માટીના રંગની સાથે-સાથે આ રીતે ખબર પડે છે કે છોડને કેટલા પાણીની છે જરૂર, સાથે જાણો યોગ્ય પાણી પીવડાવવાની રીત

ઘરમાં નાનકડો બગીચો હોય તો એવી કેટલી વ્યક્તિઓ છે કે જેમને આ બગીચો ગમે નહી. ઉપરાંત આ બગીચામાં સુંદર અને સરસ ફૂલ છોડ વાવી રાખવામાં આવ્યા હોય. આ સાથે જ તેની યોગ્ય રીતે સાર- સંભાળ પણ લેવાઈ રહી હોય તો આવો નાનકડો બગીચો દરેક વ્યક્તિને જરૂરથી પસંદ આવશે. ઘરમાં બગીચાને બનાવવો કદાચ સરળ હોઈ શકે છે પરંતુ આ જ બગીચાની નિયમિત રીતે સાર- સંભાળ રાખવી એટલી સરળ બાબત હોતી નથી. ઘરના બગીચામાં છોડને લગાવી દીધા બાદ એ વાતનું ધ્યાન રાખવું કે, આ છોડને સુર્યપ્રકાશ, ખાતર અને પાણીની જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઉપરાંત છોડને ક્યારે, ક્યાં સમયે અને કેવા છોડને કેટલું પાણી આપવું તેના વિષે જાણવું પણ જરૂરી હોય છે. આ લેખમાં અમે આપને બગીચામાં છોડને લગાવી દીધા પછી રાખવી પડતી સંભાળ વિષે તમામ માહિતી જણાવવાના છીએ. ચાલો જાણીશું બગીચામાં રહેલ છોડની કેવી રીતે યોગ્ય માવજત કરી શકાય છે.

છોડની માટી પરથી જાણી શકાય છે કે, છોડને કેટલા પાણીની જરૂરિયાત છે.

image source

છોડને કેટલા પાણીની આવશ્યકતા છે તેના વિષે આપ માટી પરથી જાણી શકાય છે. જો છોડની આસપાસ આવેલ માટી ઉપરની તરફ સુકાઈ ગઈ હોય પરંતુ તે માટે અંદરની તરફથી ભીની હોઈ શકે છે. પણ જો માટી અંદરથી પણ સુકાઈ ગઈ હોય તો આવા છોડને પાણીની જરૂરિયાત હોય છે. છોડની આસપાસ રહેલ માટીનો રંગ જોઈને જાણી શકાય છે કે, છોડને પાણીની જરૂરિયાત છે કે નહી. જો છોડની આસપાસ વધારે પ્રમાણમાં પાંદડા ખરી રહ્યા હોય કે પછી છોડના પાંદડા પીળા કે ભૂરા રંગના થઈને નીચે પડી ગયા હોય તો આવા છોડને પાણીની જરૂરિયાત હોય છે.

ઋતુ પર ધ્યાન આપવું જરૂરી.

image source

આપના બગીચામાં વાવવામાં આવેલ છોડની પાણીની જરૂરિયાત ઋતુ બદલાઈ એમ બદલાતી રહે છે એટલા માટે છોડની પાણીની જરૂરિયાત ઋતુ પર રાખે છે. જો ઉનાળાની ઋતુ હોય અને છોડ પર સૂર્યનો પ્રકાશ સીધો જ પડી રહ્યો હોય તો આવા છોડને આપે દરરોજ નિયમિત રીતે પાણી આપવાની જરૂરિયાત હોય છે. પરંતુ શિયાળાની કે પછી ચોમાસાની ઋતુ ચાલી રહી હોય તો છોડને સમયાન્તરે જ પાણી આપવાની જરૂરિયાત પડે છે.

પાણી આપવાનો સમય

image source

આપના ગાર્ડનમાં છોડ કુંડા હોય કે પછી જમીનમાં વાવ્યા હોય તો આપે છોડને પાણી આપવાનો સમય સવારનો કે પછી સાંજનો સમય રાખવો જોઈએ. કેમ કે, જો આપ બપોરના સમયે છોડને પાણી આપશો તો એવી શક્યતા વધી જાય છે કે, છોડને આપવામાં આવેલ પાણી સૂર્યના આકરા તાપના લીધે શોષાઈ જાય છે જેના લીધે છોડને પુરતું પાણી મળી શકતું નથી.

છોડને પાણી આપવાની પદ્ધતિ.

image source

આપના બગીચામાં કોઈપણ પ્રકારના છોડ હોય આપે એ છોડને હમેશા ટીપે ટીપે કે પછી સ્પ્રેની મદદથી જ પાણી આપવું જોઈએ. જો છોડ પર પાણીની ધાર કરવામાં આવે છે તો તે છોડ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો આપના બગીચામાં છોડ કુંડામાં લગાવવામાં આવ્યા હોય તો આપે છોડના કુંડાની નીચે કોઈ વાસણ રાખી દેવું જોઈએ આપ જયારે પણ છોડને પાણી પીવડાવશો ત્યારે એ પાણી નીચે વાસણમાં ભેગું થશે અને એમાંથી છોડના મૂળમાં ભીનાશ જળવાઈ રહેશે. આ પદ્ધતિને સેલ્ફ વોટરીંગ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!