જાણો કેવી છે આ બીમારી, જેમાં હસવાથી થઇ શકે છે લકવો

કહેવાય છે કે હસવું ‘સૌથી સારી દવા’ છે. પરંતુ શું આ હસવું કોઈ શારીરિક સમસ્યા આપી શકે છે?

શુ હસવા થી પણ ‘લકવો’ થઈ શકે છે? જો આપને આ સવાલ ખૂબ નવાઈ લગાડી રહ્યો છે તો અમે આપને એનો જવાબ હા છે. આવું કેમ , આ વિશે જાણતા પહેલા જોર્ડન કુમર વિશે જાણી લઈએ.

જોર્ડન કુમર બ્રિટનમાં રહે છે. ૧૫ વર્ષની આ વિદ્યાર્થીને એક વિચિત્ર શારીરિક સમસ્યા છે તે જ્યારે હસે છે તો ‘મસલ્સ પેરાલિસિસનો શિકાર થઈ જાય છે. આવું ફક્ત જોર્ડન સાથે જ નહીં. ડેલી મેલની એક રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રિટનના દર બે હજાર નાગરિકો માંથી એક ને આ સમસ્યા છે. મેડિકલ ભાષામાં તેને નાર્કોલેપ્સી અને કૈટાપ્લેક્સિ કહે છે.

image source

રિપોર્ટ મુજબ જોર્ડન કૈટાપ્લેક્સિથી પીડાઈ રહી છે. આ માનસિક વિકારમાં હસવાથી વ્યક્તિની માંસપેશીઓ કસાઈ જાય છે. આવુ વધારે ગુસ્સે થવાના કારણે પણ થઈ શકે છે. રિપોર્ટ મુજબ આ સમસ્યા ખૂબ જોર થી હસવાથી કે ખૂબ ગુસ્સો કરવાથી શરીરના કેટલાક વિશેષ ભાગ કે ભાગોની માંસપેશીઓ સુન્ન કે નબળી પડી જાય છે અને વ્યક્તિ પડી જાય છે. જો કે આ સ્થિતિમાં પણ તેનું દિમાગ કામ કરી રહ્યું હોય છે.

image source

જોર્ડન કુમરની સાથે પણ આવું જ છે. જોર્ડનને પોતાની બીમારીની ખબર જૂન, ૨૦૧૭માં થઈ. એક દિવસ જોર્ડન અને તેના પરિવારના સભ્યો કોઈ વાત પર હસી રહ્યાં હતાં. ત્યારેજ અચાનક જોર્ડન કેટલીક સેકન્ડસ્ માટે જમીન પર પડી ગઈ. ત્યાર પછી આવો અનુભવ સામાન્ય થઈ ગયો.

જોર્ડન જ્યારે પણ હસતી, તેની માંસપેશીઓ નબળી પડી જાય અને તે જમીન પર પડી જતી. પરિવારે તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે જોર્ડનને કૈટાપ્લેક્સિ છે. આ વિકાર નાર્કોપ્લેસીની જ શ્રેણીમાં આવે છે.

image source

ત્યાં જ, નાર્કોલેપ્સી એક એવો વિકાર છે જેનાથી પીડિત વ્યક્તિ દિવસમાં ઘણીવાર સુઈ જાય છે. એનએચએસના મુજબ નાર્કોપ્લેસી કોઈ વાઇરલ સંક્રમણના કારણે થઈ શકે છે. કોઈ પ્રકારનું સંક્રમણ, હોર્મોનલ બદલાવ અને માનસિક તણાવ આ સમસ્યાના શરૂઆતના લક્ષણોના રૂપમાં જોવા મળી શકે છે. આ રોગના પ્રભાવમાં વ્યક્તિ પોતાના સુવા અને જાગવા પર નિયંત્રણ નથી કરી શકતા.

image source

આવું કેમ થાય છે તેનું કોઈ સચોટ કારણ અત્યાર સુધી ખબર નથી પડી. આ ડિસઓર્ડરથી પીડિત લોકોની સમસ્યાને માનસિક રીતે વધારી દે છે. આ વિષયમાં જોર્ડન કહે છે કે, ‘આ રોગને સમજવો મારા માટે ખૂબ મુશ્કેલ હતો. શરૂઆતમાં હું ખૂબ દુઃખી હતી.

મને સમજ માં જ ના આવ્યું કે મને થયું શુ છે? મારા ઘણા બધા સપના છે મારે ઘણું બધું કરવાનું છે. આ સાંભળીને કે આ રોગના ચાલતા મારુ આખું જીવન પ્રભાવિત થશે. મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.’

image source

ત્યાંજ, જોર્ડનની માંનું કહેવું છે કે, ‘અમને લાગતું હતું કે આ યુવાન થવાના લક્ષણો છે પરંતુ ધીરે ધીરે આ પરિસ્થિતિ વિકટ બનતી ગઈ. તે સામાન્ય રીતે બેઠા બેઠા કે ચૂપ થતા જ સુઈ જતી હતી. તેનો ચહેરો સુસ્ત થવા લાગ્યો હતો. જીભ લડખડવા લાગી હતી અને સાથે જ ઢીલી પડવા લાગી હતી.

આ બધાની સાથે તેને મતીભ્રમ થવા લાગ્યો, સાથે જ ખરાબ સપના પણ આવી રહ્યા હતા.’ તેઓ આગળ જણાવતા કહે છે કે ‘ડોક્ટરનું કહેવું છે કે અમારી દીકરીને નાર્કોલેપ્સીની સાથે કૈટાપ્લેક્સિ પણ છે અને આ સ્થિતિ ક્યારેય પણ ઠીક નહિ થાય’.

કેટલી ગંભીર છે કૈટાપ્લેક્સિ?

image source

કૈટાપ્લેક્સિનો શિકાર થનાર વ્યક્તિની જીભ લડખડાવા લાગે છે, જડબું ઢીલું પડવા લાગે છે, જીભ અસ્પષ્ટ થઈ જાય છે અને તેને ધૂંધળું દેખાવા લાગે છે. વધારે ગંભીર રૂપ લેવા પર લકવા જેવી સ્થિતિ પેદા થઈ જાય છે. દર્દી પુરા હોશમાં હોય છે પણ તે અંદરથી બંધાયેલો મહેસુસ થાય છે.

મેડિટેશનથી નિયંત્રણના પ્રયત્ન.:

image source

ઓછી જાણકારી સિવાય દુર્ભાગ્યથી કૈટાપ્લેક્સિ કે નાર્કોલેપ્સીના ઉપચારને લઈને કોઈ પ્રકારની ખાસ પ્રગતિ થઈ નથી. આવામાં જોર્ડન અને બીજા દર્દીઓ મેડિટેશનથી પોતાને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. આવા લોકોને પોતાના સહભાગીઓ અને નજીકના લોકોની ખાસ જરૂરિયાત હોય છે.

જોર્ડનની માં એ તેના મિત્રો અને શિક્ષકોને તેની આ પરિસ્થિતિ વિશે જણાવી દીધું છે. હવે જ્યારે પણ જોર્ડન સુતેલી દેખાય છે તો તેઓ જોર્ડનના ખભા પર હાથ મૂકી દે છે જેનાથી તે જાગી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ