પતિના નસીબને ચમકાવે છે પત્નીની આ ખાસ વાતો, જાણીને નહીં આવે વિશ્વાસ

હિંદુ ધર્મમાં પતિ પત્નીના સંબંધોને ખાસ મહત્વ અપાયું છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને ખાસ કરીને તે જ્યારે પ્રસન્ન રહે છે ત્યારે ઘરમાં ખુશી આવે છે. હિંદું ધર્મમાં પત્નીને પતિને વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરનો જમણો ભાગ. આ સિવાય પતિવ્રતા સ્ત્રીને પતિની અર્ધાંગિની પણ કહેવામાં આવે છે. જેનો અર્થ છે પત્ની, પતિના શરીરનું અડધું અંગ હોય છે. મતલબ એ કે પત્ની વિના પતિને અધૂરો ગણવામાં આવે છે.

image source

ગરૂડ પુરાણમાં પણ અનેક વાતો છે જેમાં ખાસ ગુણો સાથે પત્નીને ભાગ્યશાળી કહેવાઈ છે. જે વ્યક્તિની પત્નીમાં ખાસ ગુણો હોય છે તેને સ્વયં દેવરાજ ઈન્દ્ર એટલે કે ભાગ્યશાળી સમજવામાં આવે છે. આજે આવા જ કેટલાક ગુણોની વાત કરીશું જે પત્નીમાં હોય તો તેનાથી પતિનું ભાગ્ય ચમકવા લાગે છે અને તેની પ્રગતિ નિશ્ચિત બને છે. તો જાણી લો આ ખાસ ગુણો વિશે.

ગૃહકાર્યમાં માહિર

image source

આવી પત્નીઓ ઘરના સભ્યોના સન્માનની સાથે સાથે દરેક વ્યક્તિની નાની મોટી ચીજોનો ખ્યાલ રાખે છે. જે સ્ત્રી ઘરના કામ જેમકે રસોઈ, સાફ સફાઈ, ઘરની સજાવટ, કપડાં, વાસણ વગેરેમાં માહિર હોય છે તેને ગુણી ગણવામાં આવે છ.

પ્રિયવાદિની

image source

મીઠું બોલનારી સ્ત્રીને પ્રિયવાદિની કહેવાય છે. આજકાલ સ્વતંત્ર સ્વભાવ અને તીખું બોલનારી પત્નીઓ પણ હોય છે. જે જાણતી નથી કે કયા સમયે કઈ રીતે વાત કરવી અને ખાસ કરીને વડીલોનું સન્માન કઈ રીતે કરવું. જો તમારી પત્ની મીઠું બોલનારી હશે તો તમે અને તમારું ઘર તરી જશો.

સંયમિત ભાષાનો પ્રયોગ કરનારી

image source

ગરુડ પુરાણ અનુસાર પતિથી હંમેશા સારી અને સંયમિત ભાષામાં વાત કરનારી અને ધીરે તથા પ્રેમથી બોલનારી સ્ત્રી ગુણી હોય છે. પત્ની દ્વારા આા પ્રકારની વાત કરતાં પતિ પણ ધ્યાનથી વાત સાંભળે છે અને તેની ઈચ્છાઓ પૂરી થાય છે.

પતિપરાયણા

image source

આ પ્રકારની પત્નીઓ પતિની દરેક વાત માને છે. તે ગુણી પત્ની કહેવાય છે. જે મહિલા પતિને બધું માને છે અને પતિ વિશે ક્યારેય ખોટું વિચારતી નથી તેને દેવતા સમાન માનવામાં આવે છે.

દરેક સાથે પ્રેમથી વાત કરવી

image source

કોઈની પણ સાથે પ્રેમથી વાત કરવું પત્નીનો ગુણ હોય છે. ઘરના સભ્યોની સાથે અને પતિ સાથે પ્રેમથી વાત કરવાથી પરિવાર જોડાયેલો રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. આવી સ્ત્રી ગુણી કહેવાય છે. જે ઘરમાં આવી પત્નીઓ છે ત્યાં ક્યારેય ક્લેશ થતો નથી.

ધર્મ પાલન કરનારી

image source

વિવાહ બાદ સ્ત્રી ફક્ત ન પુરુષની અર્ઘાંગિની બનીને ઘરમાં પ્રવેશ કરે છે પણ ઘરની નવી વહુ પણ બને છે. તેનાથી ઘરના લોકો અને સંસ્કારોનો ખાસ સંબંધ બને છે. એક સ્ત્રી ઘરને ઉગારે છે અને ડૂબાડી પણ શકે છે. જો પત્ની ગુણી અને સંસ્કારી હોય તો પતિનું ભાગ્ય ચમકી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ