પાન કાર્ડમાં કોઇ ભુલ હોય તો ના કરો ચિંતા, આ રીતે ઓનલાઇનથી ઘરે બેઠા સુધારી દો

પાન કાર્ડમાં જો કોઈ માહિતી ખોટી પ્રિન્ટ થઈ ગઈ હોય તો તમે તેને ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે સુધારી શકો છો. ત્યારે આપણે અહીં ઓનલાઇન સુધારા માટેની પ્રોસેસ શું છે તેના વિશે જાણીશું.

image source

કોઈપણ ડોક્યુમેન્ટમાં જો નામ, સરનામું કે કોઈ અન્ય માહિતી ખોટી છપાઈ જાય તો કાર્ડ ધારકે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહી આપણે વાત કરી રહ્યા છીએ પાન કાર્ડની. ઓળખ થી માંડીને બેંક સંબંધિત કામ કરવા માટે પાન કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ ગણાય છે. પરંતુ જો આ પાન કાર્ડમાં કોઈ ભૂલ હોય તો અનેક કામ ખાસ કરીને બેંક સંબંધિત કામ અટકી પડે છે. જો તમારા પાન કાર્ડમાં પણ કોઈ ભૂલચૂક હોય તો અમે તમને એ ભૂલ સુધારવા માટે રસ્તો બતાવવાના છીએ. ઉપર વાત કરી તેમ પાન કાર્ડની ભૂલને ઓફલાઈનની જેમ ઓનલાઇન પણ સુધારી શકાય છે. તેના માટે કયા કયા સ્ટેપ ફોલો કરવા જરૂરી છે તે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

image source

આ રીતે પાન કાર્ડની ભૂલ ઓનલાઇન સુધારો

  • – સૌથી પહેલા તમારે tin-nsdl.com વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • – ત્યારબાદ તમને હોમપેજ પર Service Section નો વિકલ્પ મળશે જ્યાં PAN પર ક્લિક કરો.
  • – હવે એક નવું વેબ પેજ ખુલશે જેમાં Change/Correction in PAN Data નો વિકલ્પ હશે અને તેની નીચે Apply પર ક્લિક કરો.
  • – ત્યારબાદ Change or Correction in existing PAN data/Reprint of PAN Card (No Change in existing PAN Data) વિકલ્પ પર ક્લિક કરો
  • – હવે Correct Category પર ક્લિક કરી તમારી જરૂરિયાત મુજબનો વિકલ્પ પસંદ કરો.

    image source
  • – અહીં તમારું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, બદલી શકાય છે, જે સાચી માહિતી લખીને સબમિટ કરો.
  • – સબમિટ કરતા જ એ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લેવામાં આવશે અને તમને એક પેન એપ્લિકેશન ફોર્મ આવશે તેના પર ક્લિક કરો
  • – તેમાં તમારી પાસે ઈ કેવાયસી માંગવામાં આવશે, તમારે તેને સ્કેન કરી તેનો ફોટો સબમિટ કરવો, સબમિટ કર્યા બાદ તમારી પાસે અમુક વિગતો માંગવામાં આવશે જેમ કે માતાપિતાનું નામ, તમારો આધાર નંબર વગેરે, બધી માહિતી નાખીને સબમિટ પર ક્લિક કરવું.
  • – હવે તમારું એડ્રેસ પ્રુફ પૂછવામાં આવશે અને તમારી ઉંમરનું પ્રુફ માંગવામાં આવશે જે સાચી માહિતી આપી, ફી ચૂકવવાનું કહેવામાં આવશે. તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ફી ચૂકવી શકશો.

    image source
  • – ત્યારબાદ તમને ફી મળ્યાની રસીદ આપવામાં આવશે તમે તે રસીદને તમારા બધા આઈડી પૃફના કાગળો સાથે NSDL e-Gov ઓફિસમાં જમા કરાવી દો. તમારા પાન કાર્ડની ભૂલ સુધારી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!