તમને પણ બહુ છે ફોટોગ્રાફીનો શોખ? તો આ Smartphone પર કરી લો એક નજર, જાણી લો કિંમતથી લઇને ફિચર્સને લગતી તમામ માહિતી

આજના સમયમાં લોકો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી કરે છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો ઘણા ખરા લોકો અને ખાસ કરીને યુવાનો તેના સ્માર્ટફોનનો મહત્તમ ઉપયોગ ફોટા લેવા માટે જ કરતા હોય છર ત્યારે સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ પણ સારી ક્વોલિટીના કેમેરા ધરાવતા સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે. મોબાઈલ માર્કેટમાં નાના, મધ્યમ અને ઊંચા બજેટના એવા અનેક સ્માર્ટફોન વેંચાય છે જેના કેમેરા વાસ્તવિક કેમેરા જેવા જ પરિણામો આપે છે.

image source

આજના આ ટેકનોલોજી સંબંધિત લેખમાં અમે આપને અમુક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપવાના છીએ જેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે અને આ સ્માર્ટફોનના કેમેરા પણ સારી ક્વોલિટીના છે અને તે એડવાન્સ ટેકનોલોજી પર આધારિત છે અને તેમાં કેટલાક લેટેસ્ટ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જો તમે હાલ નવો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ આર્ટીકલમાં જણાવ્યા મુજબના સ્માર્ટફોન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

Redmi Note 10 Pro Max

image source

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીનો આ સ્માર્ટફોન તેના શ્રેષ્ઠ કેમેરા સેટઅપ અને દમદાર પ્રોસેસરના કારણે જાણીતો છે. આ સ્માર્ટફોનમાં 108MP+8MP+5MP+2MP નું જબરદસ્ત રિયર કેમેરા સેટઅપ નસ સેલ્ફી માટે 16MP નો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.67 ઇંચની છે. ફોનની સ્ટોરેજ કેપેસિટીની વાત કરીએ તો તેમાં 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનની કિંમત 20,000 રૂપિયા છે.

Samsung Galaxy M31

image source

કેમેરાની દ્રષ્ટિએ સેમસંગના સ્માર્ટફોન સારા મનાય છે. સેમસંગના ગેલેક્સી m31 સ્માર્ટફોનમાં 64MP+8MP+5MP+5MP નું રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જ્યારે ફ્રન્ટ કેમેરો 32 મેગાપિક્સેલનો છે. 6.4 ઇંચની ડિસ્પ્લે ધરાવતા આ સ્માર્ટફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત અંદાજે 16,500 રૂપિયા છે.

Realme Narzo 30 Pro

image source

રિયલમી નો આ સ્માર્ટફોન જબરદસ્ત કેમેરા સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે. તેમાં 48MP+8MP+2MP નું રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 6.5 ઇંચની ડિસ્પ્લે ધરાવતા આ ફોનમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનની બજાર કિંમત અંદાજે 20,000 રૂપિયા આસપાસ છે.

Infinix Zero 8i

image source

બજેટ સ્માર્ટફોનની કેટેગરીમાં ઈંફિનિક્સના ફોન આ સમયે ઘણો ફેવરિટ છે. કંપનીના આ ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે અને 48MP+8MP+2MP+AI lens નું રિયર કેમેરા સેટઅપ છે. ખાસ વાત તો એ છે કે તેમાં સેલ્ફી માટે 16MP+8MP નો ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો છે. 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત અંદાજે 16,000 રૂપિયા જેટલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!