાં મજબૂત ડામર રોડ. રોડ – રસ્તાઓ એટલા માટે બનાવવામાં આવે છે આવતા જતા રાહગીરો અને વાહનોને સરળતા રહે.

પરંતુ અમુક રોડ એવા પણ છે જ્યાંથી પસાર થવું સરળ નથી હોતું ઉલ્ટાનું આ રસ્તાઓ તમારી યાત્રાને વધુ મુશ્કેલ બનાવી દે છે.

image source

આપણા ભારતમાં પણ એવી અમુક જગ્યાઓ આવેલી છે જ્યાંના રોડ -રસ્તા પરથી વાહન લઈને પસાર થવું એટલે સર્કસના ખેલમાં કામ કરવા જેવું.

આવા જ અમુક રોડ રસ્તા વિષે અમે આ આર્ટિકલમાં જણાવી રહ્યા છીએ.

1). કાશ્મીર – લેહ હાઈવે

image sourceઆ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે કાશ્મીર – લેહ હાઈવેનું. 443 કિલોમીટર લમ્બો આ હાઇવે કાશ્મીર પાસેની જોજીલા પર્વતમાળા પાસેથી પસાર થાય છે.

શિયાળાની ઋતુમાં થતી બરફવર્ષાને કારણે આ હાઇવે બરફથી ઓછા – વત્તા અંશે ઢંકાયેલો જ હોય છે અને ઉનાળાની ગરમી શરૂ થતા જ પર્વતમાળાનો બરફ સતત ઓગળવા લાગે છે અને ઓગળેલો બરફ રસ્તા પર ઉતરવા લાગે અને હાઇવે કાદવ – કીચડના ઢગમાં ફેરવાય જાય છે. આ સમયે અહીંથી પસાર થવું એટલે આફતને આમંત્રણ આપવું.

image source

એ સિવાય પર્વતમાળા પરથી ગ્લેશિયરની જેમ બરફના નાના – મોટા ટુકડાઓ પડવાનો ભય પણ સતત ઝળૂંબતો રહે છે.

2). મનાલી ટૂ કિન્નોર

image source

મનાલી અને કિન્નોર વચ્ચે પહાડ ચીરીને બનાવાયેલા આ રસ્તો પણ ભારતના સૌથી ખતરનાક રસ્તા પૈકી એક છે.

18,380 ફૂટની ઊંચાઈ પર આવેલા આ રસ્તા પરથી પસાર થાવ ત્યારે કલેજું હાથમાં આવી જાય છે કારણ કે રસ્તાની સાથે સાથે જ એક નદી પણ વહે છે અને ઊંચાઈને કારણે જો ક્યારેક આ ઊંડી નદી પર નજર પડે તો જીવને ભયનું લખલખું અનુભવાય જાય છે.

image source

આટલું ઓછું હોય તેમ અહીં ઓક્સિજનની માત્ર ઘણી ઓછી છે ઉપરાંત અમુક – અમુક જગ્યાએ રસ્તાની પહોળાઈ પણ એટલી સાંકડી છે કે સામે સામે બે વાહનો પસાર કરવામાં પણ પરસેવો છૂટી જાય.

image source

જો તમને પણ એડવેન્ચર કરવાનો શોખ હોય તો આવતા વેકેશનમાં આ બાજુ એક આંટો મારી આવજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ