સફરજન છાલ ઉતારીને ખાવ છો? જો હા , તો છોડી દો આ આદત, છાલ સહિત સફરજન ખાવાથી થાય છે 15 ગજબનાં ફાયદા!!

આપણે બધા જાણીએ છીએ કે સફરજનથી આપણા સ્વાસ્થયને ઘણી પ્રકારનાં લાભ પહોંચે છે.તમે એ કહેવત પણ સાંભળી હશે કે જે દિવસમા એકવાર સફરજન ખાય છે તેને ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી.પરંતુ એવા ઘણા લોકો છે જે સફરજન તો ખાવાનું પસંદ કરે છે પરંતુ તેની છાલને ફેંકી દે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સફરજન જેટલું લાભકારી હોય છે તેની છાલમાં તેનાથી પણ વધારે ગુણ હોય છે.એ ટલે આવતી વખતે છાલને ફેંકશો નહિ પણ તેને સફરજન સાથે ખાજો.તો આવો જાણીએ સફરજનની છાલ તમારા શરીરને કેવી રીતે સ્વસ્થ બનાવી શકે છે.

સફરજનની છાલમાં મળી આવતા તત્વ બ્રેન સેલને ડેમેજ થવાથી બચાવે છે.તેનાથી તમે બરાબર રીતે ધ્યાન લગાવી શકો છો.

જો તમને મધુમેહની તકલીફ છે તો તેના માટે સફરજનની છાલ ખાવી લાભદાયક બનશે.આ વધેલા બ્લડ શુગરનાં પ્રમાણને નિયંત્રિત કરે છે.

સફરજનની છાલ આંખોમાં થનાર કૈટરેક્ટની બિમારીથી બચાવે છે.જો તમે નિયમિત સફરજન ખાવ છો તો તેની છાલ ખાવાનું ન ભૂલો.

સફરજનની છાલમાં ઘણુંબધું ફાઈબર મળી આવે છે જેનાથી સ્ટોન પિતની થેલીમાં જામી નથી શકતું.આ ખૂબ વધારે કોલેસ્ટ્રોલનાં કારણે જામી જાય છે જેને સફરજનની છાલ દૂર કરે છે.

સફરજનની છાલ પ્રેગ્નેન્સીમાં લોહીની કમીને દૂર કરવામાં મદદરૂપ થાય છે.તેમાં ખૂબ વધારે આયરન અને ફોલિક એ સિડ હોય છે.સાથે જ કેલ્શિયમ ,પોટેશિયમ ,મેગ્નેશિયમ અને જીંકથી ભરેલ હોય છે.

સફરજનની છાલમાં કેલ્શિયમ હોય છે જે હાડકાનાં સ્વાસ્થય માટે સારું હોય છે.હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ આવશ્યક છે.જો તેની કમી થઇ ગઇ તો હાડકા નબળા બનશે અને તમને ઓસ્ટીયૌપુરોસિસ થઇ જશે.

સફરજનની છાલમાં ઈંજાઈમ હોય છે જેનાથી આપણે ઉર્સોલિક એ સિડ કહીએ છીએ .આ વજન ઓછું કરવામાં મદદ કરે છે.જો તમે જાડા છો તો સફરજન છાલ સહિત ખાવાનું શરૂ કરી દો.

સફરજનની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ અને પ્લેવિનાઇડ હોય છે જે એક સારી સેહત જાળવી રાખવામાં મદદ કરે છે.આ આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરને રોગોથી બચાવે છે.

સફરજનની છાલમાં ટ્રીટરપેનોઈડ્સ નામક તત્વ હોય છે.તેમાં કેન્સર સાથે લડવાની ક્ષમતા હોય છે.એ આપણને લીવર,બ્રેસ્ટ અને કોલોન કેન્સરથી બચાવે છે.

સફરજનની છાલમાં ઘુલનશીલ રેશા હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે અને હ્દયરોગથી બચાવ કરે છે.તેની સાથે જ આ આપણને કબજિયાતથી પણ બચાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ