1 રૂપિયા કે 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે તો કરો ફરિયાદ

તમારી સાથે પણ એવું થયું હોય કે તમે કોઈ વસ્તુ કે શાક ખરીદ્યું હોય અને પછી કોઈ દુકાનદાર કે વ્યક્તિ તમારી પાસેથી 1 રૂપિયા કે 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે. આવું થાય છે તો તમે તેને તે સમયે અન્ય પ્રકારના સિક્કા આપીને કે પછી નોટ આપીને કામ ચલાવી લો છો. તો આવું ન કરો. આ નિયમ અનુસાર ખોટું છે. અનેક લોકો તમને આ સિક્કા ન લેવા માટે એવું કારણ આપે છે કે આ સિક્કો નકલી છે કે પછી એક રૂપિયાના સિક્કાને માટે એમ કહે છે કે તે ચલણમાં નથી. તો તમારા માટે મુશ્કેલી થઈ શકે છે. પણ શું તમે એ જાણો છો કે આ કાયદાકીય રીતે ખોટું છે તમે તેની ફરિયાદ કરી શકો છો અને એફઆઈઆર પણ લખાવી શકો છો. આ સાથે તમારા માટે એ પણ જાણવું જરૂરી છે કે આરબીઆઈનો નિયમ આ માટે શું કહે છે.

આરબીઆઈએ આપી છે આ જાણકારી

image source

આમ તો આરબીઆઈએ હાલમાં ચાલી રહેલા દરેક સિક્કાને ચલણમાં હોવાની જાણકારી શેક કરી છે અને કહ્યું છે કે કોઈ સિક્કા નકલી નથી. સાથે આરબીઆઈએ કહ્યું કે 10 રૂપિયાના સિક્કાને લઈને અફવા ફેલાવવામાં આવી રહી છે અને તેને ખોટો એટલે કે નકલી છે તે વાત ખોટી છે. એવામાં તમે 10 રૂપિયાનો કોઈ સિક્કાના લેન દેનના કામમાં લઈ શકો છો. ભારતીય રિઝર્વ બેંક 2 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીની નોટને પ્રિન્ટ કરવા માટેની સત્તા ધરાવે છે. એક રૂપિયાની નોટ આરબીઆઈના નાણા મંત્રાલયની તરફથી છાપવામાં આવે છે અને તેની પર નાણા સચિવની સાઈન પણ હોય છે.

image source

શું સજા થઈ શકે છે
ભારતીય દંડ સંહિતાની કલમ 489એથી 489ઈના આધારે નોટ કે સિક્કાના ખોટા મુદ્રણ, ખોટી નોટ કે સિક્કા ચલાવવા ને યોગ્ય સિક્કાને બજારમાં લેવાની મનાઈ કરવી અને તેને ખોટા ગણાવી દેવા એ એક ગુનો છે. આ ગુના માટે કલમના આધારે કોઈ વિધિક ન્યાયલય દ્રારા આર્થિક દંડ, કારાવાસ કે પછી આ બંનેની સજા પણ આપવામાં આવે છે.

image source

એવામાં તમે કોઈને આ સિક્કો આપો છો અને તે વ્યક્તિ તેને લેવાની મનાઈ કરે છે તો તે સમયે તમે તેની માટેનું સબૂત સાથે રાખી લો તે જરૂરી છે.પછી તે વીડિયો રેકોર્ડિંગ પણ હોઈ શકે છે. તેના કારણે તમને કાર્યવાહીમાં સરળતા રહે છે. તેના આધારે તમે સરળતાથી તેની પર કેસ ફાઈલ કરી શકો છો. કારણ કે જો તમારી પાસે કોઈ નક્કર કે ઠોસ સબૂત નહીં હોય તો તમે તેને પૂરવાર કરી શકશો નહીં અને તમારી મહેનત પણ વ્યર્થ જશે.

શું કાર્યવાહી કરી શકાય છે

image source

જો કોઈ વ્યક્તિ તમારી પાસે ચલણમાં હોય તેવા કોઈ પણ સંખ્યાના સિક્કાને લેવાની ના પાડે છે તો તમે તેના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી શકો છો. તેના વિરોધમાં ભારતીય મુદ્રા અધિનિયમ કે આઈપીસીની કલમના આધારે કાર્યવાહી કરાશે. કેસની ફરિયાદ રિઝર્વ બેંકમાં પણ કરી શકાય છે. આ પછી દુકાનદાર કે જેણે તમને આ ચલણી સિક્કા લેવાની ના પાડી હતી તેની વિરોધમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!