આવી ભૂલો કરનારા લોકોના ઘરમાં ક્યારે નથી ટકતી લક્ષ્મી, જાણો અને ટાળો આ ભૂલો કરવાનું તમે પણ

ચાણક્ય નીતિ જણાવે છે કે, આવી વ્યક્તિઓ પાસે લક્ષ્મી ટકી શકતા નથી, અજાણતામાં પણ આવી ભૂલ કરો છો તો હંમેશા આવી વ્યક્તિઓ સામનો કરશે આર્થિક તંગીનો.

આચાર્ય ચાણક્ય માત્ર એક શિક્ષક હતા નહી, ઉપરાંત આચાર્ય ચાણક્ય ઘણી બધી વિલક્ષણ પ્રતિભાઓ ધરાવતા વ્યક્તિ હતા, આવું એટલા માટે કેમ કે, આચાર્ય ચાણક્ય દરેક વિષયને લગતી નાનામાં નાની માહિતી ધરાવતા હતા. આવા જ કેટલાક કારણો છે કે, જેના લીધે આચાર્ય ચાણક્યને આટલા બધા વર્ષો વીતી ગયા પછી પણ ચાણક્ય દ્વારા રચવામાં આવેલ ચાણક્ય નીતિની પ્રાસંગિકતામાં ઓછપ આવી નથી.

image source

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય દ્વારા વ્યક્તિને પોતાના જીવનમાં સફળ બનવાના સુત્રો છુપાયેલા છે. આવા જ કેટલાક કારણો છે કે, આજે પણ ઘણી બધી વ્યક્તિઓ ચાણક્ય નીતિશાસ્ત્રનો અભ્યાસ કરે છે. એટલું જ નહી, ચાણક્ય નીતિશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઘણી બધી બાબતોનો અમલ કરીને પોતાના જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા રહે છે.

image source

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ભૌતિક યુગમાં જીવન જીવવા માટે ધન મુખ્ય સાધન છે. પૈસા વગર ભૌતિક યુગમાં વ્યક્તિનું જીવન સંકટોથી અને અભાવોથી ઘેરાયેલ રહે છે. એટલા માટે આચાર્ય ચાણક્ય દ્વારા વ્યક્તિના જીવનમાં પૈસાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય દેવી લક્ષ્મીને ધનની દેવી માનતા જણાવે છે કે, દેવી લક્ષ્મ સ્વભાવે અત્યંત ચંચળ હોય છે. દેવી લક્ષ્મી એક સ્થાન પર વધારે સમય સુધી રહી શકતા નથી. જેથી કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા પ્રાપ્ત કરવા માટે ઘણી એવી બાબતો છે જેનું આપને હંમેશા ધ્યાન રાખવું જરૂરી હોય છે.

નાણાની બચત કરો:

image source

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વ્યક્તિએ ધનનો ઉપયોગ હંમેશા સમજી- વિચારીને કરવો જોઈએ. જે વ્યક્તિ નાણાને ખર્ચ કરવાની બાબતમાં ધ્યાન નથી રાખતા કે પછી બેદરકારી દાખવે છે અને સમજ્યા- વિચાર્યા વિના ખર્ચ કરે છે તેવી વ્યક્તિઓને મુશ્કેલ સમયમાં ઘણી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું એટલા માટે કેમ કે, ધનને સંકટ સમયમાં સૌથી ઉપયોગી સાથી ગણવામાં આવે છે. એટલા માટે વ્યક્તિએ જયારે તેમની પાસે નાણા હોય ત્યારે તે નાણાનો સમજ્યા વિચાર્યા વિના ખર્ચ કરવાને બદલે નાણાની બચત કરવા પર ધ્યાન આપવું જોઈએ. આપે નાણાની બચત કરવી જોઈએ જેથી ખરાબ સ્થિતિમાં બચત કરેલ ધનનો ઉપયોગ કરી શકો છો.

ધનનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિને હાનિ પહોચાડવા માટે કરવો નહી.

image source

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વ્યક્તિએ પોતાના ધનનો ઉપયોગ હંમેશા સમજી- વિચારીને કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના ધનનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિને હાનિ પહોચાડવા માટે કરે છે તો ધનની દેવી લક્ષ્મી તેવી વ્યક્તિથી રૂષ્ટ થઈ જાય છે. આપે ધનનો પ્રયોગ હંમેશા લોક કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની પાસે જરૂરિયાત કરતા વધારે ધન સંચય કરે છે તો આવી વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલુ જ નહી કેટલીક નવી સમસ્યાઓને પણ જન્મ આપે છે. એટલા માટે વ્યક્તિએ પોતાની જરૂરિયાત જેટલું જ ધન સંચય કરવું જોઈએ કેમ કે, વધારે ધન વ્યક્તિના મનમાં ઘણા પ્રકારની દુષ્ટતાને જન્મ આપે છે.

સામાજિક કાર્યોમાં સહયોગ કરવો જોઈએ.

image source

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ધનવાન વ્યક્તિએ હંમેશા સામાજિક કાર્યોમાં સહયોગ કરતા રહેવું જોઈએ અને પોતે જ સામાજિક કાર્યોમાં રસ લેવો જોઈએ. જે ધનવાન વ્યક્તિઓ પોતાના ધનનો ઉપયોગ સામાજિક કાર્યોમાં કરે છે તેવી વ્યક્તિથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. જયારે વ્યક્તિ પાસે ધન આવે છે તો તે વ્યક્તિએ જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ