પાકિસ્તાનનો પરોપકારી ભીખારી, ભીખ માંગીને તેેણે પોતાના વિસ્તારમાં ટૂટી ગયેલા પૂલનું પુનઃનિર્માણ કર્યું

માણસનું જીવન મળવું મનુષ્ય ના જીવનની સૌથી મોટી સફળતા છે, એ વામાં આ સફળતાને ઓળખવાની જરૂર છે. સમાજમાં અસહાય, ગરીબ, દિવ્યાંગ, બેઘર તમામ આવા વર્ગના લોકો છે જે પોતાનું જીવન લાચારીમાં જીવવા વિવશ છે, કોઈની પાસે જમવા ભોજન નથી તો કોઈની પાસે રહેવા મકાન નથી, કોઈની પાસે પહેરવા કપડા નથી.

આવી પરિસ્થિતિમાં અવારનવાર લોકો ખોટા માર્ગ પર ચાલી નિકળે છે અને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. ઘણા લોકો પોતાની લાચારીથી વિવશ થઈને ભીખ પણ માંગવા મજબૂર થઈ જાય છે.

પરંતુ આ તમામ વિકટ પરિસ્થિતિઓની વચ્ચે ભીખ માંગવા મજબૂર એ ક એ વો પણ વ્યકિત છે જેને સમાજ અને શોષિત વર્ગને લઈને ચિંતા છે. અને તે ભીખ માંગીને પણ તેમના માટે એ વા સરાહનીય કામ કરી રહ્યો છે જે મોટા-મોટા અમીર લોકો તમામ પૈસા હોવા છતા નથી કરતા.

અમે વાત કરી રહ્યા છીએ પઠાણકોટ શહેરના રાજુની જે દિવ્યાંગ છે અને ઢાંગૂ રોડ પર ભિખ માંગીને પોતાનુ જીવન પસાર કરે છે. પરંતુ તે અન્ય ભીખારીઓથી બિલકુલ અલગ છે. તેમણે લોકો પાસે પૈસા માંગીને જે કરી બતાવ્યુ છે તે કદાચ જ તમે ક્યારેય સાંભળ્યુ હોઈ.

ખરેખર ઢાંગૂ રોડ પર બનેલો એ ક પુલ તૂટી ગયો હતો, જેના કારણે ઘણા લોકો તેમાં દુર્ઘટના નો શિકાર બની ગયા હતા. લોકો એ સબંધિત વિભાગને ઘણીવાર સમારકામને લઈને ફરિયાદ કરી. પરંતુ જ્યારે પ્રશાસને તેમની વાત ના સાંભળી તો રાજુ એ આ પુલને બનાવવાનો નિર્ણય લીધો રાજુ એ જે પૈસા લોકો પાસે માંગીને એ કત્રિત કર્યા હતા.

તેની મદદથી તેમણે પોતે મિસ્ત્રી બોલાવીને આ પૂલનું સમારકામ કરાવ્યુ. રાજુ કહે છે કે હવે આ પુલ પર કોઈ ઈજાગ્રસ્ત નહિ થાય. પરંતુ શહેરમાં આ વાતની કોઈને જાણકારી ના હતી કે આ પુલ રાજુ એ બનાવડાવ્યો છે.

જ્યારે લોકોને તેની જાણકારી મળી તો સૌ કોઈ તેમના ઝઝ્બાને સલામ કરી રહ્યા છે. રાજુ બાળપણથી જ દિવ્યાંગ છે, તેના માતાપિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયુ હતુ, તેના ત્રણ ભાઈ-બહેન છે. પરંતુ દિવ્યાંગ હોવાને કારણે તેનો સૌ કોઈ એ સાથ છોડી દીધો, જેના બાદ વિવશ થઈને રાજુ ભીખ માંગવા લાગ્યો.

રાજુને ભીખમાં જે પણ મળતુ તેનાથી તે માત્ર પોતાનુ પેટ ભરતો અને બાકીના પૈસા તે જમા કરતો. આ પૈસાથી તે અન્ય લોકોની મદદ કરે છે. ગરીબ મહિલાઓને સિલાઈ મશીન ખરીદી આપે છે. ગરીબ બાળકોની ફીનો ખર્ચ ઉઠાવે છે.

રાજુનું કહેવુ છે કે આ કરીને તેને ખૂબ સુકુન મળે છે અને હવે આ જ સમાજ સેવા તેના જીવનનો ધ્યેય છે. રાજુના નેક ઈરાદાને જાણ્યા બાદ લોકો તેને વધુ પૈસા આપે છે, જેનાથી તે લોકોની વધુથી વધુ મદદ કરે છે.

ફોટો પ્રતિકાત્મક છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ