સેલેબ્રીટીઝની પાસપોર્ટ તસ્વીરો થઈ વાયરલ, એક ક્લિકે જોઇ લો તમે પણ આ PICS

આપણા માનિતા સેલેબ્રીટીઝની પાસપોર્ટ તસ્વીરો થઈ રહી છે વાયરલ

image source

આપણા સૂપર સ્ટાર્સ તે પછી બોલીવૂડના હોય કે હોલીવૂડના હોય તેઓ ગમે તેટલા થાકેલા હોય કે પછી ઉંઘમાંથી ઉઠ્યા હોય કે પછી ક્યાંક લાંબી મુસાફરી કરીને આવ્યા હોય, આપણે હંમેશા તેમની પાસે એવી જ અપેક્ષા રાખીએ છે કે તેઓ હંમેશા અપટુડેટ જ લાગવા જોઈએ. તેમના વાળની એક લટ પણ આઘીપાછી ન થવી જોઈએ કે તેમની આંખની આસપાસ કાળા કુંડાળા પણ ન દેખાવા જોઈએ.

image source

તમે જો સેલેબ્રીટી હોવ તો તમારી પાસે હંમેશા સારા દેખાવાની જ અપેક્ષા રાખવામાં આવે છે. તે પણ 24 કલાક સાતે દિવસ.

પણ આપણે હંમેશા એકવાત ભૂલી જઈએ છે કે તેઓ પણ આપણી જેમ એક સામાન્ય માણસ જ છે અને તેમને પણ દિવસ દરમિયાન રિલેક્સ રહેવાને હક્ક હોય છે તેમનો દેખાવ પણ ક્યારેક ખરાબ હોઈ શકે છે. પણ આપણે તે વિષે નથી વિચારતા. અને તેમની થોડી પણ ખરાબ તસ્વીર આવે કે તરત જ તેના પર વિવિધ જાતની કમેન્ટ આવવા લાગે છે.

image source

તો આજે અમે તમને તમારા માનિતા સેલેબ્રીટીની કેટલીક પાસપોર્ટ સાઇઝ તસ્વીરો બતાવવા જઈ રહ્યા છે જેમાં તમે જોશો કે તેઓ પણ આપણા જેવા જ સામાન્ય લોકો છે. આપણને હંમેશા આપણા આઈડી કાર્ડના ફોટોની ફરિયાદ રહે છે કે તેમાં આપણે સારા નથી લાગતા અને તમારી ખરાબ તસ્વીર તમે કોઈને બતાવવા પણ નથી ઇચ્છતા. અને આપણા આ સેલેબ્રીટી પણ આવું જ વિચારતા હોય છે.

તો ચાલો જોઈએ તેમના તે ફોટા જેમાં તેઓ સાવ જ સામાન્ય લાગે છે અને આપણી જેમ તેમના ફોટો પણ ક્યારેક ક્યારેક સારા નથી આવતા હોતા.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાય પોતાના પાસપોર્ટના ફોટોમાં ગર્લ નેક્સ્ટ ડોર જેવી જ સામાન્ય લાગી રહી છે.

જસ્ટીન બીબર

image source

કેનેડિયન પોપ સિંગર અને લાખો યુવતિઓના દીલ પર રાજ કરનાર જસ્ટીન બીબર પણ પોતાની પાસપોર્ટની તસ્વીરમાં કોઈ સામાન્ય કીશોર જેવો લાગી રહ્યો છે.

શાહરુખ ખાન

image source

શાહરુખ ખાન બોલીવૂડનો રોમાન્સનો બાદશાહ છે માટે તેની પાસે હંમેશા હેન્ડસમ હોવાની જ અપેક્ષા રાખવામાં આવે છે. આ તસ્વીરમાં તમે તેને સામાન્ય લૂકમાં જોઈ શકો છો.

બેયોન્સે

image source

વિશ્વ વિખ્યાત પોપ સિંગર બેયોન્સે કે જે પોતાની કોન્સર્ટ માટે કરોડો ડોલરનું વળતર મેળવે છે તેની પાસપોર્ટ તસ્વીર કોઈ સામાન્ય યુવતિ જેવી જ છે.

સની લિયોને

image source

સની લિયોનેના આજે કરોડો ફોલોઅર્સ છે. તેની સુંદરતા પાછળ લોકો પાગલ છે પણ જ્યારે તમે તેની પાસપોર્ટની તસ્વીર જોશો ત્યારે તે અત્યંત સામાન્ય યુવતિ જેવી લાગે છે.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકા ચોપરા પોતાના બોલ્ડ અંદાજના કારણે અને પોતાના કોન્ફીડન્સના કારણે જાણીતી છે. આ પાસપોર્ટ સાઇઝ તસ્વીરમાં તમે તેના સેલ્ફ કોન્ફીડન્સને જોઈ શકો છો.

સિદ્ધાર્થ મલ્હોત્રા

image source

સિદ્ધાર્થ મલ્હેત્રાની આ કોઈ પાસપોર્ટની તસ્વીર તો નથી પણ પાસપોર્ટ સાઇઝની ચોક્કસ છે. તસ્વીર જોતાં આ તસ્વીર તેની કિશોરાવસ્થાની લાગે છે તે જ્યારે શાળા કે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હશે ત્યારની છે.

કંગના રનૌત

image source

કંગના રનૌત આજે દરેક પાત્ર સુંદર રીતે ભજવી જાણે છે. તેના પાસપોર્ટ પર તમે એક નજર કરશો તો તમે જોઈ શકશો કે તેણી પણ પોતાના પાસપોર્ટની તસ્વીરમાં કોઈ સામાન્ય યુવતિ જેવી જ લાગી રહી છે.

લેડી ગાગા

image source

લેડી ગાગા સામાન્ય રીતે ફૂલ મેકઅપ અને વિવિધ અને વિચિત્ર પ્રકારની હેરસ્ટાઈલમાં જોવા મળે છે માટે તેનો મૂળ દેખાવ પણ ઘણા લોકો નથી જાણી શક્યા. પણ તેણી મેકઅપ કરતાં મેકઅપ વગર ઘણી સુંદર લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ