નવા વર્ષે અજમાવી લો આ ઉપાય, ઉધારમાંથી મળશે તરત જ મુક્તિ

વર્ષ 2020 દેશ અને દુનિયા માટે મુશ્કેલી રૂપ રહ્યુ છે. આ સમયે કોરોના મહામારીના કારણે અનેક ધંધા ઠપ્પ થયા છે ત્યારે લોકોને પણ મોટી મુશ્કેલીઓ વેઠવી પડી છે. અનેક લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે. પરંતુ આ સાથે જ લોકો આશા રાખી રહ્યા છે કે ગણતરીના દિવસોમાં આવી રહેલું નવુ વર્ષ તેમને માટે તમામ નવી સુવિધાઓ અને સમૃદ્ધિઓ લઈને આવે. તેમને કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. લોકો ઈચ્છે છે કે નવા વર્ષે તેમની પર કોઈ ઉધારી ન રહે. તો આ માટે અમે આપને કેટલાક ખાસ અને અસરકારક જ્યોતિષના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે જલ્દી જ રાહત મેળવી શકશો. તો આજથી નવા વર્ષને સારું બનાવવા માટેના આ ઉપાયો શરૂ કરી લો અને સમૃદ્ધિને પણ તમારા આંગણે આમંત્રણ આપી લો.

image source

ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળને શનિવારના દિવસે પૂજા કરીને લગાવો. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે.

image source

એક શ્રીફળ લો અને તેની પર સ્વસ્તિક બનાવો. આ સ્વસ્તિક બનાવવા તમારે સિંદુર એટલે કે કંકુમાં ચમેલીનું તેલ મિક્સ કરવાનું રહેશે. હવે આ શ્રીફળને પૂજા સ્થળમાં રહેવા દો. તમારા કામ જલ્દી પૂરા થશે.

image source

કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ અને લાડુ અને ગોળ તથા ચણાને પ્રસાદ રૂપે ચઢાવો. આ સાથે ઋણમોચક મંગળ સ્ત્રોતનો પાઠ કરો. તમને તરત જ લાભ મળશે.

image source

આ સિવાય તમે 5 ગુલાબના ફૂલ, 1 ચાંદીનું પાન, થોડા ચોખા અને ગોળ લો. તમામ ચીજોને સફેદ કપડામાં બાંધો. અને 21 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. આ પોટલીને પાઠ સાથે પર્વાહિત જળમાં પધરાવી લો. આવું 7 સોમવાર સુધી કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.

image source

આ સિવાય મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ અને અહીં તેલ અને સિંદુર ચઢાવો. માથા પર સિંદુરનું તિલક કરો. તેનાથી તમને લાભ મળશે અને તમારા અટકેલા કામ પણ હનુમાનજીની કૃપાથી અવરોધ વિના પૂરા થશે.

image source

બુધવારના દિવસે સવા પાવ મગને બાફો અને તેમાં ઘી અને ખાંડ મિક્સ કરીને ગાયને ખવડાવી આવો. આમ કરવાથી તમને તરત જ ઉધારમાંથી મુક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ