આજે જ કરી લો આ 3 ઉપાયો, 60 વર્ષના થશો તો પણ નહિં દેખાય ઉંમરની અસર અને લાગશો સ્માર્ટ

મિત્રો, જો તમારે કોઈપણ વ્યક્તિની ઉમર જાણવી હોય તો તેના માટે તેનો ચહેરો જ કાફી છે. કોઈપણ વ્યક્તિનો ચહેરો એ એવુ દર્પણ છે કે, જે સરળતાથી તેની ઉંમર વિશે જણાવી દે છે. હા, આ વાત તો એકદમ વાસ્તવિક છે કે, જેમ-જેમ ઉમર વધે તેમ-તેમ તેની અસર આપણી સ્કીન પર પણ દેખાવા લાગે છે પરંતુ, જો ખુબ જ નાની ઉંમરમા તમારા ચહેરા પર વૃધ્ધ્તવ દેખાવા લાગે તો આ એક ચિંતાજનક વિષય છે, આ અંગે તપાસ કરીને તેની સાર-સંભાળ લેવી અત્યંત આવશ્યક છે.

image source

કોઈપણ વ્યક્તિની ત્વચા પરથી જ તેની વયનો ખ્યાલ આવી જાય છે. તમારો વર્ણ શ્યામ હોય કે ગોરો તેના કરતા ત્વચાનુ સ્વાસ્થ્ય અને તેની ચમકનુ વધારે મહત્વ છે. ભરપૂર પાણી, ફળ, ફળોનો જયૂસ, સૂપ અને લીલાં શાકભાજી એ ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા ખુબ જ મોટો ભાગ ભજવે છે. તે વધતી વયની અસરને ઘટાડી તમારી ત્વચાને સુંદર રાખવામા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

નિયમિત કરો આ ક્રિયા :

image source

કોઈપણ વ્યક્તિની ઉંમર વધે એટલે તેની સૌથી પહેલા અસર તેની હડપચી અને ગરદન પાસેની ત્વચા પર વર્તાય છે, તે તુરંત જ ઢીલી પડી જાય છે. આપણી ત્વચા સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે નિયમિત વ્યાયામ કરવો અત્યંત આવશ્યક છે. આ ગરદનની કસરત કરવા માટે ક્લોકવાઈસ અને એન્ટીક્લોક વાઈસ તમારી ગરદનને ત્રીસ વખત ફેરવો.

image source

ત્યારબાદ ઉપર-નીચે જોવાની કસરત ત્રીસ વખત કરો. ત્યારબાદ ડાબી અને જમણી બાજુ જોવાની કસરત ત્રીસ વખત કરો. તમારા ગાલ ભરાવદાર લાગે તે માટે તમારા મોઢામા હવા ભરી લો અને બંને ગાલ ફુલાવો અને થોડીવાર પછી આ હવા બહાર કાઢી લો. આ રીતે દસ વાર કરો. જો તમે નિયમિત આ ક્રિયા વહેલી સવારે કરશો તો તમને તમારી સ્કીનમા અનેકવિધ પ્રકારના પરિવર્તન જોવા મળશે.

image soucre

આ ઉપરાંત લીમડાની કૂંપળોની પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેમા એટલા જ પ્રમાણમા સુખડનો પાવડર મિક્સ કરી તેનો એક લેપ તૈયાર કરો. ત્યારબાદ આ લેપને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આ લેપ લગાવતા સમયે એ વાતની વિશેષ કાળજી રાખવી કે. તેને આંખોની આસપાસની ત્વચા પર લગાવવાનો નથી. લગભગ દસ મિનિટ સુધી તેને રહેવા દો અને ત્યારબાદ તેને હળવા હાથે ઘસીને તમારો ચહેરો અને ગરદન સાફ કરો અને ઠંડા પાણીથી ધોઇ નાખો, તમને તમારી ત્વચા પર ફરક અવશ્યપણે જોવા મળશે.

image source

આ સિવાય તમારા ચહેરાને યુવાન બનાવી રાલ્હાવા માટે મસૂરની દાળની પેસ્ટ પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ પેસ્ટ તૈયાર કરવા માટે સૌથી પહેલા મસૂરની દાળને થોડીવાર દૂધમા પલાળીને રાખી મુકો અને ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને થોડીવાર માટે લગાવેલી રાખો. ત્યારબાદ સાફ પાણીથી તમારા ચહેરાને સાફ કરી લો. આ ઉપાય તમારી ત્વચાને એક અનોખી સુંદરતા પ્રદાન કરશે.

image soucre

આ સિવાય મગ અને ચણાને ફણગાવીને ક્રશ કરી લો અને ત્યારબાદ આ મિશ્રણમા ગુલાબજળ ઉમેરી અને તેને મિક્સ કરીને થોડીવાર માટે સાઈડમા મૂકી દો. ત્યારબાદ તેને પણ મસૂર દાળની પેસ્ટની જેમ જ લગાવો. આ ઉપાય અજમાવવાથી તમારા ચહેરા અને ગરદન પરની કરચલીઓ ધીમે-ધીમે દૂર થઇ જશે. આ ઉપાય અજમાવતા સમયે એક વાતની વિશેષ કાળજી રાખવી કે, સાબુ કે ફેસવોશનો વધારે પડતો ઉપયોગ ના કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત