પતિ-પત્નીથી છુપાઈને અન્ય સાથે સંબંધો રાખવાની આ એપ હાલમાં છે જોરદાર ડીમાન્ડમાં, યુઝર્સની સંખ્યા જાણીને ફાટી જશે આંખો

લગ્નજીવનમાં પતિ-પત્નીથી છુપાઈને અન્ય સંબંધો રાખવાની એપ અત્યારે છે ડીમાંડમાં! સંખ્યા ચોંકાવનારી

લગ્નેત્તર સંબંધો બનાવવા માટે વિકસાવાયેલી Gleeden ડેટિંગ એપમાં કોરોના કાળ પછીથી કુલ 13 લાખ યુઝર્સ જોડાયા છે. તેમણે કહ્યું કે ભારતમાં છેલ્લા 3 મહિનામાં સબસ્ક્રિપશન રેટ ખૂબ વધ્યો છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં વપરાશકર્તાઓની સંખ્યામાં 246% જેટલો તોતિંગ વધારો થયો છે.

છેલ્લા 4 મહિનામાં નવા 3 લાખ યુઝર્સ જોડાયા

image source

સૌથી વધુ વપરાશકર્તાઓ બૅંગલોરમાં છે

Gleeden Indiaના મેનેજર સિબલ શિડેલે કહ્યું હતું કે તેઓ આ એક્સ્ટ્રા મેરિટલ અફેર વિક્સાવતી એપનો ભારતમાં વધતો ગ્રોથ જાણીને અને લોકોની સ્વીકૃતિથી ખૂબ ખુશ છે.

કંપનીના જણાવ્યા અનુસાર છેલ્લા 4 મહિનામાં નવા 3 લાખ યુઝર્સ જોડાયા છે જયારે છેલ્લા 2 મહિનામાં અઢી લાખ યુઝર્સ જોડાયા છે. 2019ની સરખામણીમાં સાઈટ ઉપર વિતાવેલો કુલ સમય 3 ગણો વધ્યો છે. કોરોનાનું લોકડાઉન હટી ગયા પછી પણ લોકો વર્ચ્યુઅલ ડેટિંગને વધુ પસંદ કરે છે અને બહાર મળવાનું જોખમ લેવા માંગતા નથી.

image source

Gleeden એપના સૌથી વધુ વપરાશકર્તાઓ બૅંગલોરમાં છે જ્યાં કુલ વપરાશકર્તાઓના 16% યુઝર્સ રહે છે. બીજા સાથે 15.6% યુઝર્સ સાથે મુંબઈ છે. ત્રીજા સ્થાને 15.4% યુઝર્સ સાથે દિલ્હી છે. કંપનીએ એમ પણ નોંધ્યું છે કે ભારતીયો સરેરાશ યુરોપિયન લોકો કરતા વધુ સમય ચેટ કરે છે. ભારતીયો સરેરાશ સાડા ત્રણ કલાક પ્રતિ દિન ચેટિંગમાં વિતાવે છે.

વિકેન્ડમાં સૌથી વધુ એન્ગેજમેન્ટ થાય છે

એવું પણ નોંધવામાં આવ્યું છે કે વિકેન્ડમાં એટલે કે રજાના દિવસે સૌથી વધુ એન્ગેજમેન્ટ થાય છે. એન્ગેજમેન્ટ સૌથી વધુ રાત્રે 10 થી મધરાત્રે 12 વાગ્યા સુધીના સમયમાં થાય છે. એવું પણ નોંધવામાં આવ્યું છે કે પુરુષ યુઝર્સ એપમાં વધુ ખર્ચ કરે છે. આ એપ પાછળ ખર્ચ કરવાનો દર લોકડાઉનના ગાળા પછી 45% જેટલો વધ્યો છે.

સુખી લગ્ન જીવન ગાળવા મિત્ર તરીકે રહો, નહિ કે પતિ-પત્ની

image source

એક સાચી મિત્રતામાં ક્યારેય ભેદ પડતો નથી. જેવી રીતે તમારા અને તમારા મિત્રની વચ્ચે કશું ન આવવા દો, એવી જ રીતે પતિ-પત્ની સાથેના વ્યવહાર પણ એવો આદર્શ હોવો જોઈએ. જો તમે તમારા મિત્રની કાળજી ના રાખો તો તમારી મિત્રતા લાંબી ન ટકે. પતિ-પત્નીને મિત્ર તરીકે ગણવામાં આવે છે. તેથી તેઓ બન્નેએ બે મિત્રોની જેમ તેમના ઘરને ચલાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચેનાં વ્યવહારમાં શાંતિ હોવી જોઈએ. જો એ સંબંધમાં કોઈ દુઃખ હોય તો, એ એક આદર્શ પતિ-પત્નીનો સંબંધ ગણી શકાય નહિ. જો મિત્રો એકબીજાને દુઃખ ન થાય એવું ધ્યાન રાખતા હોય તો પતિ-પત્ની એ એવું ધ્યાન ન રાખવું જોઈએ ? પતિ-પત્ની વચ્ચેની મિત્રતા એ સર્વશ્રેષ્ઠ મિત્રતા છે.

વફાદારી લગ્નજીવનમાં

તમારી પત્ની સિવાય બીજા કોઈની સાથે શારીરિક સંપર્ક કે સંબંધ ન હોવો જોઈએ. સૌથી વધારે જોખમ જો કંઈ હોય તો એ, એ છે કે બીજાના પતિ કે પત્ની પાસેથી સુખ લેવું. તમારી પોતાની પત્નીનો વાંધો નથી. ત્યારપછી જ કહી શકાશે કે તમે તમારી પત્નીને સિન્સિયર છો.

જીવનસાથી સાથે સંબંધ સુધારો

image source

એકવાર એક પતિએ પરમ પૂજ્ય દાદાશ્રીને ફરિયાદ કરી કે, તેમની પત્ની, તેમના માતા-પિતા સાથે રહેવા પણ નથી ઈચ્છતી અને તેમને બોલાવવા પણ નથી ઈચ્છતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમનું અને તેમની પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું અને સંબંધો જળવાઈ રહે એવું માર્ગદર્શન આપ્યું. તેમણે એવી સલાહ આપી કે તેઓ, તેમની પત્નીના માતા પિતાને બોલાવી તેની કાળજીપૂર્વક સંભાળ રાખે. તમારી પત્ની સાથેના સંબંધમાં એવી રીતે સુમેળ સાધો કે તે સ્વ રીતે જ તમારા માતા-પિતાની સંભાળ રાખવાનું કહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ