જો તમે પણ બ્રશ કરતા પહેલા એને પાણીમાં પલાળો છો તો આ માહિતી ખાસ તમારા માટે જ છે

મિત્રો, આપણે સવારે ઉઠીને આપણા રોજીંદા જીવનની શરૂઆત ટૂથબ્રશથી દાંત ઘસીને અને દાંતની યોગ્ય રીતે સાફ-સફાઈ કરીને જ કરીએ છીએ અને ત્યારબાદ જ આપણે આપણા અન્ય કાર્યોની શરૂઆત કરીએ છીએ. કોઈપણ વ્યક્તિનો આ જ નિત્યક્રમ હોય છે અને સવારે ઉઠીને બ્રશ કર્યા બાદ જ વ્યક્તિની દિનચર્યાની શરૂઆત થાય છે.

image source

ટૂથબ્રશ એ આપણા રોજીંદા જીવનનો એક ખુબ જ અગત્યનો હિસ્સો છે. સંશોધનકારો કહે છે કે, જો તેની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામા ના આવે તો તેમા ગંદકી એકત્રિત થઇ જાય છે અને ટૂથબ્રશના માધ્યમથી તે ગંદકી આપણા શરીર સુધી પહોંચે છે. આ ગંદા ટૂથબ્રશમા અનેકવિધ પ્રકારના જીવલેણ બેક્ટેરિયા ઘર કરી જાય છે અને તે બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે.

image source

આ બેક્ટેરિયાના કારણે તે અતિસાર અથવા તો ત્વચા સાથે સંકળાયેલ ચેપથી પીડાઈ શકે છે. આવી સ્થિતિમા ટૂથબ્રશ કઈ જગ્યાએ રાખવુ તે પણ ખુબ જ અગત્યનુ છે. તે આપણા દાંતને સ્વસ્થ રાખવામા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દાંત સાથે સંકળાયેલી સમસ્યાઓથી રક્ષણ મેળવવા માટે પણ ટૂથબ્રશ ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.

image source

જો તમે ટૂથબ્રશથી તમારા દાંતની યોગ્ય રીતે સાફ-સફાઈ કરો છો તો તમને ક્યારેય પણ પાયોરિયાની સમસ્યા થતી નથી. આ સિવાય જો તમે નિયમિત યોગ્ય રીતે ટૂથબ્રશથી સાફ-સફાઈ કરો તો તમારા દાંત મજબુત રહે છે અને દાંત સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી તમે પીડાતા નથી.

image source

આજે આપણે એ વાત વિશે જાણકારી મેળવવા ઈચ્છીએ છીએ કે, મોટાભાગના લોકો દાંત સાફ કરતા પહેલા શા માટે ટૂથબ્રશને પાણીથી પલાળી દે છે? જો તમે ધ્યાનથી નિરીક્ષણ કર્યુ હશે તો તમને આ વિશે મનમા અવશ્ય પ્રશ્ન થયો હશે કે, આપણે શા માટે બ્રશ કરતા પહેલા ટૂથબ્રશ ભીની કરીએ છીએ?

image source

ત્યારે આ પ્રશ્નનો જવાબ કઈક એવો છે કે, જ્યારે ટૂથબ્રશ કોરું હોય છે ત્યારે તેના વાયર કડક હોય છે એટલા માટે જ્યારે તમે દાંત ઘસવા માટે ટૂથબ્રશ લો ત્યારે તેને પહેલા પાણીથી પલાળો છો જેથી, તેના વાયર પાતળા થઈ જાય છે અને તમને દાંતમા લાગતા નથી અને તમે સરળતાથી દાંતની સાફ-સફાઈ કરી શકો.

image source

પરંતુ, ડોકટરોના મત મુજબ આમ કરવુ જોઈએ નહિ કારણકે, તે ટૂથબ્રશને બગાડે છે અને દાંતને બરાબર સાફ કરતું નથી.ભીના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવવાથી તેની અસર ઓછી થાય છે. તેથી, દાંત સાફ કરતાં પહેલાં ટૂથબ્રશને ભીના ના કરો અને જો જરૂરી હોય તો બ્રશને એક સેકંડ કરતા વધારે ભીનું ના રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત