સમુદ્રના પાણીમાં તરતાં ગામ વિશે જાણીને લાગશે નવાઈ

તમે બોટ હાઉસ વિશે સાંભળ્યું હશે, વાંચ્યું હશે અને જોઈ પણ હશે. આ જગ્યા એવી હોય છે જ્યાં લોકો થોડા સમય માટે કે દિવસ માટે પાણીની વચ્ચે તરતી બોટમાં રહેવાનો અનુભવ કરે છે. પરંતુ તમે ક્યારેય એવા ગામ અથવા કોઈ સમુદાય વિશે સાંભળ્યું છે કે જે થોડા દિવસો માટે નહીં પરંતુ કાયમ માટે પાણીમાં જ રહેતા હોય ? તેમાં પણ તેઓ તેમની દુનિયાથી બહારની દુનિયાના લોકોને મળવાનું પણ ઈચ્છતા ન હોય ?

image source

આવું એક ગામ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જ્યાં દરેક વ્યક્તિ 24 કલાક પાણીમાં જ રહે છે. આ વાત કાલ્પનિક નથી પરંતુ એક સત્ય હકીકત છે. ચીનના નીંગડે શહેરમાં હજારો લોકો પાણી પર તરતા ઘરોમાં રહે છે. આ કારણ છે કે આ શહેરને તરતા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

આ વસાહત આશરે 1300 વર્ષ જૂની છે અને અહીં 8500 જેટલા લોકો રહે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો પાણી પર રહીને વર્ષોથી જીવે છે. આ વસાહતમાં આશરે 2000 ઘર છે.

image source

નીંગડે સિટીમાં આવેલી આ વસાહત એ વિશ્વનું એકમાત્ર ગામ છે જે સંપૂર્ણ રીતે ઊંડા સમુદ્ર પર સ્થિત છે. આ ગામમાં રહેતા બધા લોકો માછીમારી કરી ગુજરાન ચલાવે છે. તેમના વિશે કહેવામાં એમ પણ આવે છે કે આ સમુદાયના તમામ લોકો તેમની નૌકાઓ પર જ તેમના મકાનો બનાવે છે. તો વળી કેટલાક લોકો લાકડાના પ્લેટફોર્મ બનાવી તેના પર મકાન બનાવે છે.

image source

અહીં આ રીતે વસવાટ શરુ કરવાનું કારણ શાસકોનું ઉત્પીડન પણ હતું. આ અંગે જાણવા મળ્યાનુસાર ઈ.સ. 700માં ચીન પર તાંગ વંશનું શાસન હતું. સોલ્ડરિંગ લોકો આ શાસકોના દમનથી પરેશાન હતા. તેમનો ત્રાસ ધીરેધીરે વધવા લાગતા ત્યાં વસતા લોકો તે વિસ્તાર છોડી અને સમુદ્રમાં સ્થાયી થયા. ત્યારથી આ પ્રજાતિ આ રીતે સમુદ્રના પાણી વચ્ચે ઘર બનાવી જીવન જીવે છે.

image soucre

જો કે આ લોકો હંમેશા સમુદ્રમાં તરતા મકાનમાં રહે છે તેથી તેમને ટાંકા જાતિના લોકો તરીકે ઓળખાય છે. સાથે જ તેમને જિપ્સીજ ઓફ ધ સી પણ કહેવામાં આવે છે. આ લોકો વિશે અન્ય એક વાત પણ પ્રચલિત છે કે તેઓ ન તો સમુદ્રમાંથી બહાર આવે છે ન તો બહાર વસતા લોકો સાથે સંબંધ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ