પાર્લર ગયા વગર જ આ નેચરલ ટિપ્સથી તમારી સ્કિનને કરી દો એકદમ સોફ્ટ

મિત્રો, જેવી ઠંડીની મૌસમનો પ્રારંભ થાય છે કે, તમારી ત્વચા અને ચહેરો ખરાબ થવા લાગે છે અને તેના કારણે શુષ્કતા અને ડલનેસની સમસ્યા પણ થવા લાગે છે. આ ઉપરાંત તમને આ ઋતુમા ફાઈન લાઈન્સની સમસ્યા પણ વધુ દેખાવા લાગે છે. આ સાથે જ ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ વધી જાય છે, જેથી આ ઋતુ દરમિયાન ત્વચાની સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે. જો તમે પણ આ ઠંડીની ઋતુમા તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા અમે તમને અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કલીન્સર તૈયાર કરવા માટે :

image soucre

જો તમે એક ગ્લાસ પાણી, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી લેમન રસ અને એક ચમચી મધ મિક્સ કરીને એક કલીન્સર તૈયાર કરો. આ કલીન્સર તમને કોઇપણ પ્રકારની ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે રાહત આપે છે. બે ચમચી મલાઇમા એક ચમચી ગ્લિસરીન ભેળવીને યોગ્ય રીતે મિક્સ કરો. તો આ તૈયાર લોશનને તમારા ચહેરા પર લગાવો અને રૂ થી સારી રીતે લૂછી લો. આ કલીન્સર તમારી શુષ્ક ત્વચામા નિખાર લાવે છે.

ટોનર તૈયાર કરવા માટે :

image soucre

જો તમે એક ગ્લાસ પાણી ગરમ કરો અને તે પાણી ઉકળે એટલે તેમા દેશી ગુલાબની ૧૫-૨૦ પાંખડીઓ ઉમેરો અને તે પાણી ઉકળીને અડધા ભાગનુ રહે ત્યારે તેને આંચ પરથી ઉતારી તૈયાર કરેલા ટોનરને ઠંડુ કરીને તેને એક બોટલમા ભરી લો. ત્યારબાદ એક ગ્લાસ પાણી ગરમ કરી અને તે ઉકળે એટલે તેમા લીમડાના ૮-૧૦ પાન ઉમેરી અને તે વ્યવસ્થિત રીતે ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી તેને એક બોટલમા ભરી લો તો તમારી ત્વચા સાથે સંકળાયેલી સમસ્યા તુરંત દૂર થાય છે.

ફેસપેક તૈયાર કરવા માટે :

image soucre

જો તમે બે ચમચી ચંદનનો પાવડર, અડધી કાકડીની પેસ્ટ, એક ચમચી મિલ્ક પાવડર અને એક ચમચી મધ મિક્સ કરો અને તેને તમારા ફેસ પર લગાવો. સામાન્ય રીતે સ્કીનને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે આ ફેસપેકનો ઉપયોગ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય ખસખસને આખી રાત પાણીમા પલાળી રાખી અને તેની પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ તેમા બે ચમચી સુખડનો પાવડર અને એક ચમચી મિલ્ક પાવડર મિક્સ કરો અને તેને તમારા ફેસ પર લગાવો તો તે તમારી ત્વચાને સુંદર અને આકર્ષક બનાવે છે.

image source

આ ઉપરાંત જો તમે ૪-૬ નંગ બદામ, ૨૦ નંગ ચારોળીને આખી રાત પાણીમા પલાળો અને ત્યારબાદ સવારે પાણી નિતારીને તેની પેસ્ટ તૈયાર કરો અને ત્યારબાદ તમારી આ પેસ્ટમા એક ચમચી સુખડનો પાવડર, એક ચમચી મિલ્ક પાવડર અને એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને તમારી ત્વચા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત