જો તમે નવા વર્ષમાં આ ઉપાયો અજમાવશો, તો ક્યારે ઘરમાં નહિં પડે રૂપિયાની તકલીફ

નવા વર્ષમાં અપનાવશો આ ઉપાયો તો આપને ક્યારેય સામનો નહી કરવો પડે આર્થિક તાણનો.

નવા વર્ષની શરુઆત થઈ ગઈ છે ત્યારે હે નવા વર્ષમાં આપ પોતાના ઘર માટે કોઈ પ્લાન વિચારી રહ્યા હોવ તો આપે પોતાના પ્લાનને ફોલો કરતા સમયે ખાસ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે. નવા વર્ષે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કેટલાક ઉપાયોને અપનાવવાથી આપના નવા વર્ષની શરુઆત સારી થાય છે અને આપને આર્થિક સ્થિતિમાં પણ ફાયદો થતો જોવા મળે છે. આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, આપે કઈ વસ્તુઓને ઘરની બહાર ફેકી દેવી જોઈએ અને કઈ વસ્તુઓને પોતાના ઘરમાં સજાવવી જોઈએ.

image source

-નવા વર્ષમાં કરી લો આ કામ.

-વાસ્તુ શાસ્ત્રના વિશેષ ઉપાયો અપાવશે રાહત.

-નહી સામનો કરો આર્થિક તાણનો.

ઘરની દીવારો માટે આવા કલર પસંદ કરો.

image source

મોટાભાગની વ્યક્તિઓ નવા વર્ષનું સ્વાગત કરવા માટે સૌથી પહેલા પોતાના ઘરની સાફ- સફાઈ કરવાનું શરુ કરી દેતા હોય છે. ઘરની સાફ- સફાઈ કરતા સમયે આપે ઘરના ખુણાઓ અને કિનારીઓને સારી રીતે સાફ કરી લેવા જોઈએ. પણ જો આપે આપના ઘરમાં લાંબા સમયથી કલર કરાવ્યો ના હોય તો આપે નવા વર્ષમાં ઘરની દીવારોને નવા રંગોની મદદથી સજાવી દેવી જોઈએ. ઘરમાં કલર કરવા માટે આપે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં બ્રાઈટ કલરથી ઘરની દીવારો પર કરાવવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.

મુખ્ય દ્વારને આવી રીતે સજાવો.:

image source

નવા વર્ષનું સ્વાગત કરવા માટે આપે ઘરના મેઈન ગેટને ફૂલોના હાર કે પછી આસોપાલવના તોરણથી સજાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરના મેઈન ગેટની સામેની તરફ કોઈ ખાડો કે પછી ગંદકીનું હોવું વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણું અશુભ માનવામાં આવે છે. એટલું જ નહી, આપે ઘરના દરવાજા પર ક્યારેય ડસ્ટબીન રાખવી જોઈએ નહી.

બંધ પડી ગયેલ ઘડિયાળ.:

image source

જો આપના ઘરમાં બંધ થઈ ગયેલ કે પછી ખરાબ થઈ ગયેલ ઘડિયાળ છે તો આપે તે ઘડિયાળને તરત જ રીપેર કરાવી લેવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં બંધ થઈ ગયેલ ઘડિયાળનું હોવું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત આપે ઘરમાં તૂટી ગયેલ ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓને નવા વર્ષમાં ઘર માંથી દુર કરી દેવી જોઈએ.

છોડ લગાવો.

image source

આપે આપના ઘરની સાજ- સજાવટ કરતા સમયે કેટલાક ફૂલ- છોડ પણ લગાવવા જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરમાં અને ઘરની આસપાસ ફૂલ- છોડ લગાવવાથી આપના ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેમજ આપે ધ્યાન રાખવું જોઈએ કે, ઘરના આંગણામાં મહેકતા ફૂલોના છોડ લગાવવા જોઈએ. તૂટી ગયેલ વાસણોને ઘર માંથી દુર કરી દો.

image source

આપે ઘરમાં નવા વર્ષનું સ્વાગત કરતા સમયે આપના કિચનમાં રહેલા તૂટી ગયેલા વાસણોને દુર કરી લેવા જ સારા રહે છે. એવું કહેવાય છે કે, કીચમાં તૂટી ગયેલ વાસણો હોવાથી ઘરમાં બરકત આવતી નથી અને આપની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ