જો તમે પણ કોરોનાના ડરથી બાળકોને ઘરમાં પૂરી રાખતા હોવ તો થઇ જજો સાવધાન, વાંચી લો આ ચોંકાવનારો ખુલાસો

કોરોનાને કારણે અપાયેલા દેશવ્યાપી લૉકડાઉનને પરિણામે દેશવાસીઓ ફરજિયાત ઘરોમાં રહેવા મજબૂર બન્યાં છે. સ્વાભાવિક છે કે લાંબા સમયની આ પરિસ્થિતિથી સૌને કંટાળો આવે, પણ હવે તે અસર કંટાળાથી આગળ વધીને માનસિક બીમારીમાં પરિવર્તિત થવા માંડી છે. હવે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ગભરામણ અને માનસિક તકલીફોની ફરિયાદો કરવા માંડ્યા છે, જેમાંથી ભારત અને ગુજરાત પણ બાકાત નથી.

image source

કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર ન નીકળી શક્યા ત્યારે તાજેતરમાં થયેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. કોરોનાની મહામારીમાં સ્કૂલ બંધ હોવાથી સંતાનોમાં એકલતા અને મૂડમાં બદલાવ આવ્યો છે. કોરોના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે. સંતાનો અભ્યાસ બાબતે આશાહીન રહેવાની સાથે, ઘરમાં પુરાઈ રહેવાથી વિદ્યાર્થીઓ માનસિક આઘાત અનુભવે છે. 90% વાલીઓએ આ સ્થિતિ હોવાનુ સર્વેમા જણાવ્યુ છે.

image source

જ્યારે 81% વાલીઓએ જણાવ્યું છે કે, ઘરે રહેવાથી સંતાન ઉદાસ ક્યારેક ખુશ અને ક્યારેક આક્રમક બની જાય છે. બાળપણથી જ પોઝિટિવ વાતાવરણમાં રહેતા બાળકો સામે કોરોના સંકટ એક ભયંકર નકારાત્મક ઘટના બનીને આવ્યું છે. બીજી તરફ ઓનલાઇન શિક્ષણથી આંખોના નંબર આવવાની તેમજ માથુ દુઃખવાની સમસ્યા સર્જાઇ છે.

બાળકોમાં તણાવ વધ્યો

image source

કોરોનાનું સંકટ નકારાત્મક ઘટના છે. આ સમયે ઘણા બાળકો તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાળકો બાળપણથી જ પોઝિટિવ વાતાવરણમાં રહ્યા છે, તેમના સામે આ સમય કોરોના સંકટ એક ભયંકર નકારાત્મક ઘટના છે. આવી ઘટનાઓ હંમેશાં બાળકોમાં તણાવનું કારણ બને છે.

તણાવના કારણે હોર્મોન્સમાં થયાં ફેરફાર

image source

આ સમયે જ્યારે સ્કૂલો બંધ છે, બાળકોમાં ઘરમાં બંધ છે. આવા સમયમાં તેમના મગજમાં અનેક પ્રકારની ધારણાઓ ઉભી થાય છે.માતાપિતાએ તેમના પર નજર રાખવી જોઈએ. તણાવના કારણે હોર્મોન્સમાં ફેરફાર થાય છે. કેટલાક બાળકોમાં ડેઈલી રૂટિનમાં પરિવર્તન થતાં તેની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તણાવપૂર્ણ ઘટનાઓ જોવા અને સાંભળવાના કારણે બાળકોમાં તણાવ વધી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે કોઈ નિત્યક્રમ નથી, માતા-પિતા નોકરી ગુમાવી રહ્યા છે અને આર્થિંક સંકટ પણ છે. પરિવારમાં કોઈ સભ્યની બીમારી અથવા મૃત્યુ થવાથી બાળકોને પણ આઘાત લાગે છે.ઘરે રહીને કંટાળેલા બાળકોને હવે ફરી મેદાનમાં રમવું છે અને મિત્રોને મળવું છે.મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકળાઈ ગયું છે. ભણવું તો પણ મોબાઈલ અને રમવું તો પણ મોબાઈલ ત્યારે બાળકને સ્ક્રીનની દુનિયામાંથી બહાર કાઢવું જરૂરી છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ