પંજાબી સ્ટાઇલ દમ આલુ – એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ હવે બનશે તમારા રસોડે…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “આજે આપણે બનાવાના છીએ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ પંજાબી સ્ટાઇલ દમ આલૂ” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક. એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૭૦૦ ગ્રામ બટેટી
  • ૨ ટી સ્પૂન આખા ધાણા
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧ ટી સ્પૂન વરિયાળી
  • ૩ ઈલાયચી
  • ૧ મોટી એલચી
  • ૧ ટુકડો તજ નો
  • ૧ જાવંત્રી
  • ૨ લીલા મરચા
  • ૧ ઇંચ આદુ
  • ૧૦ કળી લસણ ની
  • ૨ મોટી ડુંગળી
  • ૧/૪ કપ કાજુ
  • ૪ ટામેટા
  • ૩ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૩ ટેબલ સ્પૂન દહીં
  • ૧ ટેબલ કસૂરી મેથી
  • ૧ ટેબલ સ્પૂન મલાઈ
  • કોથમીર ઉપર ભભરાવવા માટે
  • ૧/૪ કપ સરસિયું
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. બટેટી ધોઈ ને કૂકર માં એક સીટી બોલે ત્યાં સુધી બાફી લેવી.

૨. કૂકર ઠંડુ પડે એટલે બટેટી છોલી ને એમાં કાંટા ની મદદ થી કાણા પાડી લેવા અને બટેટી ઠંડી પડવા દેવી.

૩. એક કઢાઈ માં આખા ધાણા, જીરું, વરિયાળી, ઈલાયચી, મોટી એલચી, તજ નો ટુકડો અને જાવંત્રી શેકી ને ઠંડા કરી લેવા. આ મસાલા ને મિક્સી માં ઝીણો પાવડર બનાવિ લેવો.

૪. હવે એ જ કઢાઈ માં સરસિયું ગરમ કરી ને બટેટી ને ફાસ્ટ ગેસ પર તળી લેવા.

૫. વધારા નું તેલ એક બોઉલ માં કાઢી લેવું અને માત્ર ૨ ચમચી તેલ કઢાઈ માં રહેવા દેવું.

૬. તેલ ગરમ થાય એટલે એમાં મરચા, આદુ અને લસણ ઉમેરવા.

૭. લસણ નો રંગ બદલાય એટલે મોટી સમારેલી ડુંગળી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું

૮. ડુંગળી નો રંગ બદલાય એટલે એમાં કાજુ ઉમેરો.

૯. હવે મોટા સમારેલા ટામેટા ઉમેરી ને જ્યાં shudhi ટામેટા પાણી ના છોડે ત્યાં સુધી સાંતળવા.

૧૦. આ મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સી માં પેસ્ટ બનાવી લેવી.

૧૧. હવે એ જ કઢાઈ માં baki નું તેલ મૂકી ને તેલ ગરમ થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરવું.

૧૨. મરચું સહેજ સંતળાય એટલે એમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.

૧૩. ગ્રેવી ને ૫ મિનિટ સાંતળી ને એમાં ૧/૪ કપ પાણી ઉમેરવું.

૧૪. હવે મીઠું ચેક કરી લેવું અને આમ દહીં ઉમેરી ને મિક્સ કરવું.

૧૫. તૈયાર ગરમ મસાલો ઉમેરી ને પાછું ૫ મિનિટ સાંતળી ને એમાં ૧/૪ કપ પાણી ઉમેરી ને ઉકલે એટલે તળેલી બટેટી ઉમેરવી.

૧૬. ઢાંકણ ઢાંકી ને ૧૫ મિનિટ ધીમા તાપે દમ પર પાકવા દેવું.

૧૭. હવે ઢાંકણ ખોલી ને હલાવી ને ઉપર થી કસૂરી મેથી અને કોથમીર થી ગાર્નિશ કરવું.

૧૮. ઉપર થી ૧ ચમચી મલાઈ ઉમેરી ને ગરમાગરમ રોટી, નાન કે પરાઠા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.