કોરોના કાળમાં ઓનલાઇન વસ્તુઓની ખરીદીનું વધ્યુ ચલણ, પાર્સલ રિસિવ કરતા પહેલા ખાસ રાખજો આ ધ્યાન નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં…

કોરોના કાળમાં વિશ્વભરમાં કામ કરવા માટેની પધ્ધતિઓ સંપૂર્ણ રીતે બદલાવી દીધી છે. આ સમયગાળા દરમિયાન ડિજિટલાઈઝેશન એટલી ઝડપથી વધ્યું છે કે જેની કલ્પના કદાચ કોઈએ નહિ કરી હોય. ભારતમાં સોશ્યલ ડિસ્ટેનસિંગના કારણે બાળકોના ઓનલાઇન કલાસ, ઇ બેન્કિંગથી લઈને રોજબરોજનો સામાન ખરીદવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે.

68 ટકા લોકો ઓનલાઇન શોપિંગને આપી પ્રાથમિકતા

image source

ઓનલાઇન ખરીદીને લઈને સાઇબર સિક્યુરિટી ફર્મ મૈકફી એ થોડા સમય પહેલા જ એક સર્વે કર્યો હતો જે અંતર્ગત 68 ટકા ભારતીયોએ કોરોનાકાળમાં ઓનલાઇન શોપિંગને પ્રાથમિકતા આપી હતી. જેમાં દરેક વર્ગના લોકોનો સમાવેશ થાય છે. ઓનલાઇન શોપિંગનાં કારણે લોકોને ઘણી સુવિધા પણ મળે છે. જેના કારણે ઓનલાઇન ખરીદીમાં લોકોનો ભરોસો વધ્યો છે.

image source

છતાં શું તમે એ જાણો છો ઓનલાઇન શોપિંગની ડિલિવરી લેતા સમયે તમારી થોડી બેદરકારી તમને કોરોના સંક્રમણની ચપેટમાં લઇ શકે છે. ત્યારે જ્યારે પણ તમે ઓનલાઇન સામાનનો ઓર્ડર કરો તો એ તેની ડિલિવરી સમયે ખાસ સાવચેતીઓ રાખવાની જરૂર છે.

કોન્ટેકટ ફ્રી ડિલિવરી

image source

કોરોના સંક્રમણથી દુર રહેવા માટે એવો પ્રયાસ કરવો કે તમે વધુમાં વધુ કોન્ટેકટ ફ્રી ડિલિવરીનો લાભ ઉઠાવવો. તેના માટે પહેલાથી જ એ વાત નિશ્ચિત કરી લેવી અને ડિલિવરી આવે તે પહેલાં જ ડિલિવરી બોયને ફોન કરીને જણાવી દો કે તે પેકેટને દરવાજા પર જ મૂકી દે. જેથી તમે થોડી વાર પછી એ પેકેટ લઈ શકો. એ સિવાય ઓર્ડર કરતા સમયે પણ ઓનલાઇન પેમેન્ટના વિકલ્પને પસંદ કરવો.

સફાઈ અને સેફટી જરૂરી

image source

WHO ના દિશા નિર્દેશ અનુસાર ઓર્ડર રિસીવ કર્યા બાદ તમે તમારા હાથને સાબુ અથવા હેન્ડવોશથી સારી રીતે ધોઈ લો. પેકેટને પણ સારી રીતે સેનેટાઇઝરથી સાફ કરો. એ વાતનું ધ્યાન રાખવું કે સેનેટાઈઝ કર્યા બાદ તમારા હાથ વડે નાક, મોં અને આંખો ન સ્પર્શ કરવી.

ઓર્ડર કરેલ વસ્તુના પેકેટને ફેંકી દો

image source

ઓર્ડર રિસીવ કરતા જ તેમાંથી માલસામાન કાઢી તેના પેકેટને બને તેટલું જલ્દી ડસ્ટબીનમાં ફેંકી દેવું. કોરોના પર થયેલ એક સંશોધનમાં એ વાત પહેલા જ સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોરોના વાયરસ કાગળ અને પ્લાસ્ટિક સહિતની સામગ્રીની સપાટી પર લાંબા સમય સુધી જીવી શકે છે. આ પરિસ્થિતિમાં ઓર્ડર રિસીવ કરતા જ તેના ખાલી પેકેટને ફેંકી તમારા હાથને સારી રીતે સાબુ અથવા હેન્ડવોશ વડે ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!