પતિના કેન્સરે ડીમ્પલના જીવનનો ધ્યેય જ બદલી નાખ્યો, પ્રેમથી પણ કેન્સરને માત આપી શકાય…Must Read

જ્યારે કોઈ પણ વ્યક્તિની બિમારીનું નિદાન થાય અને તે નિદાનમાં જો વ્યક્તિને કેન્સર છે તેવું જાણવામા આવે તો તે વ્યક્તિ તો ભાંગી જ પડે છે પણ તેનો આખો પરિવાર અને તેને પ્રેમ કરતી અત્યંત નજીકની વ્યક્તિ પણ ભાંગી પડે છે. તેમની આંખો પર અંધારુ છવાઈ જાય છે અને શું કરવું શું ન કરવુંની મુંઝવણમાં મુકાઈ જાય છે જીવ બેબાકળો થઈ જાય છે.

image source

પણ આજના આપણા આ લેખમા આપણે એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ જે એક ફાઇટર છે તે પોતાના પતિને પોતાના પ્રેમ તાકાતથી મોતના મોઢામાંથી બહાર લઈ આવી છે.

ડીમ્પલ પરમાર લવ હીલ્સ કેન્સર અને ZenOnco.io ની સ્થાપક છે તેણી પોતે પણ કેન્સર રીસર્ચર અને કાઉન્સેલર છે. તેણી અંગત રીતે એ સારી રીતે જાણે છે કે કેન્સર પેશન્ટ અને તેની સંભાળ કરતાએ આ જીવલેણ રોગમાંથી બહાર નીકળવા માટે કેવી તકલીફ દાયક સ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. જ્યારે તેણી સાથે આવું જ કંઈક બન્યુ ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે આજની સ્વાસ્થ્ય સંભાળ રીત એટલે કે તંત્રમાં હોલિસ્ટિક હિલિંગ એટલે કે સર્વગ્રાહી ઉપચારના વલણનો અભાવ છે. જેનાથી કેન્સર પેશન્ટની રીકવરીમાં ઘણો બધો ફરક પડી શકે છે.

image source

ડીંપલ એક ફાઈટર છે તેણી કેન્સર પીડીત પેશન્ટની પીડાને દૂર કરવા માટે ઉત્તમોત્તમ પ્રયાસ કરવા હંમેશા તત્પર રહે છે. પણ ડીંપલ આ મુકામે પહોંચી કેવી રીતે ? તો ચાલો જાણીએ ડીંપલની આપવીતી.

ડીંપલ અને નિતેશની પ્રેમ કહાની

ડીંપલ તે વખતે કોલકાતાની આઈઆઈએમ ઇન્સ્ટીટ્યૂટથી એમબીએ કરી રહી હતી. તેણી તે વખતે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી અને તે જ દરમિયાન તેણી નીતેશ પ્રજાપતની મિત્ર બની. અને તે બન્ને ખુબ નજીક આવી ગયા. તે દરમિયાન નીતેશને ત્રીજા સ્ટેજનું કોલોરેક્ટલ કેન્સર હોવાનું નીદાન થયું.

image source

આ જાણીને ડીમ્પલ અને નીતેશ બન્ને આઘાતમાં સરી પડ્યા. તે બન્ને એ વિચારીને ખુબ આશ્ચર્ય થયું કે નીતેશ જેવા યુવાન, હંમેશા પ્રવૃત્તિશીલ અને સ્વસ્થ દેખાતો માણસ સાથે આવું કેવી રીતે થઈ શકે. તેણે કેન્સર સામે લડવં જ પડશે.

ધીમે ધીમે ડીમ્પલની નીતેશ માટેની લાગણી ઉંડી થવા લાગી. તે એક સ્માર્ટ, ઇટેલીજન્ટ, પ્રતિભાશાળી યુવાન હતો. તે એક સારો માણસ પણ હતો. ડીમ્પલ તેની આ મુશ્કેલ ઘડિયોમાં તેને એકલો છોડવા નહોતી માગતી. તે પણ તેની સાથે કેન્સર સામે લડવા માગતી હતી.

image source

પોતાના ત્રીજા સ્તરના કેન્સરના ઉપચાર માટે નીતેશે મુંબઈ શીફ્ટ થવું. પડ્યું ત્યાર બાદ કેટલાક મહિને તે કોલકાતા પાછો ફર્યો અને ફરી પાછી કોલેજ જોઈન કરી લીધી. અને આ વખતે નિતેશ અને ડીમ્પલ એક સાથે રહેવા લાગ્યા. ડીમ્પલ દીવસ-રાત તેની સાથે રહેતી હતી અને તેની ખુબ જ સંભાળ લેતી હતી. તેમની વચ્ચેનું બંધન વધારે અને વધારે મજબુત થતું જતું હતું.

તે દીવસે દીવસે એકબીજા વિષે નવું નવું જાણતા જતા હતા અને આ જ રીતે તે બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા. ત્યાર બાદ નીતેશની સર્જરી કરવામાં આવી. જ્યાર પછી તેને એકધારી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી અને તેણે અગણિત કેમોથેરાપીમાંથી પસાર થવું પડતું. આ દરમિયન તેમની કોલેજ તો ચાલુ જ હતી. એક દીવસ નિતેશે પોતાનો ડીમ્પલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેણીને પોતાની સ્થિતિ જાણતી હતી તેમ છતાં પોતાની સાથે લગ્ન કરવા પુછી જ લીધું. ડીમ્પલે તરત જ હા પાડી દીધી.

image source

ધીમે ધીમે બધું સરસ થઈ રહ્યું હતું. કોલેજ બાદ નીતેશ અને ડીમ્પલ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરવા લાગ્યા. તેઓ જ્યારે 2017માં ગ્રેજ્યુએટ થયા ત્યારે કોલકાતા આઈઆઈએમના કેમ્પસમાં જ તેમણે સગાઈ કરી લીધી.

ત્યાર બાદના થોડા જ મહિનામાં નિતેશના કેન્સરે ફરી ઉથલો માર્યો આ વખતે તેનું કેન્સર ચોથા સ્ટેજનું હતું અને અસંખ્ય કેન્સરની ગાંઠો થઈ હતી.

ડીમ્પલે બીજો કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની જોબમાંથી બ્રેક લઈને નિતેશની સંભાળ લેવાની શરૂ કરી દીધી. લોકો તેને ઘણું કહેતાં કે હવે બચવાના કોઈ જ ચાંસ નથી, પણ તેણી કોઈ પણ સંજોગોમાં હાર માનવા તૈયાર નહોતી. તે વખતે તેણીએ બીજા દેશોમાં આ કેન્સરની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે તે વિષે સંશોધન કરવાનું શરુ કર્યું. તેણી તેના કેન્સરને દૂર કરવા માટે બધું જ કરી છૂટવા તૈયાર હતી. તેણીનું એવું માનવું હતું કે પ્રેમ અને વિશ્વાસ પોતાની વાહલી વ્યક્તિને સાજી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

image source

ચોથા સ્ટેજના કેન્સરની જાણ થયાના તુરંત બાદ બન્નેએ લગ્ન કરી લીધા અને સારવાર માટે યુ.એસ.એ જવા રવાના થયા

અહીં તેમને એક ગુજરાતી ફેમિલિએ ખુબ સપોર્ટ કર્યો જો કે બીજા ઘણા બધા લોકો હતાં જેમણે તેમને મદદ કરી હતી. તેમને ખબર હતી કે આ સારવાર કામ કરે પણ ખરી અને ન પણ કરે પણ તે દરમિયાન ડીમ્પલ સતત નિતેશને પોઝિટિવ, ખુશ અને આનંદીત રાખવા માગતી હતી.

આ દરમિયાન ડીમ્પલ જરા પણ નિરાશ ન થઈ. તે એક-ડોઢ વર્ષ દરમિયાન ઘણું બધું થઈ ગયું – તેઓ એકબીજાને મળ્યા, એકબીજાની નજીક આવ્યા, એકબીજાના પ્રેમમાં પડ્યા, એક સાથે કેન્સર સામે લડ્યા, લગ્ન કર્યા અને નિતેશ મૃત્યુ પામ્યો.

image source

પતિના મૃત્યુ બાદ ડીમ્પલને પોતાની જાત સંભાળતા ઘણો સમય લાગ્યો. અને તે દરમિયાન ડીમ્પલની મુલાકાત કેટલાક એવા સાયન્ટિસ્ટ્સ સાથે થઈ જેઓ કેન્સર પેશન્ટની સુખાકારી માટે કામ કરતા હતા. ડીમ્પલે તેમની પાસેથી કેન્સરની બધી જ પ્રકારની સારવારો તેમ જ તેની હિલિંગ પ્રોસેસ વિષે જાણ્યું. નિતેશના મૃત્યુ બાદ ડીમ્પલે ‘લવ હિલ્સ કેન્સર’ની શરૂઆત કરી.

ત્યારથી અત્યાર સુધીમાં તેમણે 500થી પણ વધારે કેન્સર પેશન્ટનું કાઉન્સેલિંગ કર્યું છે. તેણીની આ સંસ્થાએ સેંકડો લોકોના જીવન બચાવવામાં મદદ કરી છે. તેણીની આ સંસ્થા કેન્સર પેશન્ટને આર્થિક રીતે તો મદદ નથી કરી શકતી પણ તે સિવાયની દરેક મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે.

image source

તેણીએ લવ હીલ્સ કેન્સર સંસ્થાની સાથે સાથે જ , ZenOnco.io ના પણ પાયા નાખ્યા છે. જે આજની સ્વાસ્થ્ય સંભાળ તંત્ર કે જેમાં સર્વગ્રાહી ઉપચારનો અભાવ છે તેને દૂર કરે છે. તેમજ તેઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી થેરાપીઓનો ઉપયોગ કરીને કેન્સરને દૂર કરવાનું કામ કરે છે. તેમનું લક્ષ કેન્સર પેશન્ટના જીવનની ગુણવત્તા સુધારવાનું અને કેન્સરનો જે આ સમગ્ર દુનિયામાં ભય ફેલાયેલો છે તેનાથી મુક્ત કરવાનું છે.

તેમના આ લક્ષ માટે તેઓ ડોક્ટરો તેમજ સાયન્ટિસ્ટો સાથે કામ કરવા માગે છે અને તેના થકી પુરાવા આધારીત સંકલિત ઓન્કોલોજી સેવાઓ આપીને એક સંપુર્ણ સ્વાસ્થ્ય સંભાળ પુરી પાડવા માગે છે. તેઓ પોતાનું આ કામ એવા વૈજ્ઞાનિકો સાથે કરી રહ્યા છે જેઓ છેલ્લા પચાસ વર્ષથી કેન્સર પર સંશોધન કરી રહ્યા છે.

image source

આજે સંપુર્ણ વિશ્વમાં આ સસ્થાના 50 હેલ્થકેર એક્સપર્ટ કેન્સર સાથે સંબંધીત સેવાઓ પુરી પાડે છે જેમ કે કેન્સરના પેશન્ટે શું ખાવું શું ન ખાવુંના ડાયેટ પ્લાન્સ જેમાં જડી બુટ્ટીઓ, ખોરાકની રેસેપી વિગેરોનો પણ સમાવેશ થાય છે. તેમજ કેન્સર પેશન્ય માટેની ફીટનેસ એક્સરસાઇઝ અને ખાસ કરીને પ્રેમ અને સપોર્ટ શોધી આપવાનું પણ તેઓ કામ કરે છે.

કેન્સર ગ્રસ્ત વ્યક્તિ તો શારીરિક માનસિક રીતે નબલી પડી જ જાય છે પણ તેની નજીકના તેને પ્રેમ કરતાં લોકોની હાલત પણ તેટલી જ દયાજનક હોય છે. ડીમ્પલ પોતાની આ સંસ્થા દ્વારા લોકોમાં વિશ્વાસ જગાવવા માગે છે કે પ્રેમ અને વિશ્વાસની પણ અનેરી તાકાત હોય છે અને તે દર્દીને ગંભીર બીમારીઓમાંથી ઉઠવામાં મદદરૂપ થઈ શકે છે.

image source

ખરેખર ડીમ્પલનું આ કૃત્યુ તેને બિરદાવવાને પાત્ર છે. આજે ડીમ્પલની આ નિઃસ્વાર્થ સંસ્થા દુનિયા ભરના પેશન્ટને આધાર આપવા માટે ચોવીસે કલાક ખુલ્લી છે. તેણીના આ નિઃસ્વાર્થ, આશાથી ભરપુર પ્રયાસને લાખો સલામ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ