જાણો ઘરમાં કલર, પુટ્ટી કે પ્રાઇમર કરાવતા પહેલા શું રાખવુ જોઇએ ખાસ ધ્યાન

દીવાલો પર કલર કરાવતી વખતે, બજારમાં એટલા બધા વિકલ્પ ઉપલબ્ધ હોય છે કે તેના કારણે કઈ ખબર જ નથી પડતી કે શું કરવું ને શુ નહી કરવું?

image source

પ્રાઇમર અને પુટ્ટી કરાવું કે નહીં અને કરાવું તો કેવીરીતે, પેંટ કયો કરાવો, કેવી ફિનિશ કરાવી, પેંટના કેટલા કોટ લાગશે, કયો પેંટ મોંઘો કે સસ્તો પડશે?

આ બધા નિર્ણય લેવામાં એટલા મુશ્કેલ થઈ જાય છે કઈ ખબર જ નથી પડતી શુ કરવું જોઈએ ને શુ નહી? તો આજે જાણીશું આવા સમયે શુ કરવું જોઈએ.

image source

આધુનિક ટેકનોલોજીને કારણે ઘણા બધા વિકલ્પો સામે આવી જાય છે. મેટ ફિનિશ, ગ્લોસી ફિનિશ, એન્ટી બેક્ટેરિયા પેંટ, સિન્થેટિક કે એક્રેલીક ડીસ્ટેમ્પર શુ છે, ઇમ્લશન કે ઈનેમલનો શુ મતલબ છે, પ્રાઇમર કે પુટ્ટી ક્યારે અને કેવીરીતે કરાવવું?

આટલું ઓછું હોય એમ પેંટ શેનાથી કરાવવો બ્રશ, રોલર કે સ્પ્રે શેનાથી કરાવવું સારું રહેશે વગેરે બાબતો મગજમાં ઘુમવા લાગે છે.

image source

પેંટનો શેડ નક્કી કરી લીધા પછી તેને સારી રીતે થઈ જાય અને પછી તે દિવાલોની વચ્ચે આપ એવું અનુભવશો જેવું આપે વિચાર્યું હતું તો એમાં આપને એક અલગ જ આંનદ મળે છે.

દીવાલો પણ ખીલી જાય છે આ સાથે જ લાંબા સમય સુધી આવો જ ફ્રેશ લુક આપે છે. એટલા માટે જ પ્રાઇમર, વોલ પુટ્ટી અને પેંટની સાચી જાણકારી અને તેનો યોગ્ય તાલમેલ હોવું ખૂબ જરૂરી છે.

પેંટ કેવી હોય અને ક્યાં કરાવવો જોઈએ?

image source

ઘરમાં કરવામાં આવતા પેંટને ડેકોરેટિવ પેંટ કહેવાય છે. મુખ્ય રીતે એમાં ડીસ્ટેમ્પર કે ઇમલ્શન હોય છે જે વોટર બેઝડ હોય છે. આ પેંટને પાતળો કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

લાકડાં કે લોખંડ પર ઉપયોગમાં લેવાતા પેંટને ઈનેમલ કહેવાય છે. ઈનેમલ ઓઇલ બેઝડ હોય છે. ઈનેમલને પાતળું કરવા માટે થિનરની મદદથી પાતળું કરી શકાય છે.

image source

એક્રેલીક અને સિન્થેટિક ડીસ્ટેમ્પર, ઇમલ્શન અને ઈનેમલ વચ્ચે અંતર.

એક્રેલીક અને સિન્થેટિક ડીસ્ટેમ્પર

image source

એક્રેલીક અને સિન્થેટીક ડીસ્ટેમ્પર બન્ને વોટર બેઝડ હોય છે. એક્રેલીક અપેક્ષા કરતા સસ્તા અને મેટ ફિનિશ આપનાર ડીસ્ટેમ્પર છે. સિન્થેટીક ડીસ્ટેમ્પરએ એક્રેલીક કરતાં મોંઘા હોય છે. પરંતુ તેમાં થોડી ચમક હોય છે. ઉપરાંત એક્રેલીકની અપેક્ષાએ વધારે ટકાઉ હોય છે.

આ બન્ને વોટર બેઝડ હોવાના કારણે તેને પાણીથી ધોઈને સાફ કરી શકતા નથી. સિન્થેટિક ડીસ્ટેમ્પરને ભીના કપડાથી હળવા હાથે લૂછી શકાય છે.

image source

આ બન્ને ઘરની અંદર કરવામાં આવતા પેંટ છે. ભેજ અને પાણી તેને ખરાબ કરી દે છે. આથી તેને બાથરૂમ કે કિચન જેવી ભેજયુક્ત જગ્યાઓ માટે આ પેંટ લગાવવો યોગ્ય નથી.

ઇમલ્શન:

image source

એક્રેલીક ડીસ્ટેમ્પરમાં કરાયેલ સુધારાના સ્વરૂપને ઇમલ્શન કહેવાય છે. આ પ્રકારના પેંટમાં એડેસિવ માટે એક્રેલીક રેજીન, ઇમલ્શન ફોર્મને ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં ચમક વધારે હોય છે અને તે વધારે ટકાઉ હોય છે.

મોટાભાગે લોકો આ જ પેંટ કરાવવું પસંદ કરે છે. આ પેંટને પાણી અને સાબુથી હળવાશથી ધોઈ શકાય છે. પરંતુ તેને ઘસીને સાફ કરી શકાતો નથી.

ઈનેમલ:

image source

ઈનેમલ બેઝડ હોય છે જે લોખંડ અને લાકડાં પર લગાવવામાં આવે છે. ઈનેમલને થિનરની મદદથી પાતળું કરવામાં આવે છે. તે બાથરૂમ અને કિચનમાં જ્યાં પાણી કે ભેજનો સ્ત્રોત હોય છે. ત્યાં લગાવવામાં આવે છે. ઓઇલ બેઝડ હોવાના કારણે તેને પાણીની કોઈ અસર થતી નથી.

વોલ પુટ્ટી શુ છે અને તે કેમ લગાવાય છે?

image source

વોલ પુટ્ટી દિવાલના સ્તરને એક સમાન બનાવવા માટે લગાવવામાં આવે છે. વોલ પુટ્ટી લગાવવાથી દીવાલમાં લાગતો ભેજ, ફંગસ, કાઈ વગેરેને રોકવા માટે, પેંટનો વપરાશ ઓછો કરવા અને પેંટને ટકાઉ બનાવવા માટે વોલ પુટ્ટીને લગાવવામાં આવે છે.

આ સફેદ રંગનો પાવડર હોય છે જે સિમેન્ટ, પોલીમર અને ફિલર વગેરેનું મિશ્રણ બનાવવામાં આવે છે. કેટલીક સિમેન્ટ કંપનીઓ અને પેંટ બનાવતી મોટી કંપનીઓ વોલ પુટ્ટીનું ઉત્પાદન કરે છે.

image source

વોલ પુટ્ટીને પાણીમાં ઘોળીને પુટ્ટી બ્લેડની મદદથી દીવાલ પર લગાવીને દીવાલને સમતલ બનાવવામાં આવે છે. પછી તેને રેગમાલ(સેંડ પેપર) થી ઘસીને સ્તરને ચીકણો બનાવવામાં આવે છે. જેથી કરીને પેંટ કર્યા પછી દીવાલ ઉબડખાબડ દેખાય નહિ.

વોલ પુટ્ટી લગાવ્યા પછી પ્રાઇમર લગાવવામાં આવે છે. ત્યારપછી જ પેંટ કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ એવા પ્રકારની વોલ પુટ્ટી બનાવે છે જેને લગાવ્યા બાદ પ્રાઇમર લગાવવાની જરૂર પડતી નથી. સીધું જ પેંટ કરી શકાય છે. પુટ્ટીના પેકેટ ઉપર તેને લગાવવાને સંબંધિત બધી માહિતીઓની જાણકારી આપેલ હોય છે.

પ્રાઇમર શુ હોય છે? અને તેને કેમ લગાવવામાં આવે છે?

image source

દીવાલ પર પેંટ કરતા પહેલા લગાવવામાં આવતા પ્રાઇમરમાં સિન્થેટિક રેજીન, સાલવેન્ટ અને એડિટીવ એજન્ટ્સનું મિશ્રણ હોય છે. કેટલાક પ્રાઇમર પોલીથીન પ્લાસ્ટિક યુક્ત પણ હોય છે.

પ્રાઇમર લગાવવાનો ઉદેશ દિવાલના સ્તર દ્વારા પેંટને વધારે શોષાવાથી બચાવે છે. પ્રાઇમર લગાવવાથી પેંટના વધારે કોટ લગાવવા પડતા નથી. આ રીતે મોંઘા પેંટની બચત થઈ શકે છે. પ્રાઈમર પેંટને સારી રીતે ચોંટાડી પણ રાખે છે. જેનાથી પેંટની લાઈફ વધી જાય છે.

image source

આ સિવાય પ્રાઇમર નવી દીવાલમાં રહેલ સાંધા કે અન્ય ખામીઓને છુપાવી દે છે. નાની નાની ક્રેક ભરી દે છે. પ્રાઇમર લગાવવાથી સ્તરને વધારાની સુરક્ષા મળે છે.

પ્રાઇમર લગાવવાથી દીવાલ પર લાગેલા એ દાગ-ધબ્બાઓ પણ દૂર કરવામાં મદદ કરે છે જે પેંટ લગાવવાથી પણ દૂર કરી શકાતા નથી.

image source

આમ તો પ્રાઇમર સફેદ હોય છે પણ દિવાલનો રંગ બદલવો હોય તો એમાં પેંટને મળતો રંગ ભેળવી શકાય છે. આમ કરવાથી પેંટનો યોગ્ય શેડ પણ બેસી જાય છે અને જુના રંગની ઝલક પણ દૂર થઈ જાય છે.

પેંટ સંબંધિત ટિપ્સ:

image source

-પ્રાઇમર, પુટ્ટી અને પેંટ આ બધામાં કેમિકલ હોય છે. જે આંખ અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. એટલે સાવધાન રહેવું જોઈએ. જો કોઈ દુર્ઘટનામાં આવું થઈ જાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. આ વસ્તુઓ શ્વાસની સાથે અંદર ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું.

-આજકાલ એવા સોફ્ટવેર ઉપલબ્ધ છે જે આપની દીવાલને વર્ચ્યુઅલ રીતે કલર કરીને બતાવી શકે છે. એનાથી આપને શેડ પસંદ કરવામાં સરળતા રહે છે.

image source

-પેંટના કવરેજની જાણકારી લઈ લેવી જોઈએ. કવરેજ એટલે કે એક લીટર પેંટમાં કેટલી સ્કવેર ફિટ દીવાલને કલર કરી શકાય છે. આનાથી આપને કેટલો ખર્ચ થશે તેનો પણ અંદાજ લગાવવામાં મદદ મળે છે.

બધી મોટી કંપનીઓ જેવી કે એશિયન પેંટ, બર્જર, નેરોલેક વગેરે પેંટ કંપનીઓ કેટલો કલર લાગશે તેનું અનુમાન લગાવવા માટે ઓનલાઈન સુવિધાઓ પણ આપે છે.

image source

-નવું મકાન જો આપનું મકાન નવું જ બનાવવામાં આવ્યું હોય તો અંદરની બાજુ છ મહિના પછી પેંટ કરાવવો જોઈએ. જ્યારે બહારની બાજુ ૪૫ દિવસ પછી પેંટ કરાવી શકાય છે.

-પેંટ કરાવતા પહેલા ક્રેક, સિલન, પોપડા, કાઈ, ફંગસ વગેરેનો ઈલાજ પહેલા જ કરાવી લેવો જોઈએ.

-લાઈટ શેડ ડાર્ક શેડની તુલનામાં સસ્તા હોય છે. લાઈટ શેડથી જગ્યા ખુલ્લી ખુલ્લી અને મોટી દેખાય છે. આથી શક્ય હોય તો લાઈટ શેડ જ પસંદ કરવા. એક દીવાલ પર ડાર્ક શેડ કરાવીને રૂમને આધુનિક સ્વરૂપ આપી શકાય છે.

image source

-શેડ કાર્ડમાં જોઈને પસંદ કરેલા શેડ અને દીવાલ પર લગાવવામાં આવતા શેડમાં નજીવો ફરક હોઈ શકે છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

-પેંટનો બીજો કોટ લગાવતા પહેલા પહેલો કોટને જરૂરી સમય સુધી કે કંપનીના નિર્દેશ મુજબ સુધી સુકાવા દેવું જોઈએ.

-છત પર સફેદ શેડ કરાવવાથી રૂમની સાઈઝ મોટી દેખાય છે.

image source

-બ્રશ કરતા રોલરથી કરવામાં આવેલ પેંટની ફિનિશીંગ વધારે સારી હોય છે. ઉપરાંત બ્રશથી પડતી લીટીઓ પણ દેખાતી નથી.

-ફર્શને પેંટના દાગધબ્બાથી બચાવવા માટે ફર્શ પર અખબાર કે કાપડની મદદથી ફર્શને ઢાંકી દેવું જોઈએ.

-પ્રતિષ્ઠિત કંપનીઓના ઉત્પાદનનો ઉપયોગ કરવાથી મનમાં કોઈ શંકા રહેતી નથી.

image source

-કેટલાક લોકો મેટ ફિનિશ પસંદ કરે છે અને કેટલાક લોકો ગ્લોસી ફિનિશ પસંદ કરે છે. આપે આપની પસંદ મુજબ નિર્ણય લેવો જોઈએ.

-પૈસા બચાવવાના ઉદ્દેશથી પ્રાઇમર અને પુટ્ટી ના કરાવવું એ ખોટો નિર્ણય સાબિત થઈ શકે છે.

image source

-કેટલાક પેંટમાં VOC(volatile organic compound) હોઈ શકે છે. જે ખૂબ નુકસાનકારક સાબિત થાય તેમ છે. એના કારણે નાક અને ગળામાં બળતરા, માથું દુખવું અને ગભરામણ જેવું મહેસુસ થઈ શકે છે.

આ બધા સિવાય પણ લીવર, કિડની કે નર્વસ સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. આથી પેંટમાં VOC છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ