એકલતાપણું દૂર કરવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ

વર્તમાન સમયમાં આપણી જરૂરિયાતો એ આપણને એકલા કરી દીધા છે.

image source

ક્યારેક આપણે ઉચ્ચ શિક્ષણ માટે પરિવારથી અલગ બીજા શહેરમાં જઈએ છીએ તો ક્યારેક નોકરીના કારણે ઘરબાર છોડવા પડે છે. આજે આપણા દેશમાં જ લાખો લોકો એવા છે જેઓ પોતાનું ઘર છોડીને અન્ય શહેરોમાં એકલા જીવી રહ્યા છે. પરિવારથી અલગ રહેવાના કારણે એકલાપણું મફતમાં મળે છે અને આ જ એકલાપણું આપના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ ખુલાસો થયો છે કે જે લોકો એકલા રહે છે, એ લોકોમાં જાડાપણું અને ધુમ્રપાનથી થનાર નુકસાન જેટલું જ ખતરો હોય છે. એટલું જ નહિ શોધકર્તાઓ જણાવે છે કે આ જોખમના લીધે આવા લોકોની ઉમર બાકી લોકોની તુલનાએ થોડી ઓછી થઈ જાય છે.

શું કહે છે રિસર્ચ?

image source

જર્નલ એજિંગ એન્ડ મેંટલ હેલ્થમાં તાજેતરમાં જ પ્રકાશિત રિસર્ચ મુજબ અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના સૈન ડિએગો સ્કૂલ ઓફ મેડિસિનના શોધકર્તાઓએ આ રિસર્ચ કરી છે. એમાં અધ્યયન કર્તાઓએ આ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એકલા રહેવાવાળા વ્યક્તિ આવા વાતાવરણમાં કેવું મહેસુસ કરે છે. રિસર્ચ દ્વારા શોધકર્તાઓને એકલા રહેવાવાળા લોકોમાં કેટલાક પ્રકારના વ્યક્તિગત અને પર્યાવરણીય કારકો વિશે જાણકારી મળી છે.

image source

ધ્યાનમાં લેવાની વાત એ છે કે આની પહેલા વધતી ઉંમર અને તેમની સાથે સામાજિક રીતથી હળી-મળીના શકવાનું એકલાપણાં માટે પ્રાથમિક જોખમકારકો માંથી એક હતો. પરંતુ આજે લોકો જરૂરિયાતના હિસાબ થી પણ લોકો એકલાપણાંનો શિકાર થઈ રહ્યા છે.

વિશેષજ્ઞોની સલાહ:

image source

સૈન ડિએગો સ્કૂલ ઓફ મેડીસીનમાં મનોચિકિત્સક વિભાગના એક શોધકર્તા એલેજેન્ડ્રા પારડેસએ જણાવ્યું કે જ્યારે કેટલાક લોકોને પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું કે પતિ કે પત્નીમાંથી કોઈ એકને છોડીને જવાથી એકલાપણુ ઘેરી લે છે. તેમજ ભાઈ કે બહેન અને દોસ્તના જવાથી પણ એકલાપણુ મહેસુસ થાય છે. કેટલાક લોકો કહે છે કે નવા દોસ્ત કેવીરીતે બનાવે? જે જુના દોસ્તોની સાથે મોટા થયા હતા, નવા દોસ્તો તેમની જગ્યા નથી લઈ શકતા.

ના ઉમ્મીદ થી મળેલ એકલાપણુ:

image source

જોવામાં આવ્યું છે કે એકલાપણાની ભાવના જીવનમાં વગર કોઈ ઉદ્દેશ્ય થી જોડાયે પણ હોતી હતી. એટલા માટે શોધ દરમિયાન કેટલાક લોકોને જીવનમાં કોઈ અન્યની સાથે જોડાયેલા ના હોવાના, કોઈ પ્રકારની ઉમ્મીદ અને અર્થ નહિ હોવાને અને કંઈક ખોવાને પોતાના એકલાપણાનું કારણ બતાવ્યું છે.

પરંતુ અધ્યયન દરમિયાન શોધકર્તાઓને મળી આવ્યું કે જ્ઞાન અને તેના સાથની સહાનુભુતિ એકલાપણાના કારકને વધવાથી રોકે છે.

કેવીરીતે કરવામાં આવી રિસર્ચ? :

image source

આ શોધના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે અધ્યયન કર્તાઓએ ૬૭ થી ૯૨ વર્ષની ઉંમરના ૩૦ વ્યસકોનો વ્યક્તિગત ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું, જો કે સૈન ડીએગોમાં રહેવાવાળા ૧૦૦ વ્યસકોનું શારીરિક અને માનસિક કાર્યોનું મૂલ્યાંકન કરવા વાળા એક પુરા અધ્યયનનો ભાગ હતો.

સીનીયર લેખક અને યૂસી સૈન ડિએગો સ્કૂલ ઓફ મેડીસીનમાં મનોચિકિત્સક અને ન્યુરો સાયન્સના સિનિયર પ્રોફેસર દિલીપ વી. જેસ્ટનું કહેવું છે કે ‘આ મહત્વપૂર્ણ છે કે આપણા વરિષ્ઠ લોકોની અંદર એકલાપણાંના મૂળભૂત કારણોની ઓળખ કરી છે. જેથી અમે તેનો ઉકેલ કરીને વધતી ઉંમરવાળી જનસંખ્યા કે આબાદીના સ્વાસ્થ્યને સારું કરી શકીએ.

એકલાપણાંને દૂર કરવા શુ કરશો?

image source

ડોકટર કહે છે કે એકલાપણુ વ્યક્તિની અંદર એક નકારાત્મક વિચારો ઉત્તપન્ન કરે છે, જેના કારણથી વ્યક્તિ પોતાને અસુરક્ષિત મહેસુસ કરવા લાગે છે અને આવા કારણોથી ડિપ્રેશનની સમસ્યા ઉદ્દભવે છે. અહીંયા ધ્યાન આપવાની જરૂર છે કે આપણા દેશમાં આત્મહત્યાની બાબતોમાં એક મુખ્ય કારણ ડિપ્રેશન જ છે. એટલા માટે એકલાપણુ એક ગંભીર સમસ્યા થઈ શકે છે.

એકલાપણાનો ઉપચાર:

ડોકટર્સ જણાવે છે કે એકલાપણાની સમસ્યા સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને થઈ શકે છે. એટલા માટે વડીલોને પરિવારની સાથે જોડીને રાખો અને તેમને સમય આપો. આ સાથે જ વડીલો સાથે વાતચીત કરતા રહો.

-આ સિવાય જો યુવાનો ઘર થી દુર એકલા રહે છે તો તેઓએ પાર્કમાં જાય અને લોકોની સાથે હળે-મળે.

-મોબાઈલ અને લેપટોપ પર ઓછો સમય વિતાવો અને શક્ય હોય તો દોસ્તોની સાથે ફરવા જવાનો સમય કાઢો.

image source

કુલ મળીને આ રિપોર્ટથી ખબર મળે છે કે કેવીરીતે એકલાપણુ આજે મોટી સમસ્યા બની જાય છે, ઉપરાંત મોટી સમસ્યાની સાથે સાથે કેટલીક ગંભીર બીમારીઓમાં પણ પરિવર્તિત થઈ રહી છે. પરંતુ ડોકટરે જણાવેલ વિકલ્પના આધારે પર એ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ