લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં પસાર કર્યો સમય, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ…

લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં સમય કર્યો પસાર, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ….

પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે ત્યારે શેષનાગએ પણ તેમની સાથે માનવ અવતાર ધારણ કર્યો હતો. રામાયણ અનુસાર શ્રીરામના ભાઈ લક્ષ્મણ પણ શેષનાગનો અવતાર હતા. સુમિત્રા નંદન લક્ષ્મણએ માતા-પિતા, ગુરુજનની આજ્ઞા પાલન કરવી અને મોટાભાઈ શ્રીરામની સેવા કરવાને પોતાના ધર્મ તરીકે સ્વીકાર્યું હતું. તેઓ શ્રીરામ વિરુદ્ધ કંઈપણ સહન ન કરી શકતા. તેમની સેવા કરવા માટે તેમણે રાજમહેલ ત્યાગી અને 14 વર્ષનો વનવાસ પસંદ કર્યો હતો.

image source

લક્ષ્મણના લગ્ન સીતાજીની નાની બહેન ઉર્મિલા સાથે થયા હતા. જ્યારે રામ અને સીતા વનવાસ ગયા ત્યારે લક્ષ્મણજીએ તેમની સાથે જવાનું પસંદ કર્યું. તે સમયે ઉર્મિલાજીએ પણ પોતાના પતિ સાથે જવાની જીદ પકડી. પરંતુ લક્ષ્મણજીએ તેમને આમ કરતા રોક્યા અને કહ્યું કે તે વનમાં શ્રીરામ અને સીતાની સેવા કરશે અને ઉર્મિલા અયોધ્યામાં રહી તેમના પિતા અને ત્રણેય માતાની સેવા કરે.

image source

ઉર્મિલા તે સમયે નવવધૂ હતા અને તેમના માટે 14 વર્ષ પતિ વિના રહેવું મુશ્કેલ કાર્ય હતું પરંતુ તેણે પતિની આજ્ઞાનું પાલન કર્યું, જો કે લક્ષ્મણજીએ તેમને પિયર જવાનું પણ કહ્યું પરંતુ ઉર્મિલાએ આ વાત ન સ્વીકારી અને પોતાના પતિની આજ્ઞા અનુસાર સાસુ-સસરાની સેવા કરવાનું કાર્ય સ્વીકાર્યું. આ નિર્ણય કરી તેમણે દુખના સમયમાં પણ પતિનો સાથ ન છોડવાનું નક્કી કર્યું.

image source

લક્ષ્મણજીએ ઉર્મિલા પાસેથી અન્ય એક વચન પણ લીધું હતું કે તે ક્યારેય પણ આંસુ વહાવશે નહીં. જ્યારે પતિ વનવાસ ગયા ત્યારે પણ ઉર્મિલા રડી શક્યા નહીં. કારણ કે તેણે તેના પતિને વચન આપ્યું હતું. ઉર્મિલા અને લક્ષ્મણ સંબંધિત અન્ય એક કથા પણ પ્રચલિત છે પરંતુ તેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં કે રામચરિત માનસમાં કરવામાં આવ્યો નથી. આ કથા નીચે જણાવ્યાનુસાર છે.

image source

રાવણના પુત્ર મેઘનાથને વરદાન મળ્યું હતું કે તેનો વધ તે વ્યક્તિ જ કરી શકશે જે 14 વર્ષ સુધી સુતો ન હોય. લક્ષ્મણજી શ્રીરામ અને સીતાજીની સુરક્ષા માટે રાત્રે પણ સૂતા નહીં. તેમણે નિંદ્રા દેવી પાસેથી આશીર્વાદ માંગ્યા હતા કે તે 14 વર્ષ સુધી તેને હેરાન ન કરે. 14 વર્ષ તે જાગૃત રહેશે અને તેના સ્થાને તેની પત્ની ઉર્મિલા નિંદ્રા કરશે. આમ લક્ષ્મણજી 14 વર્ષ સુધી સૂતા નહીં અને પરીણામે તેમણે મેઘનાથનો વધ કર્યો. પરંતુ જ્યારે રાવણનો વધ કરી સીતાને લઈ શ્રીરામ અયોધ્યા આવ્યા અને તેમના રાજતિલકની તૈયારી થઈ ત્યારે નિંદ્રાદેવીને આપેલા વચન અનુસાર લક્ષ્મણજીએ ઊંઘ કરી અને ઉર્મિલા જાગૃત થઈ.

image source

જો કે અહીં અન્ય એક રહસ્ય પણ છે કે ઉર્મિલાએ 14 વર્ષ સુધી પતિના બદલે ઊંઘ કરી તો લક્ષ્મણજીની આજ્ઞા અનુસાર તેના માતા-પિતાનું ધ્યાન કોણે રાખ્યું હશે. આ પ્રશ્નનો જવાબ એ છે કે ઉર્મિલાને સીતાજીએ એક વરદાન આપ્યું હતું કે તે એક સાથે ત્રણ કામ કરી શકશે. એટલે તેણે અયોધ્યામાં લક્ષ્મણજીના બદલે ઊંઘ કરી અને સાથે જ પતિના વચનને નીભાવી સાસુ-સસરાની સેવા પણ કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ