નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો આ વસ્તુઓના થશે દર્શન તો ચમકી જશે કીસ્મત !!!

નવરાત્રીમાં જો આ વસ્તુઓના દર્શન થયા તો માતાજી તમારા પર પ્રસન્ન થયા સમજજો

image source

29 સપ્ટેમ્બરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે. જેની આતુરતાથી માઈભક્તો રાહ જોઈને બેઠા છે અને યુવાનો રંગબીરંગી વસ્ત્રો સજાવીને બેઠા છે. નવરાત્રી એ દુનિયાનો સૌથી લાંબો તહેવાર છે. જેને નવ રાત્રી સુધી સતત ઉજવવામાં આવે છે. માઈ ભક્તો નવ દિવસ માતાની ભક્તિમાં લીન રહે છે અને ઉપવાસ તેમજ આરાધના કરીને માતાજીને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે.

image source

આ તહેવારમાં માતાજીના દરેક સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. અને તેમની આરાધનાથી ભક્તોને અપાર શક્તિ તેમજ માતાજીનો આશિર્વાદ મળે છે. દેશના દરેકે દરેક માતાજીના મંદીરમાં આ ઉત્સવની ભવ્ય ઉજવણી કદરવામાં આવે છે. અને સમગ્ર દેશમાં એક દૈવી શક્તિની પ્રતિતિ થાય છે. પણ જો આ ઉત્સવ દરમિયાન એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો તમને નીચે જણાવેલી વસ્તુઓના દર્શન થાય તો તમારું ભાગ્ય ખુલી જશે.

જાણીલો આ દસ વસ્તુઓ વિષે.

વહેલી સવારે શ્રીફળ અથવા પુષ્પના દર્શન

image source

જો સવારે ઉઠતાં જ તમને શ્રીફળ અથવા પુષ્પના દર્શન થાય તો તે સંકેત છે કે તમારા પર મહાકાળીમાતા પ્રસન્ન થયા છે અને નજીકના દીવસોમાં જ તેમની તમારા પર કૃપા થશે.

રસ્તે જતાં સોળશ્રૃંગાર સજેલી સ્ત્રી જોવા મળી જાય

image source

જો તમે ઘરની બહાર નીકળ્યા હોવ અને તમને રસ્તામાં કોઈ સોળ શ્રૃંગાર સજેલી સ્ત્રી જોવા મળી જાય તો સમજવું કે તમારા મુશ્કેલી ભર્યા દિવસોનો અંત આવી રહ્યો છે. અને હવે બસ શુભ દિવસો જ આવશે. લક્ષ્મીજીની કૃપા થશે.

મંદીર બહાર ગાયના દર્શન

image source

જો નવરાત્રી દરમિયાન તમે મંદીરે પુજા કે દર્શન કરવા ગયા હોવ અને મંદીરમાંથી બહાર નીકળતાં જ તમને ગૌમાતાના દર્શન થાય તો સમજવું તમારી ઇચ્છાઓ પુર્ણ થવાના દીવસો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન તમે ગાયને રોટલી પણ ખવડાવીને પુણ્ય કમાઈ શકો છો.

સ્વપ્નમાં શંખ દર્શન

image source

જો તમને સપનામાં મોટો શંખ આવે તો નજીકના જ ભવિષ્યમાં તમારી પ્રગતિ થવાની છે તેવું માની લેવું. એમ પણ વાસ્તુશાસ્ત્રમાં શંખનાદને એક અલગ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ઘરમાં રોજ સવાર સાંજ શંખ ફૂંકવામા આવે તો ઘરની મૃત એનર્જી પુનર્જીવીત થાય છે અને ઘરના ખૂણેખૂણે હકારાત્મકતા ફેલાઈ જાય છે. સ્વપ્નમાં શંખ દર્શન એ તમારી પ્રગતિના સંકેત છે.

સ્વપ્નમાં ધનપ્રાપ્તિ

image source

જો તમારા સ્વપ્નમાં તમને કોઈ ધન પ્રાપ્તિ થતી હોય અને ખાસ કરીને જો કોઈ બાળ કન્યા તમને પૈસા આપતી જોવા મળે તો તે ખુબ જ શુભ સંકેત છે. અને નવરાત્રી દરમિયાન જો તમને આવું સ્વપ્ન આવે તો અત્યંત શુભ છે કારણ કે બાળકીઓને સાક્ષાત દુર્ગા માતા માનવામાં આવે છે. આવા સ્વપ્નથી ખ્યાલ આવે છે કે દેવીમાં તમારા પર પ્રસન્ન છે.

સ્વપ્નમાં ઘૂવડ દર્શન

image source

નવરાત્રી દરમિયાન તમને જો સ્વપ્નમાં ઘૂવડ જોવા મળે તો સમજી લેવું કે માતાજી તમારા પર પ્રસન્ન થઈ ગયા છે અને થોડા જ સમયમાં તમારા પર ધનવર્ષા થવાની છે.

સ્વપ્નમાં સર્પ દર્શન

image source

જો તમને સ્વપ્ન આવે અને તમારા સ્વપ્નમાં સાપ સ્થીર હોય એટલે કે બેઠેલો હોય તો સમજવું કે તમને થોડા ક જસમયમાં ધનપ્રાપ્તિ થશે. અને ઘર આર્થિક રીતે સધ્ધર બની જશે.

image source

તો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થાઓ અને તેમના દ્વારા આપવામાં આવતા સંકેતોને સમજો અને જીવનને ઉજ્જ્વળ બનાવવા પ્રયાસ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ