પરસેવો ન થતો હોય તો સમજી લો જીવ પર છે જોખમ, જાણો શા માટે પરસેવો થવો છે જરૂરી

પરસેવો ન થતો હોય તો સમજી લો જીવ પર છે જોખમ, જાણો શા માટે પરસેવો થવો છે જરૂરી

શિયાળો હોય કે ઉનાળો પરસેવો થવો ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરની અંદરની ગંદકી બહાર આવે છે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહે છે. જો કે ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને પરસેવો થતો જ નથી. ઉનાળામાં પણ સખત ગરમી હોય ત્યારે પરસેવો થાય પરંતુ શિયાળા કે ચોમાસામાં મહેનતનું કામ કર્યા પછી પણ પરસેવો થાય નહીં.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર પરસેવો ન થવો તે સ્થિતિ વ્યક્તિ માટે ઘાતક હોય છે. પરસેવો ન થવો તે સ્થિતિને બે ભાગમાં સમજી શકાય છે. એક ઈન્હીડ્રોસિસ અને બીજું હાઈપોહીડ્રોસિસ. હવે સમજીએ આ બંને સ્થિતિ શું છે.

image source

1. ઈન્હીડ્રોસિસ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને પરસેવો થતો નથી. જ્યારે હાઈપોહીડ્રોસિસ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને સામાન્ય કરતાં ઓછો પરસેવો થાય છે. જે લોકો ભારે કામ અને કસરત કરે છે પરંતુ તેમ છતાં તેમને પરસેવો ન થાય તો તેમને હીટ સ્ટ્રોક આવે તેવું જોખમ વધારે હોય છે. વધારે તાપમાન હોવાથી તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને મગજ સાથે શરીરના અન્ય અંગોને પણ ડેમેજ કરી શકે છે.

જીવલેણ છે ઈન્હીડ્રોસિસ

image source

એક રિસર્ચ અનુસાર પરસેવો ન થવો જીવલેણ સાબિત થઈ શકે છે. ઈન્હીડ્રોસિસથી પીડિત લોકો જો ઊંચા તાપમાનમાં કસરત કરે કે અધિક ભારે કામ કરે તો તેમના જીવન પર જોખમ ઊભું થાય છે. પરસેવો ન થવાના કારણે તેમને હીટ સ્ટ્રોક અથવા તો મુર્છા આવી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે.

ઈન્હીડ્રોસિસ થવાના કારણ

દવાઓ

image source

કેટલીક દવાઓ એવી હોય છે જે સ્વેટ ગ્લેંડસના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે છે અને તેને બ્લોક કરી દે છે. આ પ્રકારની દવાઓનો ઉપયોગ માનસિક સમસ્યાઓના ઈલાજમાં કરવામાં આવે છે.

આનુવાંશિક

કેટલાક લોકોને જન્મજાત સ્વેટ ગ્લેન્ડ નથી હોતી. આવી સ્થિતિ ખૂબ ઓછી હોય છે.

નસમાં ઘા

જો એવી નસોમાં ઘા થાય તે જે બ્લડ પ્રેશરથી પરસેવાને નિયંત્રિત કરતી હોય તો તેનાથી પણ સમસ્યા થઈ શકે છે.

ત્વચા સંબંધિત સમસ્યા

image source

આ સમસ્યા ઈન્હીડ્રોસિસનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સમસ્યા રોમ છિદ્રોને બ્લોક કરી દે છે તેના કારણે શરીરમાંથી પરસેવો બંધ થઈ જાય છે.

પાણીની ખામી

શરીરમાં પાણીની ખામી હોય તો ત્વચા પર પરસેવો આવવાનું બંધ થઈ જાય છે.

image source

આ સમસ્યાનો ઈલાજ

એક રિસર્ચ અનુસાર આ સમસ્યાની સારવાર તેના કારણો પર આધાર રાખે છે. કેટલાક કેસમાં દર્દીની સ્થિતિ એટલી ગંભીર હોય છે કે તેની સારવાર સરળ હોતી નથી. તેથી જો ભીષણ ગરમી કે પછી ઠંડી હોય પણ પરસેવો આવતો ન હોય, ભારે કામ કર્યા બાદ કે કસરત કર્યા બાદ પણ પરસેવો ન આવે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ