દેશના આ રાજ્યમાં તમે વિઝા લીધા વગર નહીં પ્રવેશી શકો ! અંગ્રેજોના શાસનથી અહીં પ્રવેશવા માટે સ્પેશિયલ પરમિટ લેવી પડે છે

સામાન્ય રીતે એક ભારતીય તરીકે આપણે વિવાદાસ્પદ રાજ્યનો વિચાર કરીએ તો તેમાં સૌ પ્રથમ નામ આવે જમ્મુ-કાશ્મીરનું પણ જો તમે ભારતના આ રાજ્યની વાત સાંભળશો તો તમે ફરી એકવાર વિચાર કરવા પર મજબુર થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by Nagaland____ (@nagaland_state_india) on


હા, આ રાજ્યમાં જમ્મુ-કાશ્મીરની જેમ આતંકવાદનો ત્રાસ નથી પણ જમ્મુ કાશ્મીરમાં તમારે જો ફરવા જવું હોય તો તમારે કોઈપણ જાતની પરમીશન લેવી પડતી નથી તમે ત્યાં છૂટથી જઈ શકો છો. પણ ભારતના આ રાજ્યની જો તમારે મુલાકાત લેવી હોય તો તમારે તેના માટે સ્પેશિયેલ પરમિશન લેવી પડે છે એટલે કે વિઝા લેવા પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Nagaland____ (@nagaland_state_india) on


શું તમે જાણો છો આ રાજ્ય કયું છે ? આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. અહીં માત્ર સ્થાનિક રહેવાસીઓ જ છુટથી ફરી શકે છે. પણ રાજ્ય બહારના લોકોએ અહીં આવવા માટે સ્પેશિયલ ઇનર લાઇન પરમીટ લેવી પડે છે. આ ઇનર લાઇન પરમીટને તમે એક રીતે આંતરીક વિઝા જ કહી શકો.

જો કે આ પ્રકારના વિઝાની પરમિશન પહેલાં જમ્મુ-કાશ્મીર માટે પણ લેવી પડતી હતી, પણ શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા કરવામાં આવેલા એક આંદોલન બાદ અહીં પરમિટ લેવાની વ્યવસ્થાનો અંત લાવવામાં આવ્યો હતો. પણ નાગાલેન્ડમાં આ નિયમ આજે પણ લાગુ પડે છે. પણ તાજેતરમાં આ વ્યવસ્થાનો વિરોધ કરવામં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Prayagraj District (@prayagrajdistrict) on


બીજેપી નેતા અશ્વિનિ ઉપાધ્યાય આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે અને બીજી બાજુ સાંસદોએ પણ આ ઇનર લાઇન પરમિટ વ્યવસ્થાના મુદ્દાને લોકસભામાં ઉછાળ્યો હતો. અને દીમાપુર માટે પણ ઇનર લાઇન પરમિટ લાગુ પાડવાના રાજ્યસરકારના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે.

શું છે આ ઇનર લાઇન પરમિટ – આંતરિક વીઝા ?

 

View this post on Instagram

 

A post shared by Nagaland Tourism (@nagalandtourism) on


હાલ દેશમાં માત્ર નાગાલેન્ડ રાજ્યમાં જ આ ઇનર લાઇન પરમિટની સીસ્ટમ લાગુ છે. બંગાળ ઇસ્ટર્ન રેગ્યુલેશન્સ, 1873 પ્રમાણે આ વ્યવસ્થા એક ચોક્કસ સમયગાળા માટે જ કોઈ સંરક્ષિત, પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશવાની રજા આપે છે. નોકરી તેમજ પ્રવાસન ઉદ્દેશથી પ્રવેશ કરનાર માટે આ પરમિશન લેવી ફરજીયાત છે.

 

View this post on Instagram

 

A post shared by Sagacious Myanmar Travels (@sagaciousmyanmar) on


એવું કહેવાય છે કે ગુલામી દરમિયાન બ્રીટીશ સરકારે આ ઇનર લાઇન પરમિટ સિસ્ટમની શરૂઆત કરી હતી. ત્યારે નાગાલેન્ડ ક્ષેત્રમાં જડી-બૂટીઓ તેમજ પ્રાકૃતિક ઔષધીઓનો અપાર ભંડાર હતો. જેને બ્રિટિશ રાજ દરમિયાન બ્રિટેનમાં મોકલવામાં આવતો હતો. અને આ કીંમતી ઔષધીયો પર બહારના લોકોની નજર ન પડે માટે બ્રિટિશ સરકારે પોતાના શાસન કાળ દરમિયાન નાગાલેન્ડ માટે ઇનર લાઇન પરમિટની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Northeast Mojo (@northeastmojo) on


પણ આજે આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ આ વ્યવસ્થાને ચાલુ રાખવામાં આવી છે. તેની પાછળ જો કે એવું કારણ દર્શાવવામાં આવે છે કે અહીંના નાગા આદિવાસીઓની રહેણી-કરણી, કળા, સંસ્કૃતિ, બોલચાલ અન્યો કરતા અલગ છે. અને માટે જ તેમના સંરક્ષણ માટે આ ઇનર લાઇન પરમિટ જરૂરી છે. જેથી કરીને બહારના લોકો બે-રોકટોક અહીં આવીને તેમની સંસ્કૃતિને અસર ન કરે, ભ્રષ્ટ ન કરે.

 

View this post on Instagram

 

#khiamniungans #nagatribe #nagaland #nagatraditionalattire

A post shared by Traditional Attires & updates (@khiamniungans) on


જોકે ભારતના સંવિધાનમાં ભારતીય નાગરીકોને આપવામાં આવેલા જે મૂળ અધિકાર છે તેના વિરુદ્ધની આ વ્યવસ્થા છે. અને તેને જ લઈને બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાય જણાવે છે કે. આ ઇનરલાઇન પરમિટ વ્યવસ્થા પોતાના જ દેશમાં વિઝા લેવા બરબર છે. એટલે કે પોતાના જ દેશમાં છૂટથી ફરવા દેવાના અધિકાર વિરુદ્ધની છે.

 

View this post on Instagram

 

A post shared by Nagaland____ (@nagaland_state_india) on


વધારાની દલીલમાં તેઓ જણાવે છે કે નાગાલેન્ડમાં 90 ટકા વસ્તી ક્રીશ્ચિયનની છે. પણ મૂળે તો આ વ્યવસ્થા નાગા આદિવાસીઓ માટે ચાલુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની આધિકારીક ભાષા પણ અંગ્રેજી થઈ ગઈ છે. આ ઉપરાંત અહીં ગામડે ગામડે ચર્ચ છે.

જે નાગા આદિવાસીઓ માટે આ ઇનર લાઈન પરમિટની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી તેઓ આજે ચર્ચમાં જઈને ક્રિશ્ચિયન રીતીરીવાજથી લગ્ન કરી રહ્યા છે. તેવામાં તેમા સંરક્ષણના ઉદ્દેશથી ચાલુ રાખવામાં આવેલી આ વ્યવસ્થાનો કોઈ અર્થ નથી રહેતો.

 

View this post on Instagram

 

A post shared by A3DaM 🇸🇦 | @aN3 (@nagaland___) on


નાગાલેન્ડ પર્યટન માટે એક ઉત્તમ રાજ્ય છે. અહીં હરિયાળા પહાડો આવેલા છે. અહીં માત્ર દીમાપુરનો વિસ્તાર જ મેદાન પ્રદેશ છે, અને ત્યાં જ માત્ર રેલ્વે સ્ટેશન અને એરપોર્ટની વ્યવસ્થા છે. પહેલા આ દિમાપુરનો ભાગ આસામમાં આવતો હતો પણ નાગાલેન્ડને દેશના અન્ય વિસ્તારો સાથે જોડવાના ઉદ્દેશથી પરિવહન વ્યવહાર સાથે જોડવા માટે દીમાપુરને તેમાં ભેળવી દેવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Nagaland____ (@nagaland_state_india) on


તો હવે જ્યારે તમે નજીકના ભવિષ્યમાં નાગાલેન્ડ જવાનું વિચારતા હોવ તો આ ઇનરલાઇન પરમિટ લેવાનું ચુકશો નહીં નહીંતર ધક્કો થશે અને આ કુદરતી સૌંદર્યથી ભરપુર રાજ્યને જોઈ નહીં શકો. આશા છે કે આ મુદ્દાનો જલદીમાં જલદી નીવેડો લાવવામાં આવે અને દેશના દરેક નાગરીકને ત્યાં ગમે ત્યારે પ્રવેશવા દેવાની છૂટ આપવામાં આવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ