આ ઘરેલુ ઉપાયોથી કરી દો માસિકની તારીખને પાછળ, નહિં જરૂર પડે કોઇ દવા લેવાની

માસિક ધર્મને ટાળવાના ઉપાયો

મહિલાઓમાં માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે, જેમાંથી દર મહિને છોકરીઓ અને મહિલાઓને તેનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલીક મહિલાઓની સામે એવી તકો આવે છે, જેના કારણથી તેને પોતાના માસિક ધર્મ ટાળવાના પ્રયત્ન કરે છે.

image source

જો આમ જોવા જઈએ તો બજારમાં એવી કેટલીક દવાઓ ઉપલબ્ધ છે જે મહિલાઓના માસિક ધર્મને ટાળવા માટે સફળ રહે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ પ્રકારની દવાઓનું સેવન કરવું કે સતત સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે હાનિકારક અસર કરે છે. એટલા માટે આપે સૌથી પહેલા ડૉક્ટરનો સંપર્ક કરીને પછી જ પણ જો ખૂબ જ જરૂરી હોય તો જ આ દવાનું સેવન કરવું જોઈએ.

image source

ત્યાંજ કેટલીક મહિલાઓ છે જે પોતાના માસિક ધર્મ ચક્રને ટાળવા માટે ઘરેલુ ઉપાયો અજમાવે છે. જેનાથી તે મહિલાઓનું માસિક ધર્મ ચક્ર તો ટળી જાય છે ઉપરાંત કોઈ શારીરિક નુકસાન પણ થતું નથી. પરંતુ દરેક મહિલાને આવા કુદરતી ઉપચાર વિષે જાણકારી હોતી નથી તો કેટલીક મહિલાઓ પાસે આવા ઉપચારોની જાણકારી તો હોય છે પણ તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનાથી અજાણ હોય છે. એટલા માટે જ આજે આપને આ લેખ દ્વારા આવા જ કેટલાક ઘરેલુ ઉપચાર વિષે જણાવીશું જેનો પ્રયોગ કરીને આપ પોતાના માસિક ધર્મ ચક્રને ટાળવામાં સફળ થાવ અને આપના સ્વાસ્થ્યને પણ લાંબાગાળે કોઈ નુકસાન થાય નહિ.

મસાલેદાર ભોજન:

image source

જો આપ માસિક ધર્મ ચક્ર ટાળવા ઈચ્છો છો તો આપે સૌપ્રથમ મસાલેદાર ભોજનનો ત્યાગ કરવાનો રહેશે. મસાલેદાર ભોજન ખાવાથી આપના શરીરમાં બ્લડ ફ્લો વધી જાય છે, જેનાથી પિરિયડ્સ શરૂ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. પરંતુ જો આપ એવું નથી ઇચ્છતા તો મરચું, કાળું મરચું અને લસણનો ત્યાગ કરવો ખૂબ જરૂરી બની જાય છે.

જિલેટીન:

image source

જો આપ પોતાના પિરિયડ્સને આગળ વધારવા ઈચ્છો છો તો આપ જિલેટિનનો પણ સહારો લિ શકો છો. આપ એક વાટકી પાણીમાં જિલેટિનને ઘોળી લો અને તેને તરત જ પી જાવ. જિલેટીનનું સતત આ રીતે સેવન કરીને આપ જેટલા દિવસ ઈચ્છો છો તેટલા દિવસ સુધી પીરીયડ્સને ટાળવામાં સફળ થઈ શકો છો. જો કે એક વાતનું હમેશા ધ્યાન રાખવું જોઈએ કે ભલેને આપ આ કુદરતી ઉપચારથી પીરીયડ્સ ટાળી રહ્યા છો, પરંતુ લાંબા સમય સુધી આમ જિલેટીનનો ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. આવામાં સારું રહેશે કે આપ ડૉક્ટરની સલાહ લઈને જ જિલેટીનનો ઉપયોગ કરવો.

લીંબુ:

image source

લીંબુ આપના માસિક ધર્મ ચક્રને ટાળવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીંબુના ખટાશ ભરેલ ફળ માંથી આપને ભરપૂર માત્રામાં વિટામીન સી મળી શકે છે. એટલું જ નહિ લીંબુ પીરીયડ્સને ટાળવા માટે, વધારે બ્લડ ફ્લોને કંટ્રોલ કરવા માટે કે તેને રોકવાનું કામ કરે છે. એટલા માટે આપ લીંબુને ચાવવું કે ખાવાનો પ્રયત્ન કરવો પડશે. આના સિવાય આપ સતત પાણીમાં લીંબુ નીચવીને પણ પી શકો છો.

રાસબેરી:

image source

લીંબુ સિવાય આપ રાસબેરીનું પણ સેવન કરીને પોતાના માસિક ધર્મ ચક્રને ટાળવા માટે સફળ થઈ શકો છો. રાસબેરીમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વિટામીન સી રહેલ હોય છે. જેના કારણથી આપ માસિક ધર્મ ચક્રને નિયંત્રણ કરી શકવામાં સફળ થઈ શકો છો. આપને જણાવી દઈએ કે રાસબેરીના પાનમાં ફ્રેગેરિન અને એલકોલોઇડ હોય છે. આ આપના પીરીયડ્સ દરમિયાન મરોડને ઓછી કરે છે અને યુટ્રસને આરામ આપવાનું કામ કરે છે.

વિનેગર:

image source

જો આપ પીરીયડ્સને ટાળવા ઈચ્છો છો તો આપ વીનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આપે વીનેગરનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આપે એક ગ્લાસ પાણીમાં ત્રણ થી ચાર ચમચી વિનેગર ભેળવીને દિવસમાં બે થી ત્રણવાર પીવું. આમ કરવાથી આપ ત્રણ થી ચાર દિવસ સુધી પોતાના પીરીયડ્સને ટાળી શકો છો.

ધ્યાન રાખવું કે જો આપ આ બધા ઉપાયોને અપનવવાનો પ્રયત્ન કરો છો તો આપ આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું કે આપના સ્વાસ્થ્ય પર આની કોઈ એલર્જી ના થાય. જો આમ થાય છે તો આપે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ