ન્યૂ યર પાર્ટીમાં ફોલો કરો આ સેેલેબ્સને, લોકોની નજર નહીં હટે તમારા પરથી

નવા વર્ષને આવકારવા તૈયાર થઈ જાવ સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે જેવી સેલિબ્રિટી જેવા જ આકર્ષક દેખાવ સાથે.

નવું વર્ષ નજીકમાં જ છે અને લોકો ન્યૂ યરની પાર્ટીની તૈયારી કરવામાં વ્યસ્ત થવા માંડયા છે.ન્યૂયર પાર્ટીમાં સામેલ થનારા સૌ કોઈ એવું ઈચ્છતા હોય કે પાર્ટીમાં તેઓ દરેકના આકર્ષણનું કેન્દ્ર બને.

તેમની સ્ટાઈલ, તેમનો મેકઅપ જરા હટકે હોય.પાર્ટીમાં છવાઈ જવાની ઈચ્છા બધા ધરાવે છે.ખાસ કરીને યુવતીઓ સેલિબ્રિટી જેવો મેકઅપ તેમજ તેમના જેવા વસ્ત્ર પરિધાન કરીને પાર્ટીમાં અલગ તરી આવવા માટે આતુર રહે છે.

image source

ન્યૂયર પાર્ટીમાં ખાસ જુદા તરી આવવા માટે તાજેતરમાં ઉજવાયેલા સ્ટાર સ્ક્રીન એવોર્ડ દરમિયાન બોલિવૂડની કેટલીક ખાસ શ્રેષ્ઠ અભિનેત્રીઓએ અપનાવેલા સ્ટાઇલિશ લૂક પર એક નજર નાખીએ જેથી તેમના જેવો લુક અપનાવીને ન્યુ યર પાર્ટી ની શાનદાર ઉજવણી કરી શકાય.

દીપિકા પાદુકોણ

image source

સ્ટાર સ્ક્રીન દીપિકા પાદુકોણે તેના સ્ટાઇલિશ અંદાજથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ફેશન ડિઝાઈનર એલેક્સ પેરીએ તૈયાર કરેલા બ્લેક ગાઉનમાં દીપિકાનું વ્યક્તિત્વ નિખરી ઉઠ્યું હતું.

સિંગલ સોલ્ડર કટ સ્લીવ ધરાવતા બ્લેક ગાઉનમાં દીપિકા સુંદર લાગી રહી હતી. સાઈડ પર પાથી પાડીને કર્લ કરેલી હેર સ્ટાઈલ દીપિકાના વ્યક્તિત્વને જરા હટકે લૂક આપી રહી હતી.

image source

ન્યૂયર પાર્ટીમાં રોલ કરેલા વાંકડિયા વાળ સાથે બ્લેક ગાઉનનું કોમ્બિનેશન પાર્ટીમાં ચાર ચાંદ લગાવી શકે છે.

કિયારા અડવાણી

નેટ એમ્બ્રોઇડરી ડિટેલિંગ તેમજ સિંગલ સોલ્ડર કટ સ્ટાઇલ વાળા થાઇ હાઇ સ્લીટ બ્લેક ગાઉનમાં સજ્જ યાર આડવાણી એ પણ એવોર્ડ ફંક્શનમાં સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

image source

પાર્ટીમાં આજકાલ ગાઉન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.એવોર્ડ ફંક્શનમાં માધુરી દીક્ષિત ,એશ્વર્યા રાય, આલિયા ભટ્ટ તેમજ કરીના કપૂર જેરી ખૂબસૂરત સ્ટાઇલિશ અને સફળ અભિનેત્રીઓ પણ ફ્લોર લેંથ ગાઉનમાં જોવા મળી હતી.

સારા અલી ખાન

ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પદાર્પણ કરનાર સારા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના સિમ્પલ અને સોબર લુક થી અલગ તરી આવે છે. સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત સારા અલી ખાન તેના વિશેષ ગ્લેમરસ લુકને કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સિલ્વર ટ્યુબ ડ્રેસમાં સજ્જ સારા અલી ખાન ખાસ ધ્યાન ખેંચી રહી હતી. ન્યૂયર પાર્ટીમાં લોંગ ટ્યુબ ગાઉન સાથે ડ્રોપ એરીંગ્સ અને સ્પાર્કલ હીલ્સ પણ યોગ્ય આઉટ ફીટ છે.

અનન્યા પાંડે

image source

ફેશન ડિઝાઈનર ગૌરી તેમજ નૈનિકાએ તૈયાર કરેલ સીમરી મલ્ટી ટીયરડ બ્લેક ગાઉને અનન્ય પાંડેને ફંકશનની હોટ ફેવરિટ પર્સનાલિટી બનાવી દીધી હતી. સાઈડ પાર્ટીંગ સાથે કર્લ કરેલાં વાળમાં અનન્યા પાંડે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

જ્યારે ગ્લીટરી ફિગર હેંગિંગ આઉટફિટમાં કૃતિ સેનન પણ આકર્ષક વ્યક્તિત્વ નિખારવામાં સફળ રહી હતી.

image source

જ્યારે ગોલ્ડન કલર ના ગાઉનમાં સજ્જ ભૂમિ પેડનેકરનો આકર્ષક દેખાવ પણ ફંકશનને અનુરૂપ આકર્ષણનું કેન્દ્ર રહ્યો.ન્યૂયર પાર્ટીમાં ભૂમિ પેડનેકરનો આઉટફીટ પણ અપનાવવા જેવો ખરો.

આ તમામ સફળ અને આકર્ષક અભિનેત્રીઓ ના પહેરવેશ ને ધ્યાનમાં રાખીને ન્યૂયર પાર્ટીમાં ચાર ચાંદ લગાવવા માટે તમે પણ તૈયાર થઈ જાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ