કમરના દુખાવાથી કંટાળી ગયા છો? તો ઘરે કરો બોલથી આ એક્સેસાઇઝ

પીઠના દુઃખાવાને દૂર કરવા માટે એક્સરસાઇઝ બોલથી આ વ્યાયામ કરો

image sourceપીઠનો દુઃખાવો આજે એક સર્વસામાન્ય દુઃખાવો થઈ ગયો છે અને તેના માટે આપણે આપણી જીવનશૈલીને જ જવાબદાર ઠેરવવી જોઈએ. આપણે આખો દીવસ એકની એક જગ્યાએ બેઠા જ રહીએ છે અને અત્યંત ઓછી હલચલ કરીએ છે. તે પછી ઘર હોય કે ઓફીસ હોય આપણે આરામથી ટેકો દઈને સતત એક જ સ્થિતિમાં લાંબો સમય બેઠા રહીએ છે જેના કારણે આપણને પીઠ પાછળ હળવો દુખાવો થવા લાગે છે અને ધીમે ધીમે તે દુઃખાવો કાયમી થવા લાગે છે.

image source

જો તમે આ દુઃખાવાને વિદાય આપવા માગતા હોવ તો તેનો સૌથી સરળ ઉપાય છે વ્યાયામ. તેના માટે ઘણી બધી એક્સરસાઇઝ છે જેને તમે વિવિધ સાધનોનો ઉપયોગ કરીને કરી શકો છો. પણ આજે અમે તમને એક્સરસાઇઝ બોલ દ્વારા થતી કેટલીક સરળ એક્સરસાઇઝ વિષે જણાવીશું જેનાથી તમે તમારા પીઠ દર્દમાંથી છૂટકારો મેળવી શકશો.

બોલ પર સુઈ જાઓ

image source

આ એક સૌથી સરળ વ્યાયામ છે. આ વ્યાયામ તમારી કરોડરજ્જુઓને ઉપરથી નીચે સુધી સ્ટ્રેચ કરવામાં મદદ કરશે અને ઉપરની પીઠના કુદરતી વણાંકને રીવર્સ કરશે જે તમારા ખરાબ પોશ્ચરને કારણે થાય છે.

વ્યાયામ કરવાની રીતઃ

image source

તમારી પીઠને બોલની તરફ રાખીને બોલ પર સુઈ જાઓ. તમારા પગ નીચે જમીન પર સીધા રાખો. આ વ્યાયામને વધારે અસરકારક બનાવવા માટે તમારા હાથને માથા તરફથી નીચે જમીન પર અડાડવાનો પ્રયાસ કરો. હવે આ જ સ્થિતિમા તમારા શરીરને થોડો સમય આરામ આપો.

આગળની તરફ સ્ટ્રેચ કરો

image source

આ વ્યાયામ ઉપર જણાવ્યો તે વ્યાયામ કરતાં તદ્દન વિરુદ્ધ છે. તે તમારા સ્નાયુઓને રીલેક્સ કરવામાં મદદ કરે છે અને તમારા પીઠના દર્દમાં રાહત આપે છે.

વ્યાયામ કરવાની રીતઃ

image source

એક્સરસાઇઝ બોલની ઉપર છાતી નીચેની તરફ આવે તે રીતે ઝુકો. તમારા બાવડા બોલની ઉપર આવે તેમ રહો. આગળ વધો અને તમારા શરીરના આગળના ભાગને બોલ પર રાખો હવે તમારા હાથને આગળ તરફ જવા દો જેથી કરીને તમારું શરીર સ્થીર રહે. સ્ટ્રેચને વધારવા માટે તમારા બન્ને હાથને વિરુદ્ધ દીશામાં લઈ જાઓ અને તમારા શરીરને બોલ પર રોટેટ કરો.

સર્ક્યુલર મોશનમાં ફરો

image source

આ વ્યાયામ હીપ્સ માટે ઉત્તમ છે કારણ કે તે સ્પાઈનના નીચેના સ્નાયુઓને તેમજ હીપ્સને સ્ટ્રેચ કરે છે. આ વ્યાયામ કરતી વખતે તમારે તમારું બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે.

વ્યાયામ કરવાન રીતઃ

image source

એક્સરસાઇઝ બોલ પર બેસો તમારા પગને આગળ જમીન તરફ જમાવી રાખો અને તમારા હાથને તમારા હીપ્સ પર રાખો. તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખો, હવે તમારાથી શક્ય હોય તેટલા બોલ પર બેઠા બેઠા જ ગોળ ફરો. થોડી સેકન્ડ્સ માટે ઉભા રહી જાઓ અને ત્યાર બાદ ફરી વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરો.

લેટ સ્ટ્રેચ

image source

આ વ્યાયામ તમારા લેટીસીમસ ડોરસી સ્નાયુઓને ટાર્ગેટ કરશે જે તમારા શરીરના સૌથી મોટા સ્નાયુઓ હોય છે.

વ્યાયામ કરવાની રીતઃ

image source

તમારા એક્સરસાઇઝ બોલની સામે વળો અને તમારા હાથને બોલની ઉપર રાખો. હવે બોલને તમારાથી શક્ય હોય તેટલો આગળ ધકેલો અને સાથે સાથે તમારા શરીરને આગળની તરફ નમાવો. જ્યારે તમને તમારા બાવડા આગળ ખેંચ ફીલ થાય ત્યારે રોકાઈ જાઓ.

હવે તમારી છાતી નીચે ફ્લોર તરફ તમારાથી શક્ય હોય તેટલી લાવો. હવે તે જ સ્થિતિમાં 10-20 સેકન્ડ રોકાઈ જાઓ હવે ધીમે ધીમે બોલને રોલ કરતાં કરતાં ઉભા થાઓ અને સ્ટાર્ટીંગ પોઇન્ટ તરફ પાછા આવી જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ