એક ચા ની પ્યાલી ચમકાવી શકે છે તમારુ ભાગ્ય, જાણો કેવી રીતે…

મિત્રો, ચા એ આપણુ રાષ્ટ્રીય પીણુ છે, એ આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. જો આપણે લોકોની વાત કરીએ તો મોટાભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા સાથે કરવાનુ પસંદ કરતા હોય છે. તે લોકો એવુ માનતા હોય છે કે, જો તેમને સવારમા ચા ના મળે તો તેમનો આખો દિવસ બગડી જાય છે.

image source

એટલા માટે જ લોકો પોતાના દિવસની શરૂઆત ચાની પ્યાલીની સાથે કરે છે. ચા નુ સેવન કરવાથી માણસ પોતાની જાતને એકદમ તરોતાજા અનુભવ કરે છે. આ ચા એ જ્યોતિષશાસ્ત્ર સાથે પણ એક ખુબ જ ગાઢ સંબંધ ધરાવે છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, એક કપ ચા નુ સેવન તમારા ગ્રહ-નક્ષત્રને સુધારી શકે છે અને તેને સારા બનાવી શકે છે અને તમારા ભાગ્યને પણ ચમકાવી શકે છે. તો ચાલો આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

image source

જો તમે રવિવાર ના દિવસે ગોળવાળી ચા નુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ દિવસે ચા મા આદુ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમારો સૂર્ય ગ્રહ મજબૂત બને છે અને તમને અનેકવિધ લાભ મળી શકે છે. આ સિવાય જો તમે સોમવારના દિવસે સાકર ઉમેરીને તેની ચા બનાવીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનાથી તમારા ચંદ્રમાના શુભ પ્રભાવમા વૃદ્ધિ થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવો તો તેનાથી મંગળના અશુભ પ્રભાવથી પણ તમને મુક્તિ મળી શકે છે. આ સિવાય જો બુધવારના દિવસે તુલસીવાળી ચા નુ સેવન શરુ કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના સેવનથી બુધના પ્રભાવમા સારી એવી વૃદ્ધિ થઇ શકે છે.

image source

આ ઉપરાંત જો તમે ગુરૂવારના દિવસે મધ અને કેસર મિક્સ કરેલી ચા નુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે શુક્રવારના દિવસે સુગરયુક્ત ચા મા ઈલાયચી ઉમેરીને જો નિયમિત તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેનાથી તમારો શુક્ર ગ્રહ ખુબ જ વધારે પડતો મજબૂત હોય છે.

image source

શુક્રવારના દિવસે તમારે લીંબૂની ચા નુ સેવન કરવુ જોઈએ નહી. આ સિવાય જો તમે શનિવારના દિવસે ચા મા કાળી મરી અને લીંબૂ ઉમેરીને તેને પીવો તો તે પણ તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે આ દિવસે દૂધ વિનાની કાળી ચા પીવો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!