માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા જરૂરથી કરો સંધ્યા સમયે આ ખાસ કામ…

સાંજ ના સમયે જરૂર થી કરો આ કાર્ય, લક્ષ્મી માતાની મળશે અસીમ કૃપા, દૂર થશે ધનની કમી

મિત્રો, માતા લક્ષ્મી એ વૈભવ, યશ અને કીર્તિના દેવી છે. જો દેવીમાતા લક્ષ્મી એકવાર કોઈ પર પ્રસન્ન થઇ જાય એટલે કે કોઈ પર પોતાની વિશેષ કૃપા વરસાવી દે તો તેના પર ધનની વર્ષા થવા લાગે છે. જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે અમુક વિશેષ પ્રકારના પૂજન-અર્ચન કરવા પડે છે.

image source

એવી પૌરાણિક માન્યતા છે કે, જે ઘરમા દેવીમાતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યા ક્યારેય પણ ધનની કમી નથી થતી. એવી અમુક માન્યતા છે કે, જો તમે સાંજના સમયે અમુક વિશેષ કાર્ય કરો છો તો દેવી માતા લક્ષ્મીની તમારા પર અસીમ કૃપા બની રહે છે અને તમે ક્યારેય પણ નાણા સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાતા નથી. તો ચાલો જાણીએ ક્યા છે આ વિશેષ કાર્યો.

image source

સાંજના સમયે કરો આ વિશેષ કાર્યો :

સાંજના સમયે મંદિરમા દીવડા પ્રગટાવીને ધૂપ કરીને પ્રભુની આરતી અવશ્યપણે કરવી. પૂજન પૂર્ણ થાય એટલે ભોગ સ્વરૂપે પ્રભુને મિષ્ટાન અર્પણ કરો. આ ઉપરાંત સાંજના સમયે ભૂલ્યા વગર તુલસીના છોડ પાસે દીવડો પ્રગટાવી તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરવુ. સાંજના સમયે જ્યારે તમે ઘરે પાછા ફરી રહ્યા હોવ ત્યારે ક્યારેય પણ ખાલી હાથે ના આવવુ.

image source

તમારે તમારી સાથે કંઇકને કંઇક જરૂર લઇને આવવુ. આ સિવાય સાંજના સમયે ઘરમા પૂર્વજોની ફોટો સામે દીવડાઓ પ્રગટાવી તેમના વિશેષ આશીર્વાદ અવશ્યપણે લેવા. જો તમે નિયમિત આ કાર્યો કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને તમારુ જીવન સુખ-શાંતિથી ભરપૂર રહે છે.

આ કાર્યો ક્યારેય પણ ના કરવા :

image source

માતા લક્ષ્મી ક્યારેય પણ તે ઘરોમા વાસ નથી કરતા જ્યા હંમેશા ઝઘડા, વાદ- વિવાદ અને અન્નનુ અપમાન થાય છે. માતા લક્ષ્મી ક્યારેય પણ એવા ઘરોમા વાસ કરતા નથી કે જ્યા નિયમિત સવારે અને સાંજે ઈશ્વરનુ પૂજન-અર્ચન થતુ નથી. જો તમને સૂર્યોદય પછી પણ સુવાની ટેવ હોય તો આ ટેવ તુરંત છોડી દો.

image source

માતા લક્ષ્મી એવા ઘરોમા ક્યારેય પણ વાસ નથી કરતા કે જ્યા ઘરના તમામ સભ્યો સૂર્યોદય થયા બાદ પણ મોડા સુધી સૂતા રહે છે. માતા લક્ષ્મી હમેંશા એવા ઘરમા વાસ કરવાનુ પસંદ કરે છે જ્યા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામા આવે છે, તે તેવા ઘરોમા ક્યારેય પણ વાસ નથી કરતા કે જ્યા ગંદકી હોય છે અથવા તો જે ઘરમા વડીલોનુ અવારનવાર અપમાન કરવામા આવતુ હોય છે, આ ઘરના સદસ્યો પર માતા લક્ષ્મી ક્યારેય પણ પોતાની કૃપા વરસાવતા નથી અને સદાય તેમના પર ક્રોધિત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ