ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકો માટે સારા સમાચાર RTGS અને NEFT પર હવે રીઝર્વ બેંક કોઈ ચાર્જ નહીં લગાવે

સામાન્ય રીતે તમે જ્યારે ઓનલાઈન આર્થિક વ્યવહાર કરતા હોવ છો ત્યારે તમારા પર કેટલાક ચાર્જ લાદવામાં આવે છે તેમાંથી રીઝર્વ બેંક જે ચાર્જ લગાવતી હતી તે હવે નહીં વસુલવામાં આવે.

ભારતની સર્વોપરિ બેંક એવી રિઝર્વ બેંકે જાહેરાત કરી છે કે હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન RTGS અને NEFT પર કોઈ જ ચાર્જ નહીં લાગે. આ નિર્ણય બાબતે તેમનું એ લક્ષ છે કે તેઓ ભારતમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માગે છે. માત્ર આટલું જ નહીં પણ રીઝર્વ બેંક એટીએમ પર લાગતા ચાર્જ વિષે પણ વિચારણા કરી રહી છે. જેના માટે એક સમીતી પણ રચવામાં આવી છે.

RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ અને NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર થકી ગ્રાહકો જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે તેના પર બેંક પાસેથી અત્યાર સુધી રીઝર્વ બેંક ચાર્જ વસુલતી હતી. અને બેંક તે ચાર્જ ટ્રાન્ઝેક્શન કર્તા પાસેથી વસુલતી હતી. પણ હવે રિઝર્વ બેંક દ્વારા આ ચાર્જને નાબૂદ કરવામાં આવ્યો છે એટલે બેંક પણ આ ચાર્જ ગ્રાહકો પર લાદી નહીં શકે.

અહીં અમે તમને જણાવી દઈએ કે RTGS અને NEFT શું છે.

RTGS (Real Time Gross Satlement) (2005) અહીં NEFTની જેમ 2-4 કલાકનો સમય નથી લાગતો પણ તરત જ ફંડ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જો કે અહીં એક શરત રાખવામાં આવે છે કે ફંડની રકમ 2 લાખથી ઉપર હોવી જોઈએ. તો જ તેઓ તે જ ક્ષણે ફંડ ટ્રાન્સફર કરી આપતા. માટે મોટી અમાઉન્ટ વાળા લોકોને રાહ ન જોવી પડે અને તરત જ તેમનું ફંડ ટ્રાન્સફર થઈ શકે. આજે પણ આ પદ્ધતિથી લોકો પોતાનું ફંડ ટ્રાન્સફર કરાવે છે. જો કે અહીં પણ NEFTની જેમ જ લિમિટેડ ટાઇમિંગ હોય છે. અહીં પણ તમે ઓફિસ અવર્સમાં જ ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

NEFT (National Electronic Fund Transfer)2005માં શરૂ કરવામાં આવ્યું હતું. આ માધ્યમ દ્વારા જો તમે ફંડ ટ્રાન્સફર કરતા હોવ તો તેમાં તમે ટ્રાન્સફર કરો તે જ સમયે બીજા અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર નથી થતું પણ. આ લોકોની એવી વ્યવસ્થા હતી કે તેઓ થોડા જથ્થામાં એટલે કે તમારા જેવા બીજા અનેક ફંડ ટ્રાન્સફર કરનારાઓનું ફંડ ભેગુ થાય ત્યાર બાદ એક સાથે ટ્રાન્સફર કરે. માટે જ તમારા ફંડને ટ્રાન્સફર થતાં વાર લાગે છે.

એટલે કે તે ઓન ધી સ્પોટ ટ્રાન્સફર નથી થતું પણ તેમાં બે-ચાર કલાક લાગે છે. તે વખતે ટેક્નોલોજી મર્યાદિત હતી અને તે લોકો આ પ્રમાણે 100-200 ટ્રાન્ઝેક્શન ભેગા કરી ત્યાર બાદ તે બધાને એક સાથે ટ્રાન્સફર કરતા.

અહીં ઓફિસ અવર્સની જેમ ટાઇમિંગ પણ ફિક્સ રાખવામાં આવતો હતો એટલે કે સવારના 8થી સાંજના 7 સુધીમાં જ તમે નાણા ટ્રાન્સફર કરી શકો. જો કે તમે આ માધ્યમથી રજાઓમાં પણ ટ્રાન્સફર કરી શકો છો પણ તેનો સમય મર્યાદીત હોય છે.

તેની પાછળ એ કારણ હતું કે જો તેમની ગેરહાજરીમાં જો ટ્રાન્સફર કરવામાં આવે અને કંઈ ખામી સર્જાય તો તેમના કર્મચારીઓ ત્યારે અવેલેબલ ન હોય અને પ્રોબ્લેમનું સોલ્યુશન ન લાવી શકાય. માટે જો કોઈ સમસ્યા થાય તો વર્કીંગ અવર્સમાં તેમના કર્મચારીઓ તરત જ સમસ્યાનું નિરાકરણ લાવી શકે.

બેંક માત્ર તમારા પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના જ ચાર્જ નથી વસૂલતી પણ એટીએમ દ્વારા તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો તેના પર પણ ચાર્જ નાખવામાં આવે છે. અને ઘણા વખતથી આ ચાર્જ ઘટાડવા અથવા નાબૂદ કરવાની માંગ કરવામાં આવે છે માટે તેના પર વિચારણા કરવા માટે રીઝર્વ બેંકે એક કમીટી રચી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ