પાકિસ્તાનના કટાસરાજ મંદીરના સંકુલમાં આવેલો છે શિવજીનો અશ્રુકુંડ, દેવી સતીના મૃત્યુના વિલાપમાં તેમણે આંસુ વહાવ્યા હતા તે અહીં પડ્યાં હતા

શિવપુરાણમાં આપણે શિવજીની કંઈ કેટલીએ કથાઓ સાંભળી છે. શિવજી આપણે જાણીએ છીએ તેમ આદી દેવ છે તેમની નથી તો કોઈ શરૂઆત કે નથી તો કોઈ અંત તે છે અનંત. પુરાણ કાળમાં હિંદુ ધર્મ માત્ર ભારત સુધી જ સિમિત નહોતો પણ ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધી જ દિશાઓમાં ફેલાયેલો હતો. અને તે પ્રમાણે તેના મંદીરો પણ ભારત દૂર હજારો કીલોમીટર સુધી ફેલાયેલા છે. જેનું અસ્તિત્વ આજે પણ છે. હા કેટલાક પુરાણ કાળના મંદીરો નષ્ટ થઈ ગયા છે તો કેટલાક નષ્ટ થવાના આરે ઉભા રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Travelog (@women_on_the_road) on


આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે આપણે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો જરા પણ સારા સંબંધ નથી. પણ અહીં પાકિસ્તાનમાં એક પૌરાણિક હિન્દુ મંદીર આવેલું છે. જો કે પાકિસ્તનામાં ઘણા બધા હિન્દુ મંદીરો આવેલા છે પણ આ પૌરાણિક મંદીરનો સદીઓ જુનો ઇતિહાસ ભગવાન શંકર સાથે જોડાયેલો છે.

 

View this post on Instagram

 

A post shared by UMAR Mujahid (@mujahid___khan) on


આ મંદીરનું નામ છે કટાસરાજ મંદીર. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એ જ મંદીર છે જ્યાં દેવી સતીના મૃત્યુ બાદ ભગવાન શંકર ખુબ રડ્યા હતા. તો ચાલો જાણીએ આપણા પાડોશી દેશ એવા મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં આવેલા પૌરાણીક હિંદુ મંદીર સાથે જોડાયેલી અજાણી વાતો વિષે.

પાકિસ્તાનમાં આવેલું આ કટાસરાજનું શિવ મંદીર ચકવાલ ગામથી લગભગ 40 કી.મી. ના અંતરે કટક નામના એક પહાડ પર આવેલું છે. આ મંદીર 900 વર્ષ જુનું છે. અહીં રહેનારા હીંદુઓની આસ્થાનું આ એક મહત્ત્વનું મંદીર છે.

 

View this post on Instagram

 

A post shared by Fahad. (@travelloscape) on


પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પોતાના પતિ, ભોળાનાથના અપમાનને સહન નહીં કરનાર દેવી સતીએ પિતા દક્ષને ત્યાં કરવામાં આવેલા યજ્ઞ કુંડમાં પોતાની આહુતી આપી હતી ત્યારે તેમના વિરહમાં ભગવાન શિવ પોતાનું ભાન ભુલી ગયા હતા. અને ખુબ રડ્યા હતા. અને તે વખતે તેમના આંસુ જ્યાં ટપક્યા ત્યાં બે કુંડ બની ગયા. જેમાંના એકનું નામ છે કટાક્ષ કુંડ જે પાકિસ્તાનના કટાસરાજ મંદીરના સંકુલમાં આવેલો છે જ્યારે બીજો કુંડ રાજસ્થાનના પુષ્કરમાં આવેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Sharjeelahmadofficial (@sharjeelahmad500) on


કટાસરાજ શબ્દની ઉત્પત્તિ કટાક્ષ શબ્દથી થઈ હતી કારણ કે સતીના પિતા દક્ષ પ્રજાપતિએ શિવને લઈને ઘણા કટાક્ષ કર્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કટાક્ષ કુંડ આજે પાકિસ્તાનમાં છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના કટાસરાજ મંદીરમાં આવેલા આ કટાક્ષ કુંડનું પાણી ચમત્કારી છે

પુરાણોમાં આ મંદીરનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે

મહાભારતમાં જણાવ્યા અનુસાર આ એજ સરોવર છે જ્યાં વનવાસ દરમિયાન પાંડવો એક એક કરીને પાણી પીવા આવ્યા હતા અને મૂર્છિત થઈ ગયા હતા. જેના પર યક્ષનો અધિકાર હતો અને છેવટે યુધિષ્ઠિરે તેમના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા ત્યારે તેમના બધા જ ભાઈઓ પુનર્જિવીત થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Maham (@myintrovertedbubble) on


મહાભારતમાં આ જગ્યાને દ્વૈતવન કહેવામાં આવ્યું છે જે સરસ્વતી નદીના તટ પર આવેલું હતું. તે રીતે તો સરસ્વતી નદીની શોધ કરનારાઓ માટે પણ આ જગ્યા ઘણી મહત્ત્વની છે. ભૂતકાળમાં કટાસરાજ મંદીર સંગીત, કળા અને વિદ્યાનું પણ મોટું કેન્દ્ર હતું. જે વખતે આ મંદીરનો જમાનો હતો તે વખતે લગભગ 10000 વિદ્વાનો તેમજ કલાકારો સાથે આ મંદીરનો સંબંધ હતો. પણ અગિયારમી સમદીમાં મહમદ ગજનવીના આક્રમણથી આ મંદીરનો વૈભવ નષ્ટ થઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by The Mango Woman (@the_mango_woman87) on


આક્રમણથી બચવા કેટલાએ કલાકાર ભાગી ગયા અને કેટલાયને ગુલામ બનાવીને આરબમાં વેચી દેવામાં આવ્યા, જ્યાંથી તેઓ યુરોપમાં પહોંચ્યા. સંશોધનો જણાવે છે કે યુરોપના જીપ્સી તેમજ રોમાં જાતિના લોકો આ જ કલાકારોના વંશજ છે જેમના સંગીતને રોમા સંગીત કહેવામાં આવે છે.
આ ઉપરાંત અહીં એક વિશ્વવિદ્યાલય પણ આવી હતી જે દર્શનશાસ્ત્ર અને બૌદ્ધ અધ્યયનનું મોટું કેન્દ્ર હતી. કેહવાય છે કે અહીં નાથ સંપ્રદાયના સ્થાપક ગોરખનાથ અને જાણીતા ચીની પ્રવાસી હ્વેનસાંગ પણ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abdul Muqeet (@a_muqeet_) on


કટાસરાજને સ્થાનિક લોકો કટાસ રાજ પણ કહે છે. અહીં આ શિવ મંદીર ઉપરાંત બીજા પણ કેટલાક હિન્દુ મંદીરો આવેલા છે. આ ઉપરાંત અહીં બૌદ્ધ સ્તુપો પણ આવેલા છે જે આજે બિસ્માર હાલતમાં છે. અહીં જૈન મંદીરોના અવશેષ પણ છે તેમજ સિખ ધર્મ સાથે પણ આ જગ્યાનો સંબંધ છે. કેહવાય છે કે અહીં સિખોના દેવ ગુરુ નાનકદેવ આવેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ehtisham ShaMii (@e.shamii) on


પાકિસ્તાનમાં આવેલા આ પૌરાણિક મંદીરની બિસ્માર હાલતને જોતાં થોડા સમય પહેલાં ત્યાંની સુપ્રિમ કોર્ટે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં આ સુંદર મજાના પૌરાણિક મંદીરમાં રામ, શિવ અને હનુમાનજીની મૂર્તિઓ નથી રાખવામાં આવેલી. જે બાબતે સુપ્રિમ કોર્ટે પાકિસ્તાની સરકારને જણાવ્યું હતું કે આ મંદીરોમાં દેશ-વિદેશથી હિંદુ સમુદાયના લોકો ધાર્મિક વિધિ કરવા આવે છે અને જો મંદીરમાં મૂર્તિઓ જ ન હોય તો પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યક હિંદુઓ વિષે વિશ્વમાં કેવી ધારણા બાંધવામાં આવશે ?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ