બે કપથી વધારે ના પીતા હવે દૂધ, નહિં તો બની શકો છો આ મોટી બીમારીનો ભોગ

વધારે દૂધ પીવાના નુકસાન

image source

આમ તો દૂધ ખુબજ હેલ્ધી માનવામાં આવે છે અને નાનપણથી જ નિયમિત રીતે દૂધ પીવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ જો આપ મિલ્ક લવર છો તો આ માહિતી આપના માટે શોક જેવી હોઈ શકે છે. નવી રીસર્ચની માનીએ તો દરરોજ દૂધ પીવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.

જે મહિલાઓને દૂધ પીવાનું ખુબજ પસંદ છે તેમના માટે આ ખબર શોક જેવી હોઈ શકે છે. જી હા, દૂધ જેવી સૌથી હેલ્ધી ફૂડ માનવામાં આવે છે, દૂધ જે નાનપણથી જ મમ્મી-પપ્પા બાળકોને બોલી-બોલીને ઘણું બધું પીવડાવે છે, દૂધ જે કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે અને હાડકાઓને મજબુત બનાવે છે, ત્યાંજ દૂધ હવે કેન્સરનું કારણ પણ બની રહ્યું છે. નિયમિત રીતે રોજ દૂધ પીવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ૮૦% વધી જાય છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ એક નવી રિસર્ચમાં આ વાત સામે આવી છે.

image source

૨-૩ કપ દરરોજ પીવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ૮૦%

અમેરિકાની કેલીફોર્નીયા સ્થિત લોમા લિંડા યુનીવર્સીટીમાં આ રીસર્ચ થઈ જેમાં અણુસંશોધનકર્તાઓને કેટલાક ભયાનક ખુલાસા કર્યા. એના મુજબ દરરોજ 1 કપ એટલે કે લગભગ ૨૫૦ml દૂધ પીવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ૫૦% સુધી હોય છે જયારે એવી મહિલાઓ જે ૨ થી ૩ કપ રોજ પીવે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો ૭૦ થી ૮૦% સુધી વધી જાય છે.

image source

સ્ટડીના ઓથર ગૈરી ઈ ફ્રેજર કહે છે કે, આપણી પાસે આ વાતના નક્કર પુરાવા છે કે દરરોજ ડેરી મિલ્ક પીવાથી કે પછી ડેરી મિલ્કની કોઈ એવું તત્વ રહેલ હોય છે જેના કારણ થી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો કેટલાક ગણો વધી જાય છે.

ખાનપાનની આદતો પર ૮ વર્ષ સુધી નજર રાખવામાં આવી.

આ રિસર્ચના પરિણામોને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇપીડેમોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલ. આ રિસર્ચમાં ૧૦૦-૨૦૦ નહી પરંતુ નોર્થ અમેરિકાની ૫૩ હજાર મહિલાઓને સામેલ કરવામાં આવી અને તેમની ડાયટથી જોડાયેલ રોજની આદતો પર લગભગ ૮ વર્ષ સુધી નજર રાખવામાં આવી. આ બધી મહિલાઓ રિસર્ચનો ભાગ બનતા પહેલા પૂરી રીતે કેન્સર ફ્રી હતી.

image source

રીસર્ચ દરમિયાન આ મહિલાઓની ડાયટ અને ખાનપાનની આદતોથી જોડાયેલી કેટલાક સવાલો પૂછવામાં આવ્યા. આના સિવાય પણ કેટલાક સવાલો પૂછવામાં આવ્યા જેવા કે બ્રેસ્ટ કેન્સરની ફેમીલી હિસ્ટ્રી છે કે નહી, ફીજીકલ કેટલી થાય છે, આલ્કોહોલનું સેવન કેટલું કરો છો, હોર્મોનથી જોડાયેલ કોઈ સમસ્યા છે કે નહી, કોઈ અન્ય પ્રકારની દવા તો નથી લઈ રહ્યા અને પ્રજનન અને ગાયનેકોલોજી થી જોડાયેલ કોઈ સમસ્યા છે કે નહી.

ગાયના દુધમાં રહેલા હોર્મોન જવાબદાર હોઈ શકે છે.

image source

જો કે આ રિસર્ચમાં ફક્ત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને સ્ટડીમાં દૂધ પીવાથી કેન્સર કેમ થાય છે આ વાતનું કારણ સાબિત નથી કરી શકાયું પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો ગાયના દુધમાં રહેલા એક પ્રકારના હોર્મોન એના માટે જવાબદાર માનવામાં આવી શકે છે.

image source

આ સ્ટડીને પૂરી કરતા કરતા રિસર્ચમાં સામેલ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના લગભગ ૧૧૦૦ નવા કેસ સામે આવી ચુક્યા હતા. કેન્સરના રિસ્કનો સંબંધ ફૂલ ફેટ મિલ્ક, લો ફેટ મિલ્ક કે નો ફેટ મિલ્ક થી નથી થતું. ત્રણેવ પ્રકારના દૂધનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધવાની વાત સામે આવી છે.

૮ માંથી 1 મહિલા થઈ રહી છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર:

image source

બ્રેસ્ટ કેન્સર આજે મહિલાઓમાં થનાર બીજું સૌથી સામાન્ય કેન્સર બની ગયું છે આંકડાઓ મુજબ, ભારતમાં દર ૮ મહિલા માંથી 1 મહિલા બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઈ જાય છે. એટલા માટે -આ કેન્સરના પરીક્ષણ માટે યોગ્ય સમયે તપાસ કરાવી જોઈએ. તપાસ સિવાય બ્રેસ્ટ કેન્સરના લક્ષણો વિષે પણ જાણકારી હોવી પણ ખુબ જરૂરી છે.

નેશનલ બ્રેસ્ટ કેન્સર ફાઉનડેશન મુજબ, બ્રેસ્ટ કેન્સરના કેટલાક કારણો એવા હોય છે જેનાથી અંતર બનાવી રાખવામાં આવે તો બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે, જેવા કે દારૂનું સેવન, ધુમ્રપાન, ખાનપાનની આદતો વગેરે.

image source

બ્રેસ્ટ કેન્સરના આવા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ કરવા નહી.

-જો સ્કીનનું ટેક્સચર અને રંગમાં બદલાવ જોવા મળે.

-નીપ્પ્લની સ્કીન ઉતરવા લાગે કે પોપડી જામી જાય.

-બ્રેસ્ટનું સંકોચન થાય કે ખાડા બની જાય.

image source

-એક કે બન્ને બ્રેસ્ટનો શેપ કે સાઈઝ બદલાઈ જાય.

-બ્રેસ્ટ મિલ્ક સિવાય કોઈ અન્ય પ્રકારનું ડીસ્ચાર્જ થવા લાગે.

-બ્રેસ્ટમાં સોજો આવી જાય કે પછી સતત ખંજવાળ આવ્યા કરે.

નિયમિત રીતે બ્રેસ્ટની તપાસ કરતા રહો.

image source

દુનિયાભરમાં ખુબ ઝડપથી ફેલાઈ રહેલ બીમારી છે કેન્સર અને તેમાં પણ મહિલાઓની વચ્ચે સૈથી વધારે ઝડપથી થનાર સમસ્યા છે બ્રેસ્ટ કેન્સર ભારતની વાત કરીએ તો આપણા દેશ ૨૫ થી ૩૫% મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઈ રહી છે.

image source

આવામાં નિયમિત રીતથી જો બ્રેસ્ટની તપાસ કરવામાં આવે તો શરુઆતી સ્ટેજમાં જ કેન્સરની જાણકારી મેળવી શકાય છે અને તેને જીવલેણ બનવાથી રોકી શકાય છે. ડોક્ટરની પાસે જઈને તપાસ કરાવતા પહેલા આપ ઈચ્છો તો જાતે જ પોતાના બ્રેસ્ટની તપાસ કરીને શરુઆતી લક્ષણોને ઓળખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ